For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્માષ્ટમી: કરો રાશિ પ્રમાણે કૃષ્ણનું પૂજન,જાણો મુહૂર્ત

ભગવાન કૃષ્ણના જન્માં કરો પ્રસાન્ન .રાશિ પ્રમાણે કરો ભગવાનનું પૂજન.

By Desk
|
Google Oneindia Gujarati News

આ વર્ષે 14 ઓગસ્ટના રોજ ગોકુળ જન્માષ્ટમીનો તહેવાર છે. આ વર્ષે આ તહેવાર બે દિવસ મનાવામાં આવશે, એક દિવસે સંત લોકો મનાવશે જ્યારે એક દિવસ ભક્તજનો તેને મનાવશે. પરિણામે લોકોમાં આ વાતની ઉત્સુકતા છે કે, આખરે આ વ્રત કયા દિવસે કરવું. આવો જણીએ કે જન્માષ્ટમીની પૂજા કરવાનું યોગ્ય મુહૂર્ત અને સમય કયું રહેશે અને દરેક રાશિના જાતકો કઈ રીતે શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી શકશે.

પૂજા મુહૂર્ત

પૂજા મુહૂર્ત

આ વર્ષે 14 ઓગસ્ટે અષ્ટમી તિથિ 19:45 વાગે શરૂ થશે અને 15 ઓગસ્ટ 17:39 વાગ્યા સુધી રહેશે. 15 ઓગસ્ટે 17:39 વાગ્યાબાદ રોહિણી નક્ષત્ર સમાપ્ત થઈ જશે. એટલે કે તેના પછી જન્માષ્ટમી રોહિણી નક્ષત્ર રહિત રહેશે, પરિણામે 14 ઓગસ્ટે જ જન્માષ્ટમી મનાવવી શુભ અને યોગ્ય રહેશે. પરિણામે ઈચ્છુક જાતકો આ દિવસે ઉપવાસ કરે.

  • જન્માષ્ટમી 2017-14 ઓગસ્ટ
  • નિશિથ પૂજા- 00:03 થી 00:47
  • પારણા - 17:39 (15 ઓગસ્ટ) બાદ
  • રોહિણી સમાપ્ત - રોહિણી રહિત જન્માષ્ટમી
  • આઠમ તિથિ આરંભ - 19:45 (14 ઓગસ્ટ)
  • અષ્ટમી તિથિ સમાપ્તિ - 17:39 (15 ઓગસ્ટ)

આ મુહૂર્તમાં રાશિ પ્રમાણે કરો કૃષ્ણ પૂજન

મેષ

મેષ

મેષ રાશિના જાતકો ગાયને મીઠી વસ્તુઓ ખવડાવી શ્રી કૃષ્ણનું પૂજન કરે અને ऊॅ कमलनाथाय नमः का जाप કરે. આ દિવસે ઉપવાસ કરવો અને કૃષ્ણજન્મ થયા બાદ વ્રત ખોલવું.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકોએ દૂઘ અને દહીંનો કૃષ્ણને ભોગ લગાવવો. અને ऊॅ वासुदेवाय नमः નો જાપ કરવો. ઉપરાંત જન્માષ્ટમીનો ઉપવાસ કરી કૃષ્ણની મનથી સ્તુતિ કરવી. જેથી તમારી દરેક મનોકામના પૂરી થશે.

મિથુન

મિથુન

આજના દિવસે ગાયને લીલુ ઘાસ અથવા પાલક ખવડાવો, શ્રી કૃષ્ણને મિશ્રીનો ભોગ લગાવો અને કૃષ્ણનું પૂજન કરો. ऊॅ गोविन्दाय नमः મંત્રનો જાપ કરો. આમ કરવાથી ભગવાન તમારા પર પ્રસંન્ન થશે અને તમારી તમામ ચિંતાનો અંત આવશે.

કર્ક

કર્ક

જન્માષ્ટમીના દિવસે લોટમાં મિશ્રી ભેલવી શ્રી કૃષ્ણને ભોગ લગાવી કૃષ્ણના નામનું ભજન કરવું. આ દિવસે ઉપવાસ કરી આ પ્રસાદનું વિતરણ કરવું અને પોતે પણ ગ્રહણ કરવો. ऊॅ हिरण्यगर्भाय अव्यक्तरूपिणे नमः મંત્રનો જાપ કરવો.

સિંહ

સિંહ

આજના દિવસે શ્રી કૃષ્ણને મીઠા ભાતનો ભોગ લગાવી પૂજન કરો અને તેનો પ્રસાદ વહેંચો. તમારી મનોકામના પૂરી કરવા હેતુ ऊॅ क्लीं जगधराये नमः નો જાપ કરો.

કન્યા

કન્યા

આ રાશિના જાતકોએ કેસર મિશ્રિત દૂધનો ભોગ લગાવી કૃષ્ણને ધરાવી તેની સ્તુતિ કરવી અને ગાયને રોટલી ખવડાવવી. કૃષ્ણનું ધ્યાન લગાવી ऊॅ पीतम्बराय नमः મંત્રનો જાપ કરવો.

તુલા

તુલા

જન્માષ્ટમીના દિવસે ગાયને પકવેલા ચોખા ખવડાવો અને શ્રી કૃષ્ણને ફળોનો ભોગ ધરાવી પૂજન કરો. ऊॅ श्रीं उपेन्द्राय अच्युत्ताय नमः ના મંત્રનો જાપ કરો. ભગવાનની દયા દ્રષ્ટિ સદાય કમારા પર રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકો લોટમાં પનીર ભરી ગાયને ખવડાવે અને કેરસિયા ભાતનો શ્રી કૃષ્ણને ભોગ લગાવે. ऊॅ श्रीं वत्सले नमः મંત્રનો જાપ કરવો. આ જાપ કરવાથી મનની શાંતિનો અનુભવ થશે.

ધન

ધન

આ દિવસે મીઠો હલવો બનાવી શ્રી કૃષ્ણને ભોગ લગાવો અને તેને પ્રસાદ લોકોમાં વહેંચી પોતે પણ ગ્રહણ કરો. ઉપરાંત ऊॅ श्रीं देवकृष्णाय नमः उर्ध्वदन्ताय नमः નો જાપ કરો.

મકર

મકર

ચણાની દાળમાં કાળા મરી ભેળવી શ્રી કૃષ્ણને ભોગ લગાવી પૂજન-અર્ચન કરો અને શ્રી કૃષ્ણનુ ધ્યાન લગાવી ऊॅ नारायण सुरसिंधे नमः મંત્રનો જાપ કરો.

કુંભ

કુંભ

આજના દિવસે ગાયને જવનો લોટ ખવડાવો અને શ્રી કૃષ્ણને હલવા પૂરીનો ભોગ લગાવી પૂજન કરો અને ભોગા પ્રસાદને વહેચી તેને આરોગો.ऊॅ लीला धाराय नमः મંત્રનો જાપ કરવો.

મીન

મીન

આ દિવસે 2 નાના બાળકોને વાંસળી ભેંટ આપો અને શ્રી કૃષ્ણને પીળા વસ્ત્રોથી સજાવી લાડવાનો ભોગ લગાવી પૂજન અને અર્ચન કરો. ऊॅ देवकी-नंदनाय नमः મંત્રનો જાપ કરો.

English summary
Here we have the auspicious Muhurat timings, Date, Fasting of Krishna Janmashtami 14th August 2017
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X