• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્મના વાર પરથી જાણો કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટી

જ્યોતિષ મુજબ જે વ્યક્તિનો જન્મ જે વારે થાય છે એ વારનો કારક ગ્રહનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર જીવનભર પડે છે. જાણો તમારા જન્મના વાર મુજબ તમારા વિશે કેટલીક રસપ્રદ વાતો...
By Desk
|
Google Oneindia Gujarati News

લોકો હંમેશા પોતાના જન્મના મહિનાના આધારે તેમનુ રાશિફળ જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે પરંતુ જન્મનો વાર પણ જ્યોતિષશાસ્ત્રમાં એટલો જ મહત્વનો છે જેટલો તમારો જન્મનો મહિનો. જન્મનો વાર તમારી વિશેષતાઓ અને લક્ષણો વિશે ઘણુ બધુ જણાવે છે. અઠવાડિયાના સાતેય દિવસોના કારક ગ્રહ જુદા જુદા હોય છે. રવિવારનો કારક ગ્રહ સૂર્ય,, સોમવારનો ચંદ્ર, મંગળવારનો મંગળ, બુધવારનો બુધ, ગુરુવારનો ગુર, શુક્રવારનો શુક્ર અને શનિવારનો કારક ગ્રહ શનિ છે. જ્યોતિષ મુજબ જે વ્યક્તિનો જન્મ જે વારે થાય છે એ વારનો કારક ગ્રહનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર જીવનભર પડે છે. જાણો તમારા જન્મના વાર મુજબ તમારા વિશે કેટલીક રસપ્રદ વાતો...

રવિવાર

રવિવાર

સૂર્ય ચમકીલો તારો છે માટે રવિવારે જન્મેલા લોકો ખૂબ જ પ્રતિભાશાળી હોય છે અને ક્યારેય પણ ઓછામાં સમજૂતી કરતા જ નથી. તેઓ ક્રિએટીવ હોય છે જે દુનિયા પર પોતાની છાપ છોડવા માંગે છે. તેમની ઈચ્છા હોય છે કે લોકો તેમને હંમેશા સારા કામ માટે યાદ રાખે. તે દયાળુ અને પ્રામાણિક હોય છે અને તેમને રોમાંચ પ્રિય હોય છે. રવિવારે જન્મેલા લોકો જીવનનો ભરપૂર આનંદ લેવા માંગે છે અને રોજ એવી રીતે જીવવા માંગે છે જાણે એ જીવનનો છેલ્લો દિવસ હોય. તે ઉત્સાહી હોય છે અને આ જ કારણે તેઓ ક્યારેક મુશ્કેલીમાં મૂકાય છે. તેઓ ધ્યાન આકર્ષિત કરનારા હોય છે અને માત્ર એવા લોકો સાથે જ દોસ્તી કરી શકે છે જે તેમના પર એટલુ ધ્યાન આપતા હોય.

ઉપાયઃ પોતાના ભાગ્યને ચમકાવવા માટે પ્રત્યેક જન્મદિવસે પોતાને જ કંઈક ભેટ આપો.

સોમવાર

સોમવાર

સોમવારે જન્મેલા લોકો પર ચંદ્રમા શાસન કરે છે માટે તે ચંદ્રમાની જેમ શાંત હોય છે અને તેમના ઘરેલુ જીવન પર તેમનો ગઢ હોય છે. તે મજબૂત પારિવારિક સંબંધ રાખવામાં વિશ્વાસ રાખે છે અને દયાળુ, ઉદાર, સ્વામિત્વ અને સમાયોજન કરનારા હોય છે. આવા લોકો પોતાની માતા અને મહિલાઓ સાથે વધુ જોડયેલા હોય છે. આ જ કારણે તેમનામાં એક મજબૂત પ્રવૃત્તિ અને દેખરેખ કરવાનો સ્વભાવ પણ હોય છે. આવા લોકો તથ્યોના બદલે અનુભવોમાં વિશ્વાસ ધરાવે છે. તે સાચા ઉદારવાદી અને હંમેશા સારા માટે દુનિયાને બદલવા માટે ઈચ્છુક હોય છે. તંદુરસ્ત અને સુખી જીવન માટે આ દિવસે જન્મેલા લોકોએ સોમવારે ભગવાન શિવ અને ગણેશની પૂજા કરવી જોઈએ.

ઉપાયઃ પોતાના ભાગ્યને નવી ગતિ આપવા માટે પોતાની માતાને દર જન્મદિવસે ચાંદીમાંથી બનાવેલી કોઈ વસ્તુ ભેટ આપો.

મંગળવાર

મંગળવાર

મંગળવારે જન્મેલા લોકો પર મંગળનુ શાસન હોય છે જેનો અર્થ એ છે કે તે દ્રઢ ઈચ્છાશક્તિવાળા લોકો છે અને કઠોર પરિસ્થિતિમાં કટ્ટર સેનાની હોય છે. તે ક્યારેય હાર નથી માનતા અને હંમેશા કોઈને કોઈ રસ્તો કાઢી જ લે છે. તે જીવન પ્રત્યે ઉત્સાહી દ્રષ્ટિકોણવાળા ઉગ્ર વ્યક્તિ હોય છે. તેમની આસપાસના લોકો ક્યારેય બોર નથી થતા અને મોટાભાગે તે બીજાના માટે પ્રેરણા હોય છે. જો કે તેમનુ નકારાત્મક પાસું એ છે કે સફળતા મેળવવાની શોધમાં તે ક્યારેક વિનાશકારી બની શકે છે. આવા વ્યક્તિ હંમેશા ઉર્જાથી ભરપૂર હોય છે અને પોતાના સપનાઓને હકીકતમાં બદલી શકે છે.

ઉપાયઃ આવા લોકોએ પોતાનુ ભાગ્ય બદલવા માટે મંગળવારના દિવસે દાન કરવુ જોઈએ.

બુધવાર

બુધવાર

બુધવારે જન્મેલા લોકો પર બુધનુ શાસન હોય છે જે તેમને બેચેન કરે છે અને તે ખૂબ જિજ્ઞાસુ હોય છે અને પોતાની આસપાસ લગભગ દરેક વસ્તુ પર સવાલ ઉઠાવે છે. તેમની પાસે સારી કમ્યુનિકેશન સ્કીલ હોય છે અને તેમની એક મુખ્ય વિશેષતા તેમની બહુમુખી પ્રતિભા છે. આ જ કારણે તે સ્વતંત્ર અને બેદરકાર હોય છે જે ક્યારેક તેમના માટે સારુ નથી હોતુ. તે શીખવા માટે ઉત્સુક હોય છે અને જીવનમાં નવા-નવા રસ્તા શોધવાથી કંટાળતા નથી. તેમની પાસે જીવનમાં એક વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ હોય છે અને પોતાના સ્માર્ટ દ્રષ્ટિકોણ સાથે તે કોઈ મુશ્કેલી વિના પડકારોનો સામનો કરી શકે છે. તેમનો ભાગ્યાંક પાંચ હોય છે અને તેમના જન્મના વાર મુજબ તેમણે બુધવારે ધાર્મિક કાર્યોમાં સંલગ્ન થઈને સુખી અને સમૃદ્ધ જીવન માટે જરૂર જવુ જોઈએ.

ઉપાયઃ ભાગ્યને ચમકાવવા માટે તેમણે પોતાની બહેનને દરેક જન્મદિવસે કંઈકને કંઈક ભેટ આપવી જોઈએ.

ગુરુવાર

ગુરુવાર

ગુરુવારે જન્મેલા લોકો પર બૃહસ્પતિનુ શાસન હોય છે જે જ્યોતિષશાસ્ત્રમાં સૌથી પ્રભાવશાળી ગ્રહ છે. આવા લોકોમાં સંકલ્પશક્તિ દ્રઢ હોય છે અને તેમના જીવનમાં વૃદ્ધિ, સમૃદ્ધિની ઉચ્ચ સંભાવના હોય છે. તેમનો દ્રષ્ટિકોણ આશાવાદી હોય છે અને તે અન્ લોકો પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં ઉદાર અને દયાળુ હોય છે. તે જન્મજાત શિક્ષક અને ઉત્સાહી વિદ્યાર્થી હોય છે. આ જ કારણે તે બધાને પ્રેમ કરે છે.

ઉપાયઃ પોતાના ભાગ્યને ગતિ આપવા માટે દરેક જન્મદિવસે કોઈ પણ ધાર્મિક સ્થાન પર કંઈક પીળુ દાન કરવુ.

શુક્રવાર

શુક્રવાર

શુક્રવારે જન્મેલા લોકો પર શુક્ર શાસન કરે છે જેનો અર્થ છે કે આવા વ્યક્તિઓ પ્રેમ કરનારા અને સ્નેહી હોય છે. તે કલાત્મક હોય છે જે પોતાના રોમેન્ટીક સંબંધોને ખૂબ સાચવે છે. તેમનુ વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તે એક શાનદાર જીવન પસંદ કરે છે અને પોતાના વ્યક્તિગત અને વ્યવસાયી જીવન બંનેમાં ભાગીદારીને મહત્વ આપે છે. તમારે એવો સાથી પસંદ કરવો જોઈએ જે અમીર હોય અને નરમ હ્રદયનો હોય.

ઉપાયઃ ભાગ્યને ચમકાવવા માટે પોતાના જીવનસાથીને દરેક જન્મદિવસે ભેટ આપો.

શનિવાર

શનિવાર

શનિવારે જન્મેલા લોકો શનિ ગ્રહના પ્રભાવમાં જન્મે છે. તેમની પાસે આ સરળ નથી હોતુ. તેમના સંઘર્ષો નિરંતર હોય છે જે તેમને દરેક વસ્તુમાંથી પાર પડવા માટે મજબૂત અને દ્રઢ બનાવે છે. તે બુદ્ધિમાન અને વ્યાવહારિક હોય છે જેમના જીવનમાં આકરી સીમાઓ હોય છે અને તે ખૂબ અનુશાસિત હોય છે. બીજા લોકોને તેઓ ઘણી વાર શંકાસ્પદ અને અડગ લાગે છે. જો કે, તેઓ બહારથી ભલે મજબૂત અને અભિમાની લાગતા હોય પરંતુ તે બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તેમણે શનિવારના દિવસે દાન-પુણ્ય કરવુ જોઈએ જેથી તેમને જીવનમાં ઓછો સંઘર્ષ કરવો પડે.

ઉપાયઃ પોતાના ભાગ્યને ચમકાવવા માટે દરેક જન્મદિવસે કોઈ વૃદ્ધ વ્યક્તિને દાન આપવુ.

English summary
Know someone's personality by day of birth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X