Eclipse 2024 : જાણો દિવસે લાગશે વર્ષનું પહેલું ગ્રહણ, 5 રાશિઓની ખોલશે કિસ્મત
Eclipse 2024: સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ભલે એક ખગોળીય ઘટના છે. જોકે, જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનું ખાસ મહત્વ હોય છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણની અસર તમામ રાશિ પર અલગ અલગ અસર થાય છે. જેની અસરના કારણે રાશિઓ પર શુભ અને અશુભ અસર થાય છે.
ગ્રહણની અસરને કારણે રાશિચક્ર પર શુભ અને અશુભ અસર જોવા મળે છે. વર્ષ 2024ની વાત કરીએ, તો પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલના રોજ થશે અને પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચના રોજ થશે.
આ ગ્રહણને કારણે આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર પડશે, ગ્રહણની અન્ય પર સારી અસર પડશે અને તેમને સારા સમાચાર મળશે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કઈ રાશિ માટે વર્ષનું પહેલું ચંદ્ર અને સૂર્યગ્રહણ ફળદાયી સાબિત થવાનું છે.

મેષ રાશિ પર ગ્રહણની અસર - આ વર્ષનું સૂર્ય અને ચંદ્રગ્રહણ મેષ રાશિ માટે ખૂબ જ ફળદાયી રહેશે. જ્યાં એક તરફ આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે, તો બીજી તરફ પારિવારિક જીવન ખુશહાલ રહેશે.
પૈસાની લેવડ-દેવડમાં લાભ થશે અને નોકરી-ધંધામાં પણ પ્રગતિની સંભાવના છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે, અને વ્યક્તિને કાર વગેરે ખરીદવાની તક પણ મળી શકે છે.
મિથુન રાશિ પર ગ્રહણની અસર - આ વર્ષનું સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ મિથુન રાશિ માટે સારા પરિણામ લાવી રહ્યું છે. વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો સારો રહેશે.
તમને સારા પરિણામ મળશે અને અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે સારો સમય છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવારમાં ખુશીના સ્ત્રોત વધશે. નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને ઘરમાં આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.
સિંહ રાશિ પર ગ્રહણની અસર - સિંહ રાશિના લોકો માટે સૂર્ય અને ચંદ્રગ્રહણ ખૂબ જ સારું સાબિત થશે. તેમની આવકમાં સર્વાંગી વૃદ્ધિ થશે. કોઈપણ કાર્યમાં હાથ લગાડશો તો સફળતા મળશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.
લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. ઓફિસમાં માન-સન્માન વધશે અને મોટા લોકો સાથે મુલાકાત થશે. આ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ઘણી મુસાફરી કરવાની તક મળશે.
કન્યા રાશિ પર ગ્રહણની અસર - કન્યા રાશિના લોકો માટે પણ આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થશે. જો તમે વેપાર કરશો તો નફો થશે અને આર્થિક લાભની સાથે રોકાણના ઘણા નવા રસ્તા પણ ખુલશે.
આ ગ્રહણ દરમિયાન પરિવારમાં સારા સમાચાર મળશે. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. આ રાશિના લોકો આ વર્ષે કોઈ નવું કામ શરૂ કરી શકે છે.
ધન રાશિ પર ગ્રહણની અસર - સૂર્ય અને ચંદ્રગ્રહણ ધન રાશિના લોકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવી રહ્યા છે. પારિવારિક જીવન સુખી રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો મજબૂત રહેશે.
નોકરી અને વ્યવસાયમાં તમને સારા પરિણામ મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને માન-સન્માન વધશે. નવા કામની શરૂઆત થશે અને રોકાણમાં પણ ફાયદો થશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
