For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રહ પ્રબળ છે કે નિર્બળ કઈ રીતે માલુમ કરવું, અહીં જાણો

ગ્રહ પ્રબળ છે કે નિર્બળ કઈ રીતે માલુમ કરવું, અહીં જાણો

By Staff
|
Google Oneindia Gujarati News

આપણે હંમેશા આપણા પરિવારમાં, સંબંધીઓમાં, મિત્રો અથવા પરિચિતોમાં એવા કેટલાય ઉદાહરણ જોઈએ છીએ જેમાં માતા-પિતા સારા સંસ્કારી હોય છે પરંતુ તેમની એક કે બે સંતાનના આચરણ બહુ ખરાબ, દુરાચારી અથવા અપરાધિક પ્રકૃતિનો નીકળે છે. ક્યારેક આનાથી ઉલટું પરિણામ પણ મળે છે, અત્યાચારી, અપરાધી પ્રકારના માતાના ઘરમાં સદગુણી અને સદાચારી સંતાન પેદા થાય છે. ક્યારેય વિચાર્યું આવું કેમ? આનો જવાબ જ્યોતિષ શાસ્ત્ર આપે છે.

astrology

જણાવી દઈએ કે જાતકના વ્યવહાર અને ગુણોનું નિર્ધારણ તેના જન્મ સમયના બળવાન ગ્રહથી થાય છે. ગ્રહની ત્રણ પ્રકારના પ્રકૃતિ હોય છે સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. જો જાતકના જનમના સમયે સત્યગુણી ગ્રહ બળવાન હોય તો જાતક નિશ્ચિત રૂપે સદાચારી, પરોપકારી અને સેવાભાવી થશે. જો રજોગુણી ગ્રહ બળવાન હોય તો જાતક રાજસી જીવનશૈલી પસંદ કરનાર હોય છે અને જો તમોગુણી ગ્રહ બળવાન હોય તો જાતક ક્રોધી, અત્યાચારી અને દુરાચારી હોય છે.

गुरुशशिरवय: सत्वं रज: सितज्ञौ तमोअर्कसुतभौमौ ।एतेअन्तरात्मनि स्वां प्रकृतिं जन्तो: प्रयच्छन्ति ।।

અર્થાત- ગુરુ, ચંદ્રમા અને સૂર્ય તત્વગુણી, શુક્ર અને બુધ રજોગુણી અને શનિ તથા મંગળ તમોગુણી ગ્રહ હોય છે. આ ગ્રહ પ્રાણી માત્રના અંતઃકરણમાં પોતાના ગુણાનુસાર ગુણ પેદા કરે છે.

જન્મના સમયે જે ગ્રહ પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય, શુભ ગ્રહોની સાથોસાથ શુભ સ્થાનમાં હોય. ગ્રહ પોતાના ઉચ્ચ નવાંશમાં હોય. ગ્રહની રાશિ, અંશ મજબૂત હોય તો ગ્રહ પ્રબળ હોય છે. તેના આધારે જ જાતકનો સ્વાભાવ અને ગુણ નક્કી થાય છે.

English summary
Learn how to tell if a planet is strong or weak. ગ્રહ પ્રબળ છે કે નિર્બળ કઈ રીતે માલુમ કરવું, અહીં જાણો
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X