For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાશિવરાત્રિ 2021: ભગવાન શિવને તુલસી કેમ નથી ચડતી, જાણો આનુ કારણ

અમુક એવી વસ્તુઓ છે જે શિવપૂજામાં ઉપયોગ ન કરી શકાય અને તેમાંથી એક છે તુલસી. આ લેખમાં જાણીએ કે ભગવાન શિવને પૂજામાં તુલસી ચડાવવી કેમ વર્જિત છે.

|
Google Oneindia Gujarati News

ભોલેનાથના ભક્તો માટે મહાશિવરાત્રિનો પર્વ સૌથી મોટો ઉત્સવ હોય છે. તે આખુ વર્ષ આ દિવસની રાહ જુએ છે અને ભોલેબાબાને પ્રસન્ન કરવા માટે તેમની વિશેષ પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે સાચા મનથી જે ભક્તો ભગવાન શિવનુ સ્મરણ કરી છે તેની બધી મનોકામના પૂરી થઈ જાય છે. આમ તો શંકર ભગવાનને એક લોટો જળ ચડાવીને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે પરંતુ અમુક એવી વસ્તુઓ છે જે શિવપૂજામાં ઉપયોગ ન કરી શકાય અને તેમાંથી એક છે તુલસી. આ લેખમાં જાણીએ કે ભગવાન શિવને પૂજામાં તુલસી ચડાવવી કેમ વર્જિત છે.

ભોલેનાથને કેમ નથી ચડાવાતા તુલસીના પાન

ભોલેનાથને કેમ નથી ચડાવાતા તુલસીના પાન

આની સાથે જોડાયેલી એક પ્રચલિત કથા અનુસાર જલંધર નામનો એક અત્યાચારી અસુર હતો.તેની પતિવ્રતા પત્નીનુ નામ હતુ વૃંદા. તેના અંશથી જ તુલસીનો જન્મ થયો જે બાદમાં ભગવાન શ્રીહરિએ પત્ની તરીકે સ્વીકાર કર્યો.

રાક્ષસના ત્રાસથી લોકો ત્રાહિમામ

રાક્ષસના ત્રાસથી લોકો ત્રાહિમામ

કથાની માનીએ તો જલંધર નામનો રાક્ષસથી બધા ખૂબ જ પરેશાન હતા. તેના કારણે દરેક જગ્યાએ હાહાકાર મચેલો હતો. પરંતુ કોઈ પણ જલંધરને નુકશાન નહોતુ પહોંચાડી શકતુ અને આનુ કારણ હતુ વૃંદાનો પવિત્ર પતિવ્રતા ધર્મ.

ભગવાન શંકરે જલંધરનો કર્યો વધ

ભગવાન શંકરે જલંધરનો કર્યો વધ

આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ વૃંદાના પતિનુ રૂપ ધારણ કર્યુ અને છળપૂર્વક તેનો ધર્મ ભ્રષ્ટ કરી દીધો. આ તરફ ભગવાન શંકરે જલંધરનો વધ કર્યો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પવિત્ર તુલસીએ ભગવાન શિવને પોતાના સ્વરૂપથી વંચિત કરી દીધા અને શ્રાપ આપતા જ કહ્યુ કે તે તેમની પૂજન સામગ્રીનો હિસ્સો નહિ બને.

Vastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ બાબતોનુ ધ્યાન રાખોVastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ બાબતોનુ ધ્યાન રાખો

English summary
Mahashivratri 2021: Tulsi is not offer to Shiva, Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X