Magh Snan 2021: ગુરુ-પુષ્ય સંયોગમાં 28 જાન્યુઆરીથી શરૂ થશે માઘ સ્નાન

પોષ શુક્લ પૂર્ણિમા 28 જાન્યુઆરી 2021થી માઘ સ્નાનનો પ્રારંભ થઈ રહ્યો છે.

Magh Snan 2021: પોષ શુક્લ પૂર્ણિમા 28 જાન્યુઆરી 2021થી માઘ સ્નાનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ થવાથી ગુરુ-પુષ્યનો પવિત્ર અને પુણ્યદાયી યોગ બન્યો છે. માઘ સ્ના માઘ શુક્લ પૂર્ણિમા 27 ફેબ્રુઆરી 2021 શનિવારે દાંડારોપિણી પૂર્ણિમાં સાથે પૂર્ણ થશે. માઘનો આખો મહિનો પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, પુણ્ય માટે શુભ હોય છે.

માઘ સ્નાનનુ મોટુ મહત્વ

માઘ સ્નાનનુ મોટુ મહત્વ

ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શાસ્ત્રોમાં માઘ સ્નાનનુ મોટુ મહત્વ બતાવવામાં આવ્યુ છે. માન્યતા છે કે મહા મહિનામાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરવાથી દસ હજાર અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળ મળે છે. માઘ મહિનામાં પ્રાતઃ કાળ બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને ગંગા, નર્મદા, યમુના વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. આ મહિનામાં દાન-પુષ્ય, રોગીઓ, નિશક્તોની સેવા કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસોમાં હરદ્વારમાં મહાકુંભ પણ ચાલી રહ્યો છે જેમાં એક વાર ડૂબકી લગાવવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને વ્યક્તિની આધ્યાત્મિક ચેતના જાગૃત થાય છે. કહેવાય છે કે માઘ સ્નાનના ફળ સ્વરૂપ જ પ્રતિષ્ઠાનપુરીના રાજા પુરરવાને પોતાની કુરુપતાથી મુક્તિ મળી હતી અને તેમણે દૈદીપ્યમાન કાયા મેળવી હતી. આ સ્નાના પ્રતાપે ગૌતમ ઋષિ દ્વારા શાપિત ઈન્દ્ર પણ શ્રાપ મુક્ત થયા હતા.

માઘ મહિનામાં સ્નાન, જપ, તપનુ ફળ

માઘ મહિનામાં સ્નાન, જપ, તપનુ ફળ

આ વર્ષે માઘ મહિનામાં કૃષ્ણ પક્ષમાં સૂર્ય મકર રાશિમાં અને શુક્લ પક્ષમાં કુંભ રાશિમાં ગોચર કરશે. માઘ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા 12 ફેબ્રુઆરીથી ગુપ્ત નવરાત્રિ પણ પ્રારંભ થશે. માટે આ મહિનાનુ પુણ્ય અનેક ગણુ છે. આ મહિના દરમિયાન હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, ઈલાહાબાદ વગેરેમાં સ્નાન કરવાથી પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં સ્નાન કર્યા બાદ દાન-પુષ્ણ જરૂર કરવુ જોઈએ. આ મહિનામાં પોતાના ગુરુ કે ઈષ્ટના મંત્રોનો જાપ કરવાથી આત્મસંયમની પ્રાપ્તિ થાય છે. અહીં સુધી કે આ મહિનામાં પવિત્ર નદીઓના તટ પર નિવાસ કરવાનુ પણ મોટુ મહત્વ છે. આને કલ્પવાસ કહેવામાં આવે છે. પુરાણોમાં કલ્પવાસનુ વર્ણન મળે છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે માઘ મહિનામાં પવિત્ર નદીઓના તટ પર કલ્પવાસ કરવો જોઈએ. આ દરમિયાન સંયમ, ધીરજ અને મૌન રાખીને સાત્વિક જીવન જીવવુ જોઈએ.

પવિત્ર નદીઓના પાણીથી કરો સ્નાન

પવિત્ર નદીઓના પાણીથી કરો સ્નાન

બધા મનુષ્યો માટે પવિત્ર નદીઓના તટ પર જઈને સ્નાન કરવુ સંભવ નથી માટે પોતાના ઘરમાં જ પવિત્ર નદીઓના સ્નાનનુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આના માટે પૂર્ણ શ્રદ્ધા હોવી જરૂરી છે. જો તમારી આસપાસ કોઈ પવિત્ર નદી ન હોય કે પવિત્ર નદીઓમાં સ્નાન માટે જવાની તમારી ક્ષમતા ન હોય તો ઘરમાં જ માઘ સ્નાન સમાન પુણ્ય મેળવી શકાય છે. આના માટે તમારા મનમાં પવિત્રતા, શુદ્ધતા અને શ્રદ્ધા હોવી જરૂરી છે. તમે પ્રાતઃકાળ બ્રહ્મમ મૂહુર્તમાં જાહીને પવિત્ર નદીઓનુ પાણી(ગંગાજળ લગભગ બધા ઘરોમાં હોય છે) નાખીને તેનાથી સ્નાન કરો. શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ઘરના દેવી દેવતાઓની પૂજા કરો અને યથાશક્તિ ગરીબોને ભોજન કરાવો. ગાયોને લીલો ચારો ખવડાવો. પક્ષીઓને ચણ નાખો. આનાથી તમને પુણ્ય ફળોની પ્રાપ્તિ થશે. આ દિવસે શિવઅર્ચના અને વિષ્ણુ પૂજા કરવાથી પુણ્ય મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X