How to get Siddhis: 5 પ્રકારની હોય છે ક્ષુદ સિદ્ધિઓ, જાણો શું છે તેનુ મહત્વ
તંત્ર શાસ્ત્રોમાં અનેક પ્રકારની સિદ્ધિઓનુ વર્ણન મળે છે. જાણો આ સિદ્ધિઓ વિશે.
નવી દિલ્લીઃ તંત્ર શાસ્ત્રોમાં અનેક પ્રકારની સિદ્ધિઓનુ વર્ણન મળે છે. આમાંથી એક છે ક્ષુદ્ર સિદ્ધિઓ પણ હોય છે. ક્ષુદ્ર સિદ્ધિઓ પાંચ પ્રકારની હોય છે. આજના યુગમાં આનુ ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે.

ત્રિકાલજ્ઞતાઃ આ સિદ્ધિના માધ્યમથી કોઈ પણ દેશના વ્યક્તિનુ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે.
અદ્રંદ્વતાઃ શરદી, ગરમી, વરસાદ વગેરે વિવિધ ઋતુઓને પોતાને અનુકૂળ બનાવા કે પોતાના રહેવાના સ્થાનની ચારે તરફ એક જેવુ હવામાન જાળવી રાખવી આ સિદ્ધિ દ્વારા સંભવ છે.
પરચિતાજ્ઞભિજ્ઞતાઃ બીજાના મનના હાલ જાણી લેવા કે તેમના મનમાં ઉઠતા વિચારોને પકડી લેવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની સાધનાને પરચિત્તાજ્ઞભિજ્ઞતાના નામથી ઓળખવામાં આવે છે.
પ્રતિષ્ટમ્ભઃ શરીર પર ઝેર, આગ, વાયુ, સૂર્યનો તાપ વગેરેની કોઈ અસર ન થવી તે આ સિદ્ધિથી સંભવ છે.
અપરાજયઃ વાદ-વિવાદ, યુદ્ધ વગેરેમાં સર્વદા અપરાજિત રહીને વિજય પ્રાપ્ત કરવી આ સાધનાના માધ્યથી સંભવ છે.
કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો આ સિદ્ધિઓ
સિદ્ધિઓ બે પ્રકારે મેળવી શકાય છે. ગુરુના સાનિધ્યમાં રહીને કે શક્તિપાતના માધ્યમથી. ગુરુના સાનિધ્યમાં રહીને, તેમની આજ્ઞાનુ અક્ષરશઃ પાલન કરીને તેમના આદેશાનુસાર સાધનામાં પ્રવૃત્ત થઈને સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. બીજી રીત છે કે જ્યારે ગુરુ કૃપા હોય તો તે સિદ્ધિ રૂપ ગુરુ શક્તિપાત દ્વારા સાધના વિના શિષ્યને સિદ્ધ બનાવી દે છે.












Click it and Unblock the Notifications
