Makar Sankranti 2023 Date: આ વખતે મકર સંક્રાંતિ ક્યારે આવે છે? 14મીએ કે 15મીએ? અહીં જાણો તેનુ મહત્વ

વર્ષ 2023માં મકર સંક્રાતિ ક્યારે આવે છે. આવો જાણીએ તેની તારીખ, ઈતિહાસ અને મહત્વ.

Makar Sankranti 2023 Date: સંવત 2079 માઘ કૃષ્ણ અષ્ટમી રવિવાર, 15 જાન્યુઆરી 2023ના રોજ ચિત્રા નક્ષત્ર અને સુકર્મ યોગમાં મકર સંક્રાતિ ઉજવવામાં આવશે. સૂર્ય 14 જાન્યુઆરીએ રાત્રે 8:44 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે, તેથી શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સંક્રાંતિનો શુભ સમયગાળો બીજા દિવસે એટલે કે 15 જાન્યુઆરીએ રહેશે. આ દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પવિત્ર નદીઓમાં સ્નાન, દાન વગેરે કરી શકાય છે.

Makar Sankranti

ખરમાસ થશે સમાપ્ત, ઉત્તરાયણનો થશે પ્રારંભ

સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ ધનુર્માસ અથવા ખરમાસ સમાપ્ત થઈ જશે. આ સાથે જ સૂર્યની ઉત્તરાયણનો પ્રારંભ થશે. ઉત્તરાયણથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. આ દિવસથી લગ્ન વગેરે શુભ કાર્યો ફરી શરૂ થશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન-પુણ્ય વગેરેનુ વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના પવિત્ર સમયગાળામાં ચોખા-મગની દાળની ખીચડી, કાળા તલ, ગોળ, સોનાના દાણા, ઊની વસ્ત્રો, ઊની ધાબળા, તાંબાના કળશ વગેરેનુ દાન કરવુ જોઈએ.

વળી, રોજિંદા ઉપયોગની વસ્તુઓ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો. પશુઓ માટે લીલો ચારો, પક્ષીઓ માટે ખોરાક અને પાણી વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. આ દિવસે તરસ્યાને પાણી પીવડાવવાથી મોટુ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ શુભ આશીર્વાદ આપે છે. ગ્રહોની પીડા પણ દૂર થાય છે. આ દિવસે રવિવાર હોવાને કારણે સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, સમ્માન પ્રાપ્તિનો દિવસ

આ વખતે મકરસંક્રાંતિના દિવસે રવિવારનો પણ સંયોગ છે. રવિવાર એ સૂર્યની ઉપાસના કરવાનો દિવસ છે. આ દિવસે સૂર્ય સાથે શિવલિંગની પૂજા કરવાથી પ્રતિષ્ઠા અને સન્માનની સાથે સુખ-સમૃદ્ધિ પણ મળે છે. આ દિવસે કપાળ પર કેસર અથવા લાલ ચંદનનુ તિલક લગાવવાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીના અન્ય અશુભ ગ્રહો શાંત થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X