Samudrik Shastra: તમારા હોઠના આકારથી જાણો તમારા વિશે....
હોઠ સ્ત્રીના શરીરનો એ હિસ્સો છે, જેના પર ગાલિબથી લઈ રૂના અનવર સુધી દરેકે પોતાની કલમ ચલાવી છે. તે પ્રેમનો સૂચક છે. હોઠએ સ્ત્રીના આકર્ષણનું કેન્દ્ર છે. તેના પરથી સ્ત્રીનો સ્વભાવ અને વ્યક્તિત્વ જાણો.
હોઠ સ્ત્રીના શરીરનો એ હિસ્સો છે, જેના પર ગાલિબથી લઈ રૂના અનવર સુધી દરેકે પોતાની કલમ ચલાવી છે. તે પ્રેમનો સૂચક છે. હોઠએ સ્ત્રીના આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત તે સ્ત્રીની બુદ્ધિ અને આકર્ષણનું કેન્દ્ર છે. હોઠથી વરસેલા શબ્દો વ્યક્તિને પ્રેમમાં તરબોળ કરી દે છે અને ક્યારેક ઝેર ઘોળવાનું પણ કામ કરે છે. જો કે તમે ક્યારેય વિચાર્યુ છે કે હોઠ, જેની તુલના ગુલાબની પાંખડીઓ સાથે થાય છે તે સ્ત્રીનો સ્વભાવ અને વ્યક્તિત્વ કેવી રીતે દર્શાવી શકે? હા, સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે તમે સ્ત્રીઓના હોઠના આકાર-પ્રકારથી તેમના નેચર વિશે જાણી શકો છો.

પાતળા હોઠ
જે સ્ત્રીઓના હોઠ પાતળા હોય છે, તે સ્ત્રીઓ અત્યંત લાગણીશીલ હોય છે. આમ તો તેઓ નમ્ર સ્વભાવની હોય છે, પણ જો તે કોઈનાથી નારાજ થાય તો જલ્દી માફ કરતી નથી.

જાડા હોઠ
જાડા હોઠ ધરાવતી મહિલાઓ સુંદર અને આકર્ષક મનાય છે. આ સ્ત્રીઓથી દરેક લોકો મિત્રતા કરવા ચાહે છે. તેઓ બુદ્ધિશાળી હોય છે અને સ્વભાવની પણ સારી હોય છે.

લાલ હોઠ
આ સ્ત્રીઓ સ્માર્ટ અને બદ્ધિશાળી હોય છે અને હંમેશા ઊંચો હોદ્દો ધારણ કરે છે. હા, પણ તેઓ ઘમંડી પણ હોય છે. તેમને મિત્રો ઘણા ઓછા હોય છે.

ગુલાબી હોઠ
આ સ્ત્રીઓ શાંત, પ્રેમાળ અને કેરિંગ હોય છે, તે સારી જીવનસાથી સાબિત થાય છે. પોતાના પતિને તેઓ ખૂબ પ્રેમ આપે છે.

રૂખા હોઠ
પાતળા-રૂખા હોઠ-આ સ્ત્રીઓ ઘણી શાંત હોય છે, પણ તે બધાની સાથે ભળતી નથી. તેઓ કુટુંબની સાથે લઈને ચાલે છે. તેમની પ્રાધાન્યતા તેમનું પરિવાર હોય છે. જાડા-રૂખા હોઠ-આ સ્ત્રીઓ ઘણી જીદ્દી હોય છે અને તેઓ ખૂબ જ તેજ દિમાગની મનાય છે. તેઓ હંમેશા પોતાની મનમાની લોકો પર ચલાવે છે.

મોટા હોઠ
મોટા હોઠ ધરાવતી સ્ત્રીઓ ઘણું નામ કમાય છે અને તે સ્ત્રીઓ ધનવાન હોય છે. તેમનું મિત્ર વર્તૃળ મોટું હોય છે.

નાના હોઠ
નાના હોઠ ધરાવતી સ્ત્રીઓ રૂતબો ધરાવે છે અને સરળતાથી તે દરેક પાસેથી કામ કઢાવી લે છે. લોકો તેમના કહ્યામાં સરળતાથી આવી જાય છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
