Libra Horoscope 2022: પડકારો છતાં તુલા રાશિવાળાને મળશે સારી સફળતા
વર્ષ 2022ની શરુઆત તુલા રાશિ માટે ખૂબ સારી રહેશે. આવો, જાણીએ તુલા વાર્ષિક રાશિફળ 2022.
નવી દિલ્લીઃ વર્ષ 2022ની શરુઆત તુલા રાશિ માટે ખૂબ સારી રહેશે. આ સમયમાં તમારો માનસિક તણાવ ઘટશે અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ આપી શકશો. કામકાજની વાત કરીએ તો નોકરિયાત જાતકોના જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિ ચાલુ રહેશે પરંતુ તમને કઠોર પરિશ્રમ કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે મહેનતનુ ફળ હંમેશા મીઠુ જ હોય છે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય ઠીક નહિ રહે. તમે ખુદ પર અને ઈશ્વર પર ભરોસો રાખો. તમારા રસ્તાની બધી અડચણો દૂર થશે. જીવનસાથી સાથે સમય ઠીક-ઠાક પસાર થશે. તમારે એકબીજા પર ભરોસો મજબૂત કરવાની જરુર છે. સાથે જ પોતાના પ્રિયને સમજવાનો પણ પ્રયત્ન કરો. આરોગ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે અનુકૂળ રહેવાના અણસાર છે. આ દરમિયાન તમે સ્વાસ્થ્યનો આનંદ ઉઠાવી શકો છે. જો કે શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેવા માટે તમને પોતાના પર પણ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.

નોકરી
આ રાશિના નોકરિયાત જાતકો માટે વર્ષ 2022 નવી આશા સાથે પડકારો પણ લઈને આવશે. નવા વર્ષનો શરુઆતનો સમય તમારા માટે ઘણો સારો રહેશે. આ દરમિયાન તમે ખૂબ પરિશ્રમ કરશો અને તમારી પ્રગતિ પણ થઈ શકે છે. જો કે ત્યારબાદનો સમય તમારા માટે ખૂબ જ કઠોર રહેવાનો છે. આ સમયમાં તમને પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારની અનબનથી બચવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત બૉસ સામે પણ પોતાની છબી સારી બનાવીને રાખવી પડશે. જો તમે હાલમાં જ અભ્યાસ પૂરો કર્યો હોય અને તમે નોકરી શોધતા હોય તો આ વર્ષે તમને મનગમતી નોકરી મળી શકે છે.

વેપાર
વેપારીઓ માટે આ વર્ષ સરેરાશ રહેવાનુ છે. તમને કંઈ ખાસ સફળતા નહિ મળે. આ વર્ષ લાભ કમાવા માટે તમારે કઠોર મહેનત કરવી પડી શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારાને ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડી શકે છે. પાર્ટનર સાથે વૈચારિક મતભેદ ચાલુ રહેશે. તમારી વચ્ચે આત્મવિશ્વાસની ભાવના રહેશે. આ સમયમાં મોટા રોકાણથી પણ તમારે બચવાની જરુર છે. જો તમે ઉતાવળણાં કોઈ રોકાણ કરશો તો તમને નુકશાન પણ થઈ શકે છે. જો આ વર્ષે તમે કોઈ નવુ કામ કરવાના હોય તો તમારા માર્ગમાં અમુક અડચણો આવી શકે છે. જો કે તમારે પોતાની કાબેલિયત પર ભરોસો રાખવાની જરુર છે.

શિક્ષણ
શિક્ષણની દ્રષ્ટિએ વર્ષ 2022 ખૂબ જ શુભ રહેવાનુ છે. આ વર્ષે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા પ્રયાસો સફળ થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આ સમયમાં વિદેશ જઈને અભ્યાસ કરવાનુ તમારુ સપનુ પૂરુ થઈ શકે છે. જો કે તમને કઠોર મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ વર્ષ ખૂબ જ સારુ છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની યોજના બનાવી રહ્યા હોય તો તેના માટે આ સમય અનુકૂળ છે. તમને જબરદસ્ત સફળતા મળી શકે છે.

પ્રેમ અને લગ્નજીવન
તમારા લગ્નજીવનમાં સ્થિતિઓ મિશ્ર રહેવાના અણસાર છે. આ દરમિયાન જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે. તમારી વચ્ચે નાની-નાની વાતોને લઈને ચર્ચા ઉગ્ર થઈ શકે છે. દાંપત્ય જીવનન કલેશની ખરાબ અસર તમારા બાળકો પર પણ વધી શકે છે. જો કે વર્ષની શરુઆતમાં તમારી વચ્ચે તાલમેલ સારો રહેશે. આ દરમિયાન જીવનસાથીનો પૂરો સહયોગ તમને મળશે. વર્ષના બીજા હિસ્સામાં તમારી વચ્ચે તણાવ વધી શકે છે.

આરોગ્ય
આરોગ્ય બાબતે આ વર્ષ તમારા માટે કંઈક સારુ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને કોઈ મોટી મુશ્કેલી નહિ પડે. જો કે નાની-મોટી આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે તમને પોતાની ઈમ્યુનિટી મજબૂત રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમયમાં તમારે પોતાના ખાનપાનનુ વધુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. તમને પેટ સંબંધિત કોઈ તકલીફ થવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત તમે તણાવથી પણ દૂર રહો જેનાથી તમારી માનસિક શાંતિ પણ જળવાઈ રહેશે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
