• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌંદર્ય, આકર્ષણ, પ્રેમ, સુખ-સમૃદ્ધિ અને મોક્ષ મેળવવા માટે કરો જન્માષ્ટમી વ્રત

|
Google Oneindia Gujarati News

ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમ અને માધુર્યની આખી દુનિયા દિવાની છે. તેમના આકર્ષણ અને જગમોહિની સ્મિતના બંધનથી કોઈ બચી શક્યુ નથી. આવા જનનાયક ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં મનાવવામાં આવે છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ તો મનાવવામાં આવે જ છે. આ દિવસે વ્રત રાખવાનુ પણ એક મહત્વ છે. જન્માષ્ટમીનુ વ્રત રાખવાથી વ્યક્તિને ભોગ, મોક્ષ સાથે સૌદર્ય, આકર્ષણ, પ્રેમ, સુખ-સમૃદ્ધિ મળે છે. આ વર્ષે જન્માષ્ટમી 11 અને 12 ઓગસ્ટે બંને દિવસ મનાવવામાં આવી રહી છે પરંતુ વૈષ્ણવ મત અનુસાર 12 ઓગસ્ટે જ જન્માષ્ટમી મનાવવી યોગ્ય છે.

43 મિનિટનુ છે પૂજનનુ શુભ મૂહુર્ત

43 મિનિટનુ છે પૂજનનુ શુભ મૂહુર્ત

જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. કૃષ્ણ પૂજનથી મનવાંછિત વરદાન અને આશીર્વાદ મેળવવા માટે અમુક બાબતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા તેમના જન્મસમયે એટલે કે રાતે 12 વાગે કરવી ઉત્તમ ગણાય છે. આ દિવસે વ્રત અન્ન ગ્રહણ ન કરવુ. પોતાની શક્તિ અનુસાર ફળાહાર ગ્રહણ કરી શકો છો. ભગવાન શ્રીકૃષ્ણની સુંદર ઝાંખી સજાવીને તેમને નવીન વસ્ત્ર ધારણ કરાવવુ. 12 ઓગસ્ટના રોજ પૂજાનો શુભ સમય રાતે 12 વાગીને 5 મિનિટથી લઈને 12 વાગીને 47 મિનિટ સુધી છે. પૂજાનો સમય 43 મિનિટ સુધી રહેશે.

કેવી રીતે લેશો વ્રતનો સંકલ્પ

કેવી રીતે લેશો વ્રતનો સંકલ્પ

આ વ્રત બાળક, કુમાર, યુવા, વૃદ્ધ બધી વયના નર-નારીઓએ કરવુ જોઈએ. આનાથી પાપોમાંથી મુક્તિ તેમજ સુખોની વૃદ્ધિ થાય છે. વ્રત કરનારે ઉપવાસ પહેલાની રાતે અલ્પાહારી અને જિતેન્દ્રીય રહેવુ જોઈએ. તિથિ વિશેષ પર પ્રાતઃ સ્નાન કરીને સૂર્ય, સોમ(ચંદ્ર), પવન, દિગ્પતિ (ચાર દિશાઓ), ભૂમિ, આકાશ, યમ અને બ્રહ્મ વગેરેને નમન કરીને ઉત્તર તરફ મુખ રાખીને બેસવુ જોઈએ. હાથમાં જળ-અક્ષત-કુશ લઈને માસ-તિથિ-પક્ષનુ ઉચ્ચારણ કરીને 'મારા બધા પાપોનુ શમન તેમજ બધી ઈચ્છાઓની સિદ્ધિ માટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનુ વ્રત કરીશ' નો સંકલ્પ લેવો જોઈએ.

કેવી રીતે કરશો જન્માષ્મીની પૂજા

કેવી રીતે કરશો જન્માષ્મીની પૂજા

પુરાણો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની કૃષ્ણપક્ષની આઠમે રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ 12 વાગે થયો હતો એટલા માટે રાતે 12 વાગે શ્રીકૃષ્ણનો જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ દિવસે બધા મંદિરોને શ્રંગાર કરવામાં આવે છે. ઘર-ઘરમાં ઝૂુલા અને ઝાંખી સજાવવામાં આવે છે. શ્રીકૃષ્ણના લડ્ડુ ગોપાલ સ્વરૂપને સોળ શ્રૃંગાર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ રાતે 12 વાગે ખીરા કાકડીની અંદરથી ભગવાન કૃષ્ણનો જન્મ કરાવવામાં આવે છે આ દિવસે રાતે 12 વાગ્યા સુધી વ્રત રાખવીની પરંપરા છે. શ્રીકૃષ્ણનો જન્મ થતાં જ શંખ, ઘંટના અવાજથી બધા મંદિરો અને સંપૂર્ણ જગતમાં શ્રીકૃષ્ણના જન્મની સૂચનાથી દિશાઓ ગુંજી ઉઠે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણને ઝૂલો ઝૂલાવીને આરતી કરવામાં આવે છે અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ વ્રત ખોલવામાં આવે છે. શ્રીકૃષ્ણ દ્વારા ગોકુલધામમાં ગોપીઓની મટકીથી માખણ લૂંટવાની યાદમાં લગભગ સંપૂર્ણ ભારતમાં આ દિવસે મટકી ફોડવાની પરંપરા જાળવવામાં આવે છે.

જન્માષ્ટમીના વ્રતના લાભ

જન્માષ્ટમીના વ્રતના લાભ

  • જન્માષ્ટમીનુ વ્રત એ સ્ત્રીઓએ જરૂર કરવુ જોઈએ જેમને લગ્નના વર્ષો પછી પણ સંતાન સુખ નથી મળી રહ્યુ.
  • જે સ્ત્રીઓના સંતાન બિમાર રહેતા હોય, તેમને જન્મજાત કોઈ રોગ હોય, તેમણે જન્માષ્ટમીનુ વ્રત જરૂર કરવુ જોઈએ.
  • જે દંપત્તિઓના સંતાન ખોટા રસ્તે જતા રહ્યા હોય, તમારુ કહેવુ માનતા ન હોય તેમણે પણ જન્માષ્ટમીનુ વ્રત કરવુ જોઈએ.
  • જન્માષ્ટમી વ્રતથી આકર્ષણ પ્રભાવમાં વૃદ્ધિ થાય છે. પછી બધા લોકો તમારી વાત માનવા લાગે છે.
  • આનાથી સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. વાણીમાં મધુરતા આવે છે.
  • પ્રેમની ઈચ્છા ધરાવનાર યુવક-યુવતીઓએ જન્માષ્ટમીનુ વ્રત રાખઈને વિધિ વિધાનથી શ્રીકૃષ્ણનુ પૂજન કરવુ જોઈએ.
  • સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવા માટે જન્માષ્ટમીનુ વ્રત જરૂર કરો.

રાધાને ખુશ કરવા માટે શ્રીકૃષ્ણએ ધર્યુ હતુ ગોપીનુ રૂપરાધાને ખુશ કરવા માટે શ્રીકૃષ્ણએ ધર્યુ હતુ ગોપીનુ રૂપ

English summary
Krishna Janmashtami will be celebrated on 12th August this year, here is Importance of Lord Krishna Fast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X