ગ્રહણની અસરથી બચવા કરો આ ચમત્કારી મંત્રોનો જાપ

Posted By:
Subscribe to Oneindia News

7 ઓગસ્ટ 2017ના રોજ રક્ષાબંધન પર ચંદ્ર ગ્રહણ આવી રહ્યુ છે. ગ્રહણને લઈ લોકોના મનમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ થતી હોય છે અને તેઓ આ સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું, શું કરવું ? શું ન કરવું ? ગર્ભવતી સ્ત્રીઓએ કઈ વાતોનું ધ્યાન રાખવું આવી ? અનેક વાતો જાણવા ઈચ્છે છે. હિંદુ ધર્મમાં અનેક ગ્રંથોમાં ગ્રહણ કાળ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે. હવે તો વિજ્ઞાન પણ આ વાતને સિદ્ધ કરી ચૂક્યું છે કે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી જાય છે. જેના ફળસ્વરૂપે બેક્ટેરિયા વગેરેની સંખ્યા વધી જાય છે. પરિણામે આ સમયે જમવું નહિં. ગ્રહણ શરૂ થતા પહેલા ખાવા-પીવાની વસ્તુઓ પર તુલસીના પાન કે કુશ મુકવા જોઈએ.

ગ્રહણમાં મંત્રોનું ખાસ મહત્વ

ગ્રહણમાં મંત્રોનું ખાસ મહત્વ

ધાર્મિક માન્યતા પ્રમાણે ગ્રહણમાં મંત્ર જાપનું ખાસ મહત્વ છે. તાંત્રિક ક્રિયાઓ માટે આ સમય અત્યંત ક્રિયાશીલ મનાય છે. અહીં અમે તમને પાંચ સરળ મંત્રો વિશે જણાવીશું, સામાન્ય જન પણ પોતાના પૂજા સ્થાને બેસી આ મંત્રોનો જાપ કરી શકે છે. આ મંત્રો તમને ગ્રહણ દરમિયાન થનારી નકારાત્મક અસરો સામે રક્ષણ પૂરું પાડે છે. તેની સાથે જ તેનાથી કૌટુંબિક સુખ, સૌભાગ્ય, આર્થિક સમૃદ્ધિ પણ મળે છે.

પહેલો મંત્ર

પહેલો મંત્ર

  • ऊं क्लीं देवकीसुत गोविंद वासुदेव जगत्पते
  • देहि मे तनयं कृष्णं त्वामहं शरणं गतः क्लीं ऊं
આ મંત્ર ગર્ભવતી સ્ત્રીઓ માટે લાભકારક છે. તેઓ સ્ફટિક અથવા તુલસીની માળાથી ગ્રહણ દરમિયાન આ મંત્રનો જાપ કરે તો સ્ત્રીઓ અને તેમનો ગર્ભ ગ્રહણ દોષ અને રાહુની છાયાથી બચી શકે છે. તેની સાથે જ સ્વસ્થ, સુંદર અને બૌદ્ધિક ગુણો ધરાવતા સંતાનની પ્રાપ્તિ થાય છે.
બીજો મંત્ર

બીજો મંત્ર

  • ऊं नमो भगवते वासुदेवाय

ગ્રહણ શરૂ થતા પોતાના પૂજા સ્થાને પૂર્વ દિશા તરફ મુખ કરી પીળા કે લાલ રંગના આસન પર બેસી જવું. સ્ફટિકની માળાથી આ મંત્રનો જાપ કરવો. આ મંત્રના 11, 21 કે 31 જાપ કરવા. તેનાથી કાર્યોમાં સિદ્ધિ અને વિષ્ણુની કૃપા મળી રહે છે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલી જણાય ત્યારે આ મંત્રનો જાપ કરી શકાય છે.

ત્રીજો મંત્ર

ત્રીજો મંત્ર

  • ऊं तत् स्वरूपाय स्वाहा

આ મંત્ર ભગવાન વિષ્ણુનો ચમત્કારિક અને ઝડપી પ્રભાવ દેખાડનારો મંત્ર છે. ગ્રહણ કાળમાં ઉત્તરની તરફ મુખ કરી પૂજા સ્થાને બેસી જવું. ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યા બાદ તુલસીનીમાળાથી આ મંત્રનો જાપ કરવો. તમારી ક્ષમતા પ્રમાણે 5, 11 કે 21 માળા કરી શકો છો. આ મંત્રની વચ્ચે કંઈ જ બોલવું નહિં. ગ્રહણ બાદ પણ આ મંત્રનો જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

ચોથો મંત્ર

ચોથો મંત્ર

  • ऊं श्रीं आं ह्रीं सः

આ મંત્ર સૌંદર્ય લક્ષ્મીનો મંત્ર છે. ગ્રહણ દરમિયાન પૂર્વ દિશામાં મુખ કરી બેસી જવું. મનમાં મહાલક્ષ્મીનું ધ્યાન કરો અને આ મંત્રનો જાપ કરો. સ્ફટિકની માળાથી મંત્ર જાપ કરો. આ મંત્રના પ્રભાવથી વ્યક્તિની આકર્ષણ શક્તિ વધે છે. બીજા લોકો તેની વાત માનવા લાગે છે અને માન-પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

પાંચમો મંત્ર

પાંચમો મંત્ર

  • ऊं तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्रः प्रचोदयात

આ શિવ ગાયત્રી મંત્ર છે. આ મંત્ર બળ, સાહસમાં વધારો કરી રોગોનો નાશ કરે છે અને નિર્ભય બનાવે છે. આ મંત્રના જાપ માટે પૂર્વ તરફ મુખ કરીને બેસી જવું. શિવનું ધ્યાન કરવું અને રુદ્રાક્ષની માળાથી 5, 11 કે 21 માળા જપવી, ગ્રહણ દોષો શિવાય આ મંત્ર વ્યક્તિના દરેક પ્રકારના રોગોને દૂર કરે છે.

English summary
Raksha Bandhan is celebrated in Shravana month during full moon day or Purnima day. This lunar eclipse is not good for Unmarried Boys.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.