Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Leo Horoscope 2022: સિંહ રાશિવાળાને આ વર્ષે દરેક ક્ષેત્રમાં મળશે મનગમતુ પરિણામ

સિંહ રાશિવાળાના જીવનમાં આ વર્ષે અમુક સકારાત્મક બદલાવ આવી શકે છે. જાણો સિંહ વાર્ષિક રાશિફળ 2022.

નવી દિલ્લીઃ સિંહ રાશિવાળાના જીવનમાં આ વર્ષે અમુક સકારાત્મક બદલાવ આવી શકે છે. તમે સમયનો પૂરો સદુપયોગ કરશો જેનુ સુખદ પરિણામ તમને મળવાની પૂરી સંભાવના છે. અંગત હોય કે પ્રોફેશનલ જીવન, તમને પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાનો ભરપૂર પ્રયત્ન કરશો. કામકાજની બાબતમાં આ વર્ષે તમારે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે. જેના કારણે આ વર્ષ તમારા માટે થોડુ વ્યસ્ત રહેવાના અણસાર છે. તમને કંઈક નવુ શીખવા મળી શકે છે. જો કે પૈસા બાબતે આ વર્ષ તમારા માટે ખૂબ ખર્ચાળ રહેશે. તમને થોડુ સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્વજનો સાથે સંબંધો મજબૂત થશે. જીવનમાં ચડાવ-ઉતારમાં તમને પરિવારજનોનો પૂરો સહયોગ મળશે. તબિયતને લઈને આ સમયમાં તમારે વધુ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. કોઈ જૂનો રોગ ઉભરવાના અણસાર છે.

નોકરી

નોકરી

પ્રોફેશનલ જીવનમાં તમને સારા પરિણામ મળી શકે છે. તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે સાથે જ તમારી આવક વધવાના પણ સંકેત મળી રહ્યા છે. આ દરમિયાન કાર્ય સ્થળે તમારુ માન-સમ્માન વધશે. જો કે તમારો ગુસ્સો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કામનો બોજ ઘણી વાર તમારો તણાવ વધારી શકે છે. એવામાં ઘણી વાર તમે ગુસ્સામાં ભાન ભૂલી શકો છો જે કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય ઠીક નહિ રહે. વર્ષના મધ્યમાં શત્રુ પક્ષ સક્રિય રહેશે. તે તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરી શકે છે જેની ખરાબ અસર તમારા કામ પર પણ પડી શકે છે. જો કે જલ્દી તમે પૂરી સકારાત્મકતા સાથે વાપસી કરી શકો છો.

વેપાર

વેપાર

વેપારીઓ માટે આ વર્ષ અમુક સારા સંકેત આપી રહ્યુ છે. આ વર્ષે તમને લાભ કમાવાની ઘણી તકો મળી શકે છે. ખાસ કરીને ભાગીદારીમાં કારોબાર કરનારા લોકો માટે આ વર્ષ ઘણા સારા પરિણામ આપનારુ રહેશે. આ વર્ષ તમે અમુક મોટા રોકાણ પણ કરી શકો છો. સંપત્તિ વગરેમાં રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે. વર્ષની શરુઆત તમારા માટે ઘણી વ્યસ્ત રહેશે. પોતાની મહત્વપૂર્ણ યોજનાઓ પર તમને સારી રીતે ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.

પ્રેમ અને લગ્નજીવન

પ્રેમ અને લગ્નજીવન

તમારા લગ્ન જીવન માટે આ વર્ષ સારુ સાબિત થઈ શકે છે. આ દરમિયાન જીવનસાથી સાથે પરસ્પર સમજણ સારી રહેશે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમને એકબીજાનો સહકાર મળશે. જો તમારી વચ્ચે કોઈ ગેરસમજ થઈ હોય તો તમે તેને સરળતાથી ઉકેલવામાં સફળ રહેશો. આ દરમિયાન તમને પોતાના પ્રિયજન સાથે લાંબી યાત્રા કરવાનો મોકો મળી શકે છે. જો વાત તમારા પ્રેમ જીવનની કરીએ તો આ વર્ષ તમારા માટે પ્રતિકૂળ દેખાઈ રહ્યુ છે. આ સમયમાં તમારી વચ્ચે તાલમેળ કંઈ ઠીક નહિ રહે. તમારી વચ્ચે કડવાશ વધી શકે છે. જો તમારો પ્રેમ સાચો હશે તો આ વર્ષે તમારા લગ્ન પણ થઈ શકે છે.

શિક્ષણ

શિક્ષણ

શિક્ષણ બાબતે આ વર્ષ તમારા માટે મિશ્ર રહેશે. વર્ષની શરુઆતનો ભાગ તમારા માટે ઘણો સારો રહેશે. આ દરમિયાન તમારી મહેનતનુ યોગ્ય ફળ તમને મળી શકે છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો આ વર્ષ તમારા માટે સારી તકો લઈને આવી શકે છે. તમે જેટલી વધુ મહેનત કરશો એટલુ તમારા માટે સારુ રહેશે. વિદેશ જઈને અભ્યાસ કરવા માટે ઈચ્છુક જાતકોને વર્ષના અંત સુધી સફળતા મળી શકે છે.

તબિયત

તબિયત

તબિયતને લઈને આ સમયમાં તમારે વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. વર્ષનો શરુઆતનો સમય તમારા માટે ઘણો સારો રહેશે. આ દરમિયાન તમે સારી તબિયતનો આનંદ ઉઠાવી શકો છો. જો કે, એપ્રિલ બાદનો સમય તમારા માટે કંઈ ખાસ નહિ રહે. આ દરમિયાન મોટાભાગના સમયમાં તમારી તબિયત નબળી રહેશે. આ ઉપરાંત તમને ઈજા વગેરે પણ થઈ શકે છે. જો તમને પેટ સંબંધિત કોઈ રોગ હોય તો તમારી મુશ્કેલી વધી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X