For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shaadi Muhurat 2018: વર્ષ 2018ના વિવાહ શુભ મુહૂર્ત

જેઓ વર્ષ 2018માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે અને લગ્નની તારીખ નક્કી કરવી છે તો અમે તમારી મદદ કરીશું.

By Desk
|
Google Oneindia Gujarati News

લગ્ન જીવનભરનું બંધન છે, પરિણામે તે યોગ્ય મુહૂર્તમાં થવું અગત્યનું છે. વર્ષ 2018માં ગુરુની સ્થિતિ બદલવાથી, અધિકમાસને કારણે, ગુરુના અસ્ત થવાને કારણે, ચાતુર્માસ તથા ધનુર્માસ આવવાને કારણે લગ્નના મુહૂર્ત ઘણા ઓછા છે. કેટલાક મુહૂર્તમાં પૂજા કરાવવી જરૂર રહેશે. તે વર-વધુના ગુરુબળ, ચંદ્રબળ અને સૂર્યબળને આધારે સ્થાનીય જ્યોતિષો નિર્ણય લેશે. લગ્ન માટે કન્યાનું ગુરુબળ અને વરનું સૂર્યબળ જોવાય છે. તે પ્રમાણે લગ્નનું મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. 12 ડિસેમ્બર 2017થી 11 ઓક્ટોબર 2018 સુધી બૃહસ્પતિ તુલા રાશિમાં ભ્રમણ કરશે. તુલા રાશિના બૃહસ્પતિ પ્રમાણે લગ્ન વર્ષ 2018ના વિવાહ મુહૂર્ત આ પ્રમાણે છે.

વિવાહ શુભ મુહૂર્ત

વિવાહ શુભ મુહૂર્ત

જાન્યુઆરી

આ મહિને વિવાહ માટે કોઈ મુહૂર્ત નથી. 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ કે કમુરતા ચાલવાને કારણે આ સમયે લગ્ન થશે નહિં.

ફેબ્રુઆરી

  • 18 ફેબ્રુઆરી રવિવાર ફાલ્ગુન શુક્લ તૃતિયા
  • 20 ફેબ્રુઆરી મંગળવાર ફાલ્ગુન શુક્લ પંચમી
  • 24 ફેબ્રુઆરી શનિવાર ફાલ્ગુન શુક્લ નવમી

માર્ચ

માર્ચ

  • 2 માર્ચ શુક્રવાર ચૈત્ર કૃષ્ણ પ્રથમા
    • 3 માર્ચ શનિવાર ચૈત્ર કૃષ્ણ દ્વિતિયા
    • 6 માર્ચ મંગળવાર ચૈત્ર કૃષ્ણ પંચમી
    • 8 માર્ચ ગુરુવાર ચૈત્ર કૃષ્ણ સપ્તમી
    એપ્રિલ

    એપ્રિલ

    • 18 એપ્રિલ બુધવાર વૈશાખ શુક્લ તૃતિયા
      • 19 એપ્રિલ ગુરુવાર વૈશાખ શુક્લ ચતુર્થી
      • 20 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ પંચમી
      • 26 એપ્રિલ ગુરુવાર વૈશાખ શુક્લ એકાદશી
      • 27 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ દ્વાદશી
      • 28 એપ્રિલ શનિવાર વૈશાખ શુક્લ ત્ર્યોદશી
      • 29 એપ્રિલ રવિવાર વૈશાખ શુક્લ ચતુર્દશી
      મે- જુન

      મે- જુન

      • 11 મે શુક્રવાર પ્રથમ જયેષ્ઠ કૃષ્ણ એકાદશી
      • 12 મે શનિવાર પ્રથમ જયેષ્ઠ કૃષ્ણ એકાદશી
      • 16 મે 2018 થી 13 જૂન 2018 સુધી અધિકમાસ રહેવાથી એક મહિનો વિવાહ નિષેધ રહેશે.

      જૂન

      • 19 જૂન મંગળવાર દ્વિ. જયેષ્ઠ શુક્લ ષષ્ઠી
        • 20 જૂન બુધવાર દ્વિ. જયેષ્ઠ શુક્લ અષ્ટમી
        • 21 જૂન ગુરુવાર દ્વિ. જયેષ્ઠ શુક્લ નવમી
        • 22 જૂન શુક્રવાર દ્વિ. જયેષ્ઠ શુક્લ દશમી
        • 23 જૂન શનિવાર દ્વિ. જયેષ્ઠ શુક્લ એકાદશી
        • 25 જૂન સોમવાર દ્વિ. જયેષ્ઠ શુક્લ ત્ર્યોદશી
        • 29 જૂન શુક્રવાર અષાઢ કૃષ્ણ પ્રતિપદા
        જુલાઇ-ડિસેમ્બર

        જુલાઇ-ડિસેમ્બર

        • 5 જુલાઈ ગુરુવાર અષાઢ કૃષ્ણ સપ્તમી
          • 6 જુલાઈ શુક્રવાર અષાઢ કૃષ્ણ અષ્ટમી
          • 10 જુલાઈ મંગળવાર અષાઢ કૃષ્ણ દ્વાદશી

          ડિસેમ્બર

          • 12 ડિસેમ્બર બુધવાર માર્ગશીર્ષ શુક્લ પંચમી
            • 13 ડિસેમ્બર ગુરુવાર માર્ગશીર્ષ શુક્લ પષ્ઠી
            ચાતુર્માસ

            ચાતુર્માસ

            23 જુલાઈ 2018 અષાઢ શુક્લ એકાદશીના દિવસે દેવશયની એકાદશી હોવાને કારણે ચાતુર્માસ પ્રારંભ થઈ જશે જે 19 નવેમ્બર સુધી ચાલશે. જેથી આ ચાર મહિના લગ્ન થશે નહિં. ત્યારબાદ 16 ડિસેમ્બર 2018 થી 14 જાન્યુઆરી 2019 સુધી ધનર્માસ રહેવાને કારણે વિવાહ થશે નહિં. આ વચ્ચે 13-14 નવેમ્બર 2018 થી 8 ડિસેમ્બર 2018 સુધી ગુરુ અસ્ત રહેવાને કારણે લગ્ન થશે નહિં.

English summary
Mrriage Muhurat 2018 : auspicious marriage dates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X