For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Magh Snan 2023: જાણો માઘ સ્નાનનુ મહત્વ અને કથા

માઘ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે. આવો જાણીએ માઘ સ્નાનનુ મહત્વ અને કથા

By Desk
|
Google Oneindia Gujarati News

Magh Snan 2023: માઘ મહિનાનો પ્રારંભ થતા જ પ્રયાગ નગરીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કહેવાય છે કે આ મહિનામાં ગંગા સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને બધા દુઃખોનો અંત આવે છે. વળી, આ મહિનામાં દાન-પુણ્યનુ પણ ખૂબ મહત્વ છે. માઘ સ્નાનની પાછળ એક ખૂબ જ રસપ્રદ કથા છે. જેને સહુએ જાણવી જોઈએ.

ગૌતમ ઋષિને ઈન્દ્રદેવ પર આવ્યો ગુસ્સો

ગૌતમ ઋષિને ઈન્દ્રદેવ પર આવ્યો ગુસ્સો

એવુ માનવામાં આવે છે કે એકવાર ગૌતમ ઋષિ ઇન્દ્રદેવ પર ગુસ્સે થયા હતા, જેના કારણે ઋષિએ તેમને શ્રાપ આપ્યો હતો પરંતુ આ પછી ઇન્દ્રદેવને તેમની ભૂલ સમજાઈ અને તરત જ ગૌતમ ઋષિની માફી માંગી, જેના પર ગૌતમ ઋષિએ કહ્યુ કે હવે મે શ્રાપ આપ્યો છે તે પાછો લઈ શકાય નહિ પરંતુ જો તમે માઘ મહિનામાં પ્રયાગરાજમાં ગંગામાં સ્નાન કરશો તો માતા ગંગા તમારા પાપોને ધોઈ નાખશે અને સ્નાન કર્યા પછી તમારે ગરીબોને તલનુ દાન કરવુ પડશે, જેનાથી તમને દુઃખોમાંથી મુક્તિ મળશે.

આ રીતે શરુ થયો માઘ સ્નાનનો મહિમા

આ રીતે શરુ થયો માઘ સ્નાનનો મહિમા

જે પછી ઈન્દ્રદેવે માઘ મહિનામાં પ્રયાગરાજમાં ગંગામાં સ્નાન કર્યુ અને સ્નાન કર્યા પછી તેમણે ગરીબોને તલનુ દાન કર્યુ. ત્યાર બાદ માઘ મહિનામાં સ્નાન અને દાન કરવાનો નિયમ બની ગયો. હવે દોડધામભરી જીંદગીમાં દરેક વ્યક્તિ માટે ગંગામાં સ્નાન કરવુ શક્ય નથી તેથી લોકોએ આખા માઘ માસમાં પોતાના નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવુ જોઈએ અને ભગવાનનુ ધ્યાન કરવુ જોઈએ અને ગરીબોને તલ અને ચોખાનુ દાન કરવુ જોઈએ. આમ કરવાથી વ્યક્તિ માત્ર પાપથી મુક્ત જ નથી થતો પરંતુ યશ અને વૈભવ પણ પ્રાપ્ત કરે છે.

સૂર્યને અર્પણ કરો જળ

સૂર્યને અર્પણ કરો જળ

જો તમારે ધન અને કીર્તિની સાથે માનસિક સુખ અને બળ પણ જોઈતુ હોય તો આખા માઘ મહિના સુધી સ્નાન અને પૂજા કર્યા પછી સૂર્યને જળ અવશ્ય અર્પિત કરો, સાથે નિમ્નલિખિત મંત્રો ઉચ્ચારો.

ॐ શ્રી ભાસ્કરાય નમઃ
ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ
ॐ સૂર્યાય નમઃ
ॐ ઘૃણિ સૂર્યાય નમઃ

English summary
Magh Snan 2023: Know the importance and katha of Magh snan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X