For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Motivational Story: 'સાચી ખુશી' અને 'આનંદમાં રહેવા'નો ખરો અર્થ શું છે?

આજે જોઈએ છે કે મઝા અને આનંદ કેવી રીતે પોતાના અર્થને અલગ અને રોચક બનાવે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દૈનિક જીવનમાં એક સવાલ સાથે આપણો સામનો ઘણી વાર થાય છે - તમે કેમ છો? લગભગ દરેક ભદ્ર વ્યક્તિ પોતાના પરિચિતને મળવા પર આ સવાલ કરે જ છે અને તેનો જવાબ પણ લગભગ એક મળે છે - મઝામાં છુ, આનંદમાં છુ, સારો છુ, બધુ સારુ છે વગેરે વગેરે. શું આ બધા જવાબોનો અર્થ એક સમાન જ હોય છે? શબ્દ-શબ્દનો ભેદ છે અને દરેક શબ્દ અર્થ ધરાવે છે. અર્થને બદલવા, પોતાના ઉપયોગથી એક જ વાક્યના ઘણા અર્થ પ્રસ્તુત કરવાની ક્ષમતા ધરાવે છે. તો આજે જોઈએ છે કે મઝા અને આનંદ કેવી રીતે પોતાના અર્થને અલગ અને રોચક બનાવે છે.

એક સંત હતા..

એક સંત હતા..

એક સંત હતા. તેમના અનેક ભક્ત હતા. જ્યારે પણ કોઈ તેમને ખબર પૂછતા, તે તરત જ કહેતા - આનંદમાં છુ. જો કોઈ કહે કે તમે મઝામાં છો, તો તે વળીને કહેતા - હા, આનંદમાં છુ. લોકો તેમની વાત સાંભળીને ચોંકી જતા. એક દિવસ એક ભક્તે તેમને ટોકી દીધા. તેમણે કહ્યુ - મહારાજ! તમે હંમેશા કહો છો કો હું આનંદમાં છુ. કોઈ પૂછે છે કે તમે મઝામાં છો, ત્યારે પણ તમે વળીને કહો છો કે હું આનંદમાં છુ. મઝા અને આનંદ તો પર્યાયવાચી શબ્દ જ છે. પછી તમે આના અલગ ઉપયોગ કેમ કરો છે. સંતે હસીને કહ્યુ - જો બેટા, આપણે સમજવા માટે શબ્દોનો એક અર્થમાં ઉપયોગ જરૂર કરીએ છીએ પરંતુ વાસ્તવમાં દરેક શબ્દ પોતાનો એક વિશિષ્ટ અર્થ ધરાવો છે. આનંદ અને મઝા, આ બંને શબ્દો એક જ અર્થમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ જ્યારે આપણે તેમના વિશેષ અર્થને જોઈએ તો ખૂબ જ સૂક્ષ્મ અંતર દેખાય છે.

લોકોને અલગ અલગ વસ્તુઓમાં મઝા આવે છે

લોકોને અલગ અલગ વસ્તુઓમાં મઝા આવે છે

જ્યારે આપણે મઝાની વાત કરીએ ત્યારે આપણી સામે અમુક દ્રશ્યો આવે છે. કોઈને શોપિંગ કરવાની મઝા આવે છે. તો કોઈને હોટલમાં જમવાની. કોઈને હરવા-ફરવાની મઝા આવે છે તો કોઈને સિનેમા જોઈને. આ બધા કાર્યોમાં પૈસા ખર્ચવા પડે છે એટલે કે આ બધુ ભૌતિક સુખનુ કારક હોય છે અને આનાથી મળતુ સુખ થોડા સમય માટે હોય છે. થોડા સમય બાદ તેને ફરીથી મેળવવાની ઈચ્છા થવા લાગે છે.

આનંદની વાત કરીએ તો સ્વરૂપ બદલાઈ જાય છે

આનંદની વાત કરીએ તો સ્વરૂપ બદલાઈ જાય છે

જ્યારે આપણે આનંદની વાત કરીએ તો સ્વરૂપ બદલાઈ જાય છે. આનંદ આત્મિક પ્રસન્નતા સાથે જોડાયેલુ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પરિવારજનો, પોતાના આત્મીયજનો, પોતાના પ્રિયજનો સાથે સુંદર સમય વીતાવે છે ત્યારે તેને આનંદ મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મિત્રો સાથે દિલ ખોલીને વાત કરે છે અને સંતોષ મેળવે છે ત્યારે તેને પરમ આનંદ મળે છે. જ્યારે ધાર્મિક સ્વભાવનો કોઈ વ્યક્તિ પોતાના ઈષ્ટની આરાધના, તેના ધ્યાનમાં ડૂબે છે ત્યારે તેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યારે કોઈ પ્રેમ યુગલ સાથે સમય પસાર કરે છે ત્યારે તે આનંદમાં ડૂબી જાય છે. જ્યારે એક દંપત્તિ પોતાના બાળકોને ખિલખિલાટ હસતા, રમતા જુએ ત્યારે તેને પરમ આનંદ મળે છે. આનંદમં પૈસાની કોઈ ભૂમિકા નથી હોતી. આ રીતે પરમ આનંદ મનના સુખ સાથે જોડાયેલુ છે અને મઝા તનના સુખ સાથે. સુખ બંને સ્થિતિમાં છે પરંતુ મઝા લેનાર સુખ ક્ષણિક છે અને આનંદ લેનાર સુખ અનંત છે. આ જ કારણ છે કે હું સદાય આનંદની વાત કરુ છુ. સંત મહારાજની વ્યાખ્યા એટલી સ્પષ્ટ, એટલી સારગર્ભિત હતી કે દરેક તેમના વાણી, તેમના ભાવ, તેમના જ્ઞાન આગળ નતમસ્તક થઈ ગયા.

30 નવેમ્બરે 2020નું છેલ્લું ચંદ્રગ્રહણઃ ભારતીય સમય, મહત્વ અને અન્ય વિગતો તપાસો30 નવેમ્બરે 2020નું છેલ્લું ચંદ્રગ્રહણઃ ભારતીય સમય, મહત્વ અને અન્ય વિગતો તપાસો

English summary
Know the meaning of real happiness, read this motivational story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X