Pongal 2022: જાણો ક્યારે છે પોંગલ, શું છે પૂજાનુ શુભ મુહૂર્ત?

પોંગલ દક્ષિણ ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે. જાણો તેનુ મુહૂર્ત અને મહત્વ.

નવી દિલ્લીઃ પોંગલ દક્ષિણ ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ દિવસે લોકો સૂર્યદેવ અને ઈન્દ્રદેવની પૂજા કરે છે. આ તહેવાર ચાર દિવસ સુધી ચાલે છે. તહેવારના પહેલા દિવસને ભોગી પોંગલ કહેવામાં આવે છે. બીજા દિવસને સૂર્ય પોંગલ, ત્રીજા દિવસને મટ્ટુ પોંગલ અને ચોથા દિવસને કન્નમ પોંગલ કહેવામાં આવે છે. આ તમિલ સૌર કેલેન્ડર અનુસાર તાઈ મહિનાની શરુઆતમાં મનાવવામાં આવે છે માટે તમિલ લોકો તેને પોતાનુ ન્યૂ યર મનાવે છે.

pongal

પોંગલ(Pongal 2022) શુભ મુહૂર્ત

પોંગલની પૂજાનુ શુભ મુહૂર્ત 14 જાન્યુઆરી બપોરે 02 વાગીને 12 મિનિટ પર છે.

કેમ કહેવાય છે તેને પોંગલ?

  • આ તહેવારનુ નામ પોંગલ એટલા માટે છે કારણકે આ દિવસે સૂર્યદેવને જે પ્રસાદ અર્પિત કરવામાં આવે છે તે પોંગલ કહેવાય છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ થા છે 'ઉકાળવુ'.
  • માટે આ દિવસ નવા વાસણમાં દૂધ, ચોખા, કાજુ, વગેરેની મદદથી પોંગલ નામનુ ભોજન બનાવવામાં આવે છે.
  • પોંગલની તુલના નવાન્ન સાથે કરવામાં આવે છે જે પાકની કાપણીનો ઉત્સવ હોય છે.
  • આ પર્વનો ઈતિહાસ ઓછામાં ઓછા 1000 વર્ષ જૂનો છે.
  • આ દિવસે લોકો નવા કપડા પહેરે છે અને પોતાના ઘરોને રંગોળીથી સજાવે છે. ઘરોમાં પકવાન બને છે.
  • આ તહેવારમાં ગાયો અને બળદોની પૂજા કરવામાં આવે છે.

કેમ મનાવવામાં આવે છે પોંગલ?

આ દિવસે પાકની કાપણી કરવામાં આવે છે કે જે સંપન્નતાને વ્યક્ત કરે છે. ખેડૂતો આની ખુશી મનાવે છે અને આ તહેવાર દ્વારા સૂર્યદેવ અને ઈન્દ્રદેવનો આભાર માને છે કારણકે તેમની જ કૃપાથી પાક તૈયાર થયો છે અને ઘરમાં સંપન્નકતા આવે છે. આ દિવસે ઘરોમાં ખાસ કરીને ચોખાના વ્યંજન બને છે. પર્વના ત્રીજા દિવસે શિવના પ્રિય નંદીની પૂજા થાય છે માટે જેમની પાસે બળદ છે તે આ દિવસે બળદની પૂજા કરે છે. આ તહેવારના અંતિમ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે કારણકે કન્યાઓને સાક્ષાત મા લક્ષ્મી અને મા કાલીનુ રૂપ માનવામાં આવે છે. આ દિવસે બંને દેવીઓની પણ વિશેષ પૂજા થાય છે. આ દિવસે લોકો એકબીજાને મિઠાઈ વહેંચીને મિઠાશ વહેંચવાની કોશિશ કરે છે અને એકબીજાના સુખની કામના કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X