મહાશિવરાત્રિ: ભોળાનાથનું દરેક રૂપ છે શક્તિનો પર્યાય...

Posted By:
Subscribe to Oneindia News

[પં. અનુજ કુમાર શુક્લ] દશે દિશાઓમાં પોતાની કલ્યાણકારી ઉર્જાના પ્રવાહનું વહન કરનાર શિવ તમામને માટે સહજ અને સરલ છે. પરંતુ શિવ જો કલ્યાણકારી છે તો સંહારક પણ છે.

આજે શિવરાત્રિનો પવિત્ર દિવસ પણ છે, માટે તેના વિશેના કેટલાંક મહત્વના તથ્યો પણ જાણવા જરૂરી છે-
વિશેષ તથ્ય-
1. શિવરાત્રિના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. એટલે કે આકાશ અને પૃથ્વીનું મિલનય
2. શિવરાત્રિના દિવસે ભગવાન શિવના અંશ પ્રત્યેક શિવ લિંગમાં રાત્રિ-દિવસ રહે છે.
3. શિવપુરાણ અનુસાર સૃષ્ટિના નિર્માણ સમયે મહાશિવરાત્રિની મધ્યરાત્રિમાં શિવ પોતાના રૂદ્રમાં પ્રકટ થયા હતા.
4. મહાશિવરાત્રિ દરમિયાન માનવ શરીરમાં પ્રાકૃતિક રીતે ઉર્જા ઉપરની તરફ ચઢે છે.

શક્તિ અને સાધનાના પ્રતિક શિવના 28 અવતારોનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે, પરંતુ તેમાંથી 10 અવતારોની પ્રમુખતાથી ચર્ચા થાય છે.
જે આ પ્રકારે છે-

મહાકાલ

મહાકાલ

શિવનો પહેલો અવતાર મહાકાલને માનવામાં આવે છે. આ અવતારની શક્તિ મા કાળી છે. ઉજ્જૈનમાં મહાકાળ નામનું જ્યોતિર્લિંગ વિશ્વ પ્રસિધ્ધ છે.

તારા

તારા

શિવનો બીજો અવતાર તારા નામથી પ્રસિદ્ધ છે. આ અવતાર શક્તિની તારા દેવી માનવામાં આવે છે. આ સ્થાન પશ્ચિમ બંગાળની વીરભૂમિમાં દ્વારિકા નદીની પાસે મહાશમશાનમાં સ્થિત છે.

બાલ ભુવનેશ્વર

બાલ ભુવનેશ્વર

દસ મહાવિદ્યામાંથી એક માતા ભુવનેશ્વરીની શક્તિપીઠ ઉત્તરાંચલમાં સ્થિ છે જે શિવના ત્રીજા અવતારના રૂપમાં પ્રસિદ્ધ છે.

ષોડશ શ્રી વિદ્યેશ

ષોડશ શ્રી વિદ્યેશ

દસ મહાવિદ્યાઓમાં ત્રીજી મહાવિદ્યા ભગવતી ષોડશી છે, જે ત્રિપુરાના ઉદયપુરની નજીક રાધાકિશોરપુર ગામના માતાબાઢી પર્વત શિખર પર માતાનો ડાબો પગ પડ્યો હતો. આ સ્થાન શિવના ચોથા અવતારના રૂપમાં પ્રસિદ્ધ છે.

ભૈરવ

ભૈરવ

શિવનો પાંચમો રૂદ્રાવતાર ભૈરવ સૌથી વધારે વિખ્યાત છે. જેમને કાળભૈરવ પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનની ક્ષિપ્રા નદીના તટ સ્થિત ભૈરવ પર્વત પર મા ભૈરવી શક્તિના નામથી પ્રચલિત છે. અત્રે માતાના હોટ પડ્યા હતા.

છિન્નમસ્તક

છિન્નમસ્તક

છિન્નમસ્તિકા મંદિર તાંત્રિક પીઠના નામથી વિખ્યાત છે. આ ઝારખંડની રાજધાની રાંચીથી 75 કિમી દૂર રામગઢમાં સ્થિત છે. રૂદ્રનો છઠ્ઠો અવતાર છિન્નમસ્તક નામથી પ્રસિદ્ધ છે.

દ્યૂમવાન

દ્યૂમવાન

ધૂમાવતી મંદિર મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શક્તિપીઠ પીતામ્બરા પીઠ પ્રાંગણમાં સ્થિત છે. આખા ભારતમાં ધૂમાવતી નામથી એક માત્ર મંદિર છે. જે શક્તિપીઠ રૂદ્રના સાતમાં અવતારના રૂપમાં પ્રસિદ્ધ છે.

બગલામુખી

બગલામુખી

દસ મહાવિદ્યાઓમાં બગલામુખીના ત્રણ પ્રસિદ્ધ શક્તિ પીઠ છે.
a- હિમાચલમાં કાંગડામાં બગલામુખી મંદિર
b- મધ્ય પ્રદેશના દતિયામાં બગલામુખી મંદિર
c- મધ્ય પ્રદેશના શાઝાપુરમાં સ્થિત બગલામુખી મંદિર
આપને જણાવી દઇએ કે શિવનો આઠમો અવતાર બગલામુખ નામથી પ્રચલિત છે.

માતંગ

માતંગ

શિવના નવમાં અવતારના રૂપમમાં માતંગ પ્રસિદ્ધ છે. માતંગી દેવી અર્થાત રાજમાતા દસ મહાવિદ્યાઓના દેવી છે અને મોહકપુરની મુખ્ય અધિષ્ઠા છે.

કમલ

કમલ

શિવની ઘટના અવતાર કમલ નામથી પ્રસિદ્ધ છે. આ અવતારની શક્તિ મા કમલા દેવી છે.

English summary
Maha Shivratri is a Hindu festival celebrated every year in reverence of Lord Shiva. Maha Shivratri is celebrated on the Krishna Paksha Chaturdashi of Hindu calendar month Maagha which falls in February or March as per the Gregorian calendar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.