For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણ્યદાયી માઘ મહિનામાં ગુરુ-પુષ્ય સંયોગ 25 ફેબ્રુઆરીએ, 6 કલાક 22 મિનિટ રહેશે પર્વકાળ

મહા મહિનામાં ગુરુ-પુષ્યનો શુભ સંયોગ આવવો અત્યંત શુભ ફળપ્રદ દિવસ છે.

|
Google Oneindia Gujarati News

Magh Purnima 2021: મહા મહિનો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને વ્રત-જપ, સંકલ્પ, દાન વગેરે કરવા માટે સર્વશ્રેષ્ઠ મહિનો હોય છે. માઘ સ્નાન ઘણા લોકો કરી રહ્યા છે. એવામાં આ મહિનામાં ગુરુ-પુષ્યનો શુભ સંયોગ આવવો અત્યંત શુભ ફળપ્રદ દિવસ છે. 25 ફેબ્રુઆરી 2021એ ગુરુ-પુષ્યનો સંયોગ ત્રયોદશી તિથિમાં બની રહ્યો છે. આ દિવસે પ્રાતઃ 6.56 વાગ્યાથી બપોરે 1.18 વાગ્યા સુધી ગુરુ-પુષ્યનો પર્વકાળ રહેશે.

moon

આ એક રીતનુ વણજોયુ મૂહુર્ત પણ કહેવામાં આવે છે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા માંગતા હોય, ભૂમિ, સંપત્તિ, સ્વર્ણાભૂષણ વગેરે ખરીદવા માંગતા હોય તો આ દિવસથી શ્રેષ્ઠ બીજુ કંઈ નથી. આ દિવસે પંચાંગના પાંચે અંગ, તિથિ, વાર, યોગ, નક્ષત્ર, કરણ બધા શુદ્ધ છે. આ દિવસે સ્વરાશિ કર્કનો ચંદ્ર અને કુંભનો સૂર્ય પણ આ દિવસે સર્વશ્રેષ્ઠ બનાવી રહ્યો છે. યોગ શોભન અને કરણ તૈતિલ છે.

શું કરવુ

  • ગુરુ-પુષ્યના દિવસે કરવામાં આવેલ કાર્ય સ્થાયી હોય છે. માટે શુભ કાર્ય કરવા, ખરીદી કરવા માટે આ દિવસ સર્વોત્તમ હોય છે.
  • આ દિવસે ભૂમિ, ભવન, સંપત્તિ, વાહન, સ્વર્ણ, ચાંદી, હીરા, ઝવેરા, આભૂષણ વગેરે ખરીદવાથી તેમાં ક્યારેય કમી નથી થતી તે વધતુ જ રહે છે.
  • ગુરુ-પુષ્ય નક્ષત્રના દિવસે નવો વેપાર-વ્યવસાય પ્રારંભ કરવો, નવી નોકરી પ્રારંભ કરવી વગેરે શુભ રહે છે. જો જરૂરી હોય અને કોઈ શુભ મૂહુર્ત ન હોય તો ગુરુ-પુષ્યમાં સગાઈ, લગ્ન વગેરે માંગલિક કાર્ય પણ કરવાના નિર્દેશ શાસ્ત્રોમાં મળે છે.
  • નવરત્ન ધારણ કરવા માટે ગુરુ-પુષ્યનો સંયોગ ઉત્તમ હોય છે. આ દિવસે કોઈ પણ ગ્રહનુ રત્ન ધારણ કરી શકાય છે.
  • જે યુવક-યવતીઓના લગ્ન અડચણ આવી રહી હોય તે ગુરુ-પુષ્યના દિવસે કેળાના વૃક્ષની જડ કાઢીને તેને ગંગાડળથી ધોઈને હળદરમાં લપેટીને પીળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખે તો લગ્નની અડચણો દૂર થાય છે.
  • જન્મકુંડળીમાં ગુરુ ખરાબ પ્રભાવ આપી રહ્યા હોય તો આ દિવસે સવા કિલો ચણાન દાળમાં સવાસો ગ્રામ હળદરની ગાંઠ મૂકીને વિષ્ણુ ભગવાનના મંદિરમાં દાન કરવુ.
  • આ દિવસે ગુરુનુ રત્ન પોખરાંજ ધારણ કરવાથી ગુરુ સાથે જોડાયેલ અશુભ પ્રભાવ દૂર થાય છે. ગુરુ પુષ્યના દિવસે સ્વર્ણનુ જળ તુલસીમાં અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તુલસીનો છોડ પણ લીલોછમ થઈ જાય છે.

Friday Mantra: આ મંત્રોથી મા લક્ષ્મીને કરો પ્રસન્ન, ધનની કમી દૂર થશેFriday Mantra: આ મંત્રોથી મા લક્ષ્મીને કરો પ્રસન્ન, ધનની કમી દૂર થશે

English summary
Magh Purnima is coming on 25th Feberuray, here is some important facts about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X