પવિત્ર શિવરાત્રિના અવસરે કરો રાશિ અનુસાર શિવજીને પ્રસન્ન
ભગવાન શંકર સંસારના પ્રથમ ગુરુ છે જેનાથી મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થઇ છે. જાગરણની રાત્રિ મહાશિવરાત્રિ દરેક વર્ષે ફાલ્ગુન માસની ચતુદર્શીના રોજ ઉજવવામાં આવે છે. ફાલ્ગુન માસની મહાશિવરાત્રિ શા માટે મહત્વપૂર્ણ છે. ધર્મ શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન શિવનો અંશ પ્રત્યેક શિવલિંગ પર આખા દિવસ અને રાત્રે અસ્તિત્વમાન રહે છે.
શિવ પુરાણ અનુસાર શિવરાત્રિની મધ્ય રાત્રિમાં શિવ પોતાના રૂદ્ર રૂપમાં પ્રકટ થયા હતા. શિવરાત્રિના દિવસે આકાશથી મળનારી ઉર્જા મનુષ્યના શરીરમાં નીચેથી ઉપરની તરફ વધે છે. યોગ પરંપરામાં શિવનું પૂજન ભગવાન માનીને નહીં પરંતુ આદિ ગુરુ માનીને કરવામાં આવે છે.
શિવરાત્રિ વ્રતની વિધિ:
આજના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન-ધ્યાનથી નિવૃત થઇને સર્વપ્રથમ ભગવાન શિવના વ્રતનો સંકલ્પ લેવું, ત્યારબાદ પોતાના ઘરમાં જો સંભવ હોય તો માટીનું શિવલિંગ સ્થાપિત કરીને વિધિવત પૂજન કરો. જો એ સંભવ ના હોય તો નજીકના કોઇ શિવ મંદિરમાં જઇને દૂધ અથવા સાદા પાણીમાં ગંગાજળ નાખીને શિવજીનો અભિષેક કરવો જોઇએ અને આંબાના પત્તા, બિલ્વપત્ર, શમીના પત્તા, ધતૂરા અને અક્ષત વગેરે શિવ પર ચઢાવવા જોઇએ.
શિવરાત્રિમાં રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ હોય છે. જાગરણ સમયે રુદ્ર અષ્ટાધ્યાયી, શિવ સ્ત્રોત, મહા મૃત્યુંજય મંત્ર અથવા તો પંચાક્ષરી મંત્રનો જાપ ચોક્કસ કરવો જોઇએ. વ્રતના આગલા દિવસે સ્નાન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતે ભોજન કરવું જોઇએ. એવું કરવાથી શંકરજીની વિશેષ કૃપા આપના પરિવાર પર બની રહે છે.
રાશિયો અનુસાર કરો શિવજીને પ્રસન્ન:

મેષ
કનેરના પુષ્પ અને મધથી શિવજીનો અભિષેક કરવાથી કાર્ય સિદ્ધ થશે તથા પરિવારમાં વૃદ્ધિ થશે.

વૃષભ
કાચા દૂધમાં મિશ્રી ભેળવીને શિવજીની પૂજા કરવાથી સંતાનનો વિકાસ થશે અને લક્ષ્મીજી સદા સહાય કરશે.

મિથુન
ભાંગ મિશ્રિત દૂધથી શિવજીનો અભિષેક કરશો તો મનોકામનાઓ પૂર્ણ થશે તથા નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.

કર્ક
ઘી, સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી ભોળા શંકર પ્રસન્ન થાય છે અને ઇચ્છિત સંતાન પ્રાપ્તિના આશિર્વાદ આપે છે અને ધન-ધાન્યમાં વધારો થાય છે.

સિંહ
ગુલાબ જળ મિશ્રિત દૂધથી શિવજીનો અભિષેક કરવા પર સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને ધનમાં વધારો થશે.

કન્યા
ધતૂરા,ગાંજો, શમી તથા દહીથી શિવજીનો અભિષેક કરવા પર શત્રુઓનો નાથ થશે અને રોકાયેલ કાર્યોમાં પ્રગતિ થાય છે.

તુલા
પંચામૃતથી શિવજીનો અભિષેક કરશો તો આર્થિક સ્થિતિમાં મજબૂતી અને સંતાન સુશિક્ષિત અને આજ્ઞાકારી આવશે.

વૃશ્વિક
દૂધમાં બિલ્વપત્ર ભેળવીને શિવજીનો અભિષેક કરવાથી દુ:ખ અને કષ્ટ દૂર થઇને ઘરમાં સુખદ વાતાવરણ બનેલું રહેશે.

ધનુ
દૂધમાં કનેરના ફૂલ અને મધ મેળવીને શિવજીનો અભિષેક કરવાથી સંબંધોમાં મજબૂતી આવે છે અને વ્યવસાયમાં પ્રગતિશીલતા આવશે.

મકર
શેરડીના રસથી શિવજીનો અભિષેક કરવા પર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે તથા શરીરમાં નિરોગ્યતા આવશે.

કુંભ
ખીરથી શિવજીનો અભિષેક કરવાથી ઘરના ક્લેશ મટે છે અને સંતાન સાચા માર્ગ પર ચાલે છે.

મીન
દૂધમાં ભાંગ, તુલસી, શેરડીનો રસ, મૌલગિરી અને કટેલીના પુષ્પ ભેળવીને શિવજીનો અભિષેક કરવાથી તમામ પ્રકારની બાધાઓ સમાપ્ત થાય છે, ભય દૂર થાય છે અને આવકના સ્ત્રોત બને છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
