
Welcome 2020: સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે આગામી વર્ષ, જાણો
સિંહ રાશિ: નવું વર્ષ સફળ સાબિત થશે
અક્ષરો: મ,ટ
નવું વર્ષ સિંહ રાશિના જાતકો માટે શુભ રહેશે. આ વર્ષમાં તમને દરેક કાર્યમાં સફળતા મળશે, દરેક યોજના સફળ થશે. દુશ્મનો પ્રયત્નો કરવા છત્તા નુકસાન નહિ પહોંચાડી શકે. નવા વર્ષમાં તમે ઘર, વાહન અને સંપત્તિની ખરીદી કરી શકો છો. આખુ વર્ષ આકસ્મિક સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. રાજકારણ અને સામાજિક કાર્ય સાથે સંકળાયેલા લોકોને વિશેષ પ્રતિષ્ઠા મળી શકે છે, જ્યારે વિદ્યાર્થીઓને ઉચ્ચ પરીક્ષાઓમાં સફળતા મળશે. વિદેશમાં અભ્યાસ કરવાના યોગ વિદ્યાર્થીઓ માટે જોવા મળી રહ્યા છે.

કુટુંબ
સિંહ રાશિ માટે નવું વર્ષ કુટુંબમાં મંગળની હાજરી સૂચવે છે. આ વર્ષ પ્રતિષ્ઠા માટે અનુકૂળ રહેશે અને જીવન સાથી અને બાળકો તરફથી સંપૂર્ણ ટેકો અને સંતોષ લાવશે. જો કે તમે થોડો તાણ અનુભવશો તેમજ તમારા જીવનસાથી સાથે ટકરાવ થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં દુશ્મનો પ્રોબ્લેમ ઉભા કરી શકે છે પરંતુ તે તમારું કાઈ બગાડી શકશે નહીં. તમે મનથી વધુ ડરશો, પરંતુ અંતિમ પરિણામ તમારી તરફેણમાં આવશે. દેશ વિદેશોમાં ખ્યાતિ અને સન્માન વધશે. અપરિણીત લોકોના લગ્નની સંભાવના છે.

આરોગ્ય
આ રાશિના નવા વર્ષમાં સ્વાસ્થ્ય સારું રહેવાના સંકેતો છે. તમને મોટાભાગના વર્ષમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થવાની નથી, પરંતુ ફેબ્રુઆરીમાં પેટ સંબંધિત રોગોના સંકેત છે. તમને આ સમયે ઘાવ પણ લાગી શકે છે. સાવધાની રાખવી જરૂરી છે. જીવનસાથી અને માતાપિતાના આરોગ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો. આ તમામ બાબતો વચ્ચે એવી કોઈ સમસ્યા નહિ આવે જેનો કોઈ હલ નહિ હોય.

નાણાકીય
નવું વર્ષ સિંહ રાશિના લોકો માટે આર્થિક રૂપે ખૂબ જ સફળ રહેશે. આ વર્ષે તમે નવી સંપત્તિનું નિર્માણ કરશો. આ વર્ષે તમે સખત મહેનત કરશો અને ચાર ગણા લાભ મેળવશો. કાર્યસ્થળના સિનિયર તમારી પાસેથી વધુ અપેક્ષા રાખશે અને તે પ્રમાણે તમે પણ સફળ થશો. તમે આ વર્ષે આર્થિક રીતે સફળ થશો અને ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો, જે સફળ થશે. કોઈ તક ગુમાવશો નહીં અને સંજોગોનો પૂરો લાભ લો.

ઉપાય
આ વર્ષે ભગવાન શિવની ઉપાસના ખાસ કરીને સિંહ રાશિના લોકો માટે ફળદાયી રહેશે. અઠવાડિયામાં એકવાર શિવ મંદિરની મુલાકાત લો અને શિવને દૂધના પાણીનું મિશ્રણ ચડાવો.