Swapan Shastra : જાણો સપનામાં આવતી વિવિધ વસ્તુઓના મતલબ, જાતે જ કરી શકશો સપનાનું એનાલિસિસ

Swapan Shastra : સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, વ્યક્તિ દ્વારા જોવામાં આવેલું સ્વપ્ન ચોક્કસપણે કોઈને કોઈ અર્થ ધરાવે છે. ખાસ કરીને સૂર્યોદયના થોડા કલાકો પહેલા જોવામાં આવેલા સપનામાં કોઈને કોઈ નિશાની ચોક્કસ છૂપાયેલી હોય છે.

Swapan Shastra : દુનિયાના લગભગ દરેક જીવિત પ્રાણીને સ્વપ્ન આવે છે. ઘણા લોકોને સપના યાદ રહેતા નથી, ઘણા સપના યાદ રહી જાય છે. ઘણા સપના અજીબ હોય છે, તો ઘણા સપના અતિ ડરામણા હોય છે. ક્યારે માણસ સપનામાં ધનવાન બની જાય છે, તો ક્યારેક સપનામાં માણસ પોતાનો મૃતદેહ કે નનામી જુએ છે. આ દરેક વસ્તુનો મતલબ સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે.

 Swapna Shastra

સૂર્યોદયના થોડા કલાકો પહેલા જોવામાં આવેલા સપનામાં કોઈને કોઈ નિશાની ચોક્કસ છૂપાયેલી હોય છે, જે ભવિષ્ય માટે સારી કે ખરાબ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત હોય છે. આ મુહૂર્તમાં જોયેલા સ્વપ્ન સાચા પડવાની સંભાવના છે.

ખરાબ માનવામાં આવતા સપના

સ્ત્રીને કાદવમાં જોવી

જો કોઈને સપનું આવે કે, કોઈ સ્ત્રી માટીથી ઢંકાયેલી છે અને તમને કાદવમાં ખેંચવા માંગે છે, તો સમજી લેવું કે આવનારા સમયમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે.

પોતાની જાતને પડતી જોવી

જો કોઈ વ્યક્તિ પોતાની જાતને પડતી જુએ છે, તો સમજવું કે આ તમારા પતનનો સંકેત છે.

કોઈનું હાસ્ય

સપનામાં તેલ પીધા પછી કોઈ વ્યક્તિને અટ્ટા કરતી જોવાનો અર્થ છે કે, તમારા જીવનમાં મોટું સંકટ આવવાનું છે.

ગધેડા પર બેઠેલું જોવું

જો કોઈ વ્યક્તિ સપનામાં ગધેડા પર બેસીને દક્ષિણ દિશા તરફ જતો જોવા મળે, તો તેને મૃત્યુ જેવો કષ્ટ ભોગવવો પડે છે.

ચંદ્ર પડતો જુઓ

જો તમે સપનામાં ચંદ્રને પડતો જુઓ છો, તો તેને અશુભ સ્વપ્ન માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના બની શકે છે.

પોતાની જાતને વરસાદમાં ભીંજાતી જોવી

જો કોઈ વ્યક્તિ વાવાઝોડાના વરસાદમાં પોતાને ભીંજાયેલો જુએ છે, તો તેનો અર્થ એ છે કે, તેને ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઘુવડ દેખાવું

જો કોઈ વ્યક્તિ સપનામાં ઘુવડ જુએ છે, તો તેનો અર્થ એ છે કે, આવનારા સમયમાં તેને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X