લવમેરેજમાં સફળતા માટે અચૂક ઉપાય, મંત્ર જાપ અને ટોટકા
કોઈએ સાચુ જ કહ્યુ છે કે પ્રેમ કરાતો નથી, થઈ જાય છે, ક્યારે કઈ પળે તમારા દિલને સુકૂન દેનારા સાથી સાથે મુલાકાત થઈ જાય તે કહી શકાય નહિં.
કોઈએ સાચુ જ કહ્યુ છે કે પ્રેમ કરાતો નથી, થઈ જાય છે, ક્યારે કઈ પળે તમારા દિલને સુકૂન દેનારા સાથી સાથે મુલાકાત થઈ જાય તે કહી શકાય નહિં. પ્રેમની શરૂઆત આંખોથી થાય છે અને પછી ધીરે ધીરે તે દિલમાં ઉતરે છે. જ્યારે કોઈના પર દિલ આવી જાય છે ત્યારે તેની સાથે જીવનભર સાથ નિભાવવાનો વાયદો કરી વિવાહિત બંધનમાં બંધાઈ જવા ઈચ્છે છે, પણ જ્યારે પોતાના મનપસંદ સાથી સાથે વિવાહ કરવામાં અડચણો આવે છે ત્યારે મન વ્યાકૂળ બની જાય છે. આજે અમે તમને જણાવિશું કે લવમેરેજમાં આવનારી બાધાઓને કેવી રીતે દૂર કરી શકાય.

શિવ પાર્વતી પૂજન
લાલ ચૂડો, લાલ ચુંદડી, લાલ કપડાની જોડ, લાલ ફૂલ, મહેંદી, રોલી, લાલ રિબિન, લાલ રંગની સાત બંગડી શિવ-પાર્વતીને સોમવારના દિવસે ચઢાવો અને સોમવારે ઉપવાસ કરી વિધિવત શિવ-પાર્વતીનું પૂજન કરવાથી પ્રેમ વિવાહમાં સફળતા મળે છે.

રામચરિત માનસની ચોપાઈ
પ્રેમ વિવાહ કરવા ઈચ્છુક યુવક-યુવતીઓ તુલસીની માળાથી રામચરિતમાનસની નિમ્ન ચોપાઈનો 108 વખત નિત્ય પાઠ કરે.
सुनिसिय सत्य असीस हमारी।
पूजहि मन कामना तिहारी।।

મંત્ર જાપ
- શુક્લ પક્ષમાં પહેલા સોમવારે ऊं लक्ष्मी नारायण नमः મંત્રની ઓછામાં ઓછી એક માળાનો નિયમિત જાપ કરવાથી 6 મહિનામાં પ્રેમ વિવાહમાં સફળતા મળે છે.
- શુક્રવારના દિવસે રાધા-કૃષ્ણની મૂર્તિ સામ નિમ્ન મંત્ર 'केशवी केशवाराध्या किशोरी केशवस्तुता, रूद्र रूपा रूद्र मूतिर्ः रूद्राणी रूद्र देवता નો 108 વખત જાપ કરવાથી શ્રી કૃષ્ણની કૃપાથી પ્રેમ લગ્નમાં સફળતા મળે છે.
- વિષ્ણુ અને લક્ષ્મીજીના ફોટા સન્મુખ પ્રત્યેક ગુરુવારે 'ऊं लक्ष्मी नारायणाय नमः' સ્ફટિકની માળા વડે 108 વખત જાપ કરવાથી લવ મેરેજમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
- જેઓ એકબીજાને પ્રેમ કરે છે, પણ ઘર-પરિવારની કે કોઈ અન્ય અડચણો આવતી હોય તો તે લોકો 'ऊं लग्नाय नमो' મંત્રની ઓછામાં ઓછી એક માળાનો 6 મહિના સુધી નિત્ય જાપ કરવાથી તમામ અડચણો દૂર થાય છે અને લવમેરેજમાં સફળતા મળે છે.

ઘરેલું ટોટકા
- શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારે વિના ચાવી વાળું જૂનું તાળુ લઈ કન્યા ઘડિયાળની વિપરિત દિશામાં સાત વખત શરીરથી ઉતારી સાંજે ચાર રસ્તે પાછળ જોયા વિના પાડી દે. તેનાથી કન્યાના મનપસંદ પુરુષ સાથે લગ્ન થાય છે.
- જો પ્રેમી અને પ્રેમીકા વચ્ચે અનબન ચાલતી હોય તો એક ગુલાબનું ફૂલ લઈ રિસાયેલાનું નામ લઈ તેને ભેંટ આપવાથી પરસ્પર સંબંધોમાં ખટાશ ઓછી થાય છે અને બંને વચ્ચે પ્રેમ વધે છે.
- દશેરાના દિવસે કચનારના પાન લઈ પ્રેમી-પ્રેમિકા પરસ્પર લેવડ-દેવડ કરે તો તેનાથી બંનેને એકબીજા સાથે વિવાહ થાય છે.












Click it and Unblock the Notifications
