For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Magh Purnima 2021: આજે ચંદ્રની આ મંત્રોથી કરો પૂજા, દૂર થશે માનસિક દુઃખ, મળશે શાંતિ

આજના દિવસે અમુક વિશેષ કામ કરો જેનાથી તમે જલ્દી પોતાની બધી મુંઝવણોમાંથી મુક્તિ મેળવી શકશો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહા મહિનાની પવિત્ર પૂનમના દિવસે લોકો દાન-પુણ્ય પણ કરે છે અને પૂર્વજોની શાંતિ માટે પૂજા-પાઠ પણ કરે છે. આમ પણ પૂનમનો દિવસ ખૂબ જ પવિત્ર હોય છે. આજે ચંદ્ર પોતાની પૂરી કળામાં હોય છે. ચંદ્રમાં શીતળતા આપે છે, તે મન-મસ્તિષ્ક અને ભાવનાઓને પ્રભાવિત કરે છે માટે જો તમે માનસિક દુઃખ કે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોય તો આજના દિવસે અમુક વિશેષ કામ કરો જેનાથી તમે જલ્દી પોતાની બધી મુંઝવણોમાંથી મુક્તિ મેળવી લેશો.

moon

કરો આ ઉપાય

  • માનસિક દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોય તો આજના દિવસે શિવ મંદિરમાં ભગવાન શિવની વિધિવત પૂજા કરીને તમે બંને હાથેથી એક વાર ચોખા અર્પણ કરો. ખૂબ જલ્દી તમારા બધા દુઃખો દૂર થશે.
  • જો તમે ધનની કમીમાંથી પસાર થઈ રહ્યા હોય તો આજના દિવસે શિવલિંગ પર કાચુ દૂધ, મધ, બિલી પત્ર, શમી પત્ર અને ફળ અર્પિત કરો. બહુ જલ્દી આર્થિક કષ્ટો દૂર થશે.
  • ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવો જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે.
  • મા લક્ષ્મીને ખીરનો પ્રસાદ પણ ધરાવો. બધા દુઃખોનુ નિવારણ થઈ જશે, તમે ખુશ અને નિરોગી રહેશો.
  • હળદરથી ઘરના મુખ્ય દ્વાર પર ऊं લખો. આનાથી આર્થિક સંકટ દૂર થાય છે.
  • આજના દિવસે તામસિક ભોજન, ડુંગળી, લસણ, માંસાહાદી પદાર્થો, દારુ અને સંભોગ ન કરવો જોઈએ. આનાથી દરિદ્રતા આવે છે.

માઘ પૂર્ણિમા શુભ મુહૂર્ત

માઘ પૂર્ણિમા આરંભ - 26 ફેબ્રુઆરી, 2021ના દિવસે શુક્રવારે સાંજે 3 વાગીને 49 મિનિટથી.
માઘ પૂર્ણિમા સમાપ્ત - 27 ફેબ્રુઆરી 2021ના દિવસે શનિવારે બપોરે 1 વાગીને 46 મિનિટ પર.

ચંદ્રમાને ખુશ કરવા માટે કરો આ મંત્રોનો જાપ

ऊं ऐं क्‍लीं श्रीं।

श्वेतः श्वेताम्बरधरः श्वेताश्वः श्वेतवाहनः। गदापाणि द्विर्बाहुश्च कर्तव्योः वरदः शशिः।

शशि, मय, रजनीपति, स्वामी। चन्द्र, कलानिधि नमो नमामी।

राकापति, हिमांशु, राकेशा। प्रणवत जन नित हरहु कलेशा।

सोम, इन्दुश्, विधु, शान्ति सुधाकर। शीत रश्मि, औषधी, निशाकर।

तुमहीं शोभित भाल महेशा। शरण-शरण जन हरहु कलेशा।

શુક્રની રાશિ વૃષભમાં મંગળનુ ગોચર 21 ફેબ્રુઆરીથી, વધશે કામ વાસના, બનશે પ્રેમ સંબંધશુક્રની રાશિ વૃષભમાં મંગળનુ ગોચર 21 ફેબ્રુઆરીથી, વધશે કામ વાસના, બનશે પ્રેમ સંબંધ

English summary
Magh Purnima today, Chanting these Moon Mantra for mental Peace.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X