For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lunar Eclipse 2019: વર્ષ 2019 માં આવશે બે ચંદ્રગ્રહણ

ગ્રહણની વ્યાપક અસર મનુષ્યો અને જીવ-જંતુઓ સાથે સાથે પ્રકૃતિ, પર્યાવરણ અને બ્રહ્માંડ પર સમાનરૂપે થાય છે. લોકો ગ્રહણથી ડરતા હોય છે.

|
Google Oneindia Gujarati News

ગ્રહણની વ્યાપક અસર મનુષ્યો અને જીવ-જંતુઓ સાથે સાથે પ્રકૃતિ, પર્યાવરણ અને બ્રહ્માંડ પર સમાનરૂપે થાય છે. લોકો ગ્રહણથી ડરતા હોય છે. વર્ષ 2019 માં પાંચ ગ્રહણ થશે. આમાં બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ હશે. ચાલો અહીં વાત કરીએ ચંદ્રગ્રહણની.

આ પણ વાંચો: ગ્રહણની અસરથી બચવા કરો આ ચમત્કારી મંત્રોનો જાપ

પ્રથમ ચંદ્રગ્રહણ

પ્રથમ ચંદ્રગ્રહણ

પ્રથમ ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરીના રોજ પોષ શુક્લ પૂર્ણિમાના દિવસે થશે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. પરંતુ પોષ શુક્લ પૂર્ણિમાના વિશિષ્ટ મહત્વને લીધે આ દિવસ પર્વકાળ તરીકે ઉજવવામાં આવશે.

બીજું ચંદ્રગ્રહણ

બીજું ચંદ્રગ્રહણ

બીજું ચંદ્રગ્રહણ 16-17 જુલાઈ અષાઢ શુક્લ પૂર્ણિમાએ થશે. આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે. આ ગ્રહણ રાત્રે 1 વાગ્યે 32 મિનિટ પર પ્રારંભ થશે અને મધ્ય રાત્રી 3.01 વાગ્યે થશે. ગ્રહણનો મોક્ષ રાત્રે 4 વાગ્યે 30 મિનિટ પર થશે. આમ, ગ્રહણનો કુલ પર્વકાળ 2 કલાક 58 મિનિટ રહેશે. આ ગ્રહણ ધનુ-મકર રાશિમાં થશે.

આ વાત ધ્યાનમાં રાખો

આ વાત ધ્યાનમાં રાખો

દર્દીઓ તથા ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ ન જોવું જોઈએ. ગ્રહણ દરમિયાન ધાર્મિક મનુષ્ય ઈશ્વર આરાધના, મંત્ર જાપ, સંકીર્તન કરવા. ગ્રહણ દરમિયાન અનાજ દૂષિત બને છે. તેથી પર્વકાળ દરમિયાન ખોરાક ગ્રહણ કરવો જોઈએ નહીં. ગ્રહણ પ્રારંભ થતા પહેલા ખાવા પીવાની વસ્તુઓ બનાવેલું ભોજન, દૂધ, દહીં, ઘી, માખણ, અથાણાં, પીવાનું પાણી, તેલ વગેરેમાં કુશા અથવા તુલસીના પર્ણ મૂકવા જોઈએ. તેનાથી તે દૂષિત થતું નથી.

ચંદ્રગ્રહણ માત્ર પૂનમે જ થાય છે

ચંદ્રગ્રહણ માત્ર પૂનમે જ થાય છે

ચંદ્રગ્રહણએ ખગોળીય સ્થિતિ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણ ચંદ્રમાં જ થઇ શકે છે. ચંદ્રગ્રહણનો પ્રકાર અને અવધિ ચંદ્રની સ્થિતિ પર આધારિત છે. ગ્રહણનો શાબ્દિક અર્થ થાય છે સ્વીકાર્ય, સ્વીકાર, ધારણ અથવા પ્રાપ્ત કરવું. તેથી, ગ્રહણ અવધિમાં આધ્યાત્મિક માન્યતાઓ જપ, તપ, ઉપાસના, સાધના, ધ્યાન અને ભજનનો નિર્દેશ આપે છે.

English summary
Know when Lunar Eclipse or Chandra Grahan will appear in 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X