For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેષ રાશિના પુરુષે કઈ રાશિની સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ?

લગ્ન એક સામાજિક અને ધાર્મિક ઉત્સવ છે. સમાજની સાક્ષીએ અગ્નિના સાત ફેરા લઈને સ્ત્રી પુરુષ એક સાથે જીવન જીવવાનો સંકલ્પ કરે છે.

|
Google Oneindia Gujarati News

લગ્ન એક સામાજિક અને ધાર્મિક ઉત્સવ છે. સમાજની સાક્ષીએ અગ્નિના સાત ફેરા લઈને સ્ત્રી પુરુષ એક સાથે જીવન જીવવાનો સંકલ્પ કરે છે. લગ્ન એ માનવ સમાજની સૌથી મહત્વની પ્રથા છે. સમાજનું નિર્માણ કરતા સૌથી નાના જૂથ પરિવારનું મૂળ લગ્ન છે. જે માનવ પ્રજાતિને સજીવ બનાવી રાખવાનું પ્રમુખ માધ્યમ પણ છે.

આ પણ વાંચો: આ રાશિના લોકો હોય છે મૂડી, તેમને સમજવા છે મુશ્કેલ

આજે અમારા આ લેખમાં અમે તમને એ જણાવીશું કે મેષ રાશિના પુરુષો કઈ રાશિની સ્ત્રી સાથે લગ્ન કરશે તો પરસ્પર પ્રેમ યથાવત્ રહેશે?

મેષ અને મેષ

મેષ અને મેષ

મેષ રાશિના લોકો સ્વભાવે ઉગ્ર, ક્રોધી અને ચીડિયા હોય છે. તથા તેમનો સ્વામી અગ્નિ તત્વ છે. જેને કારણે મેષ રાશિના જાતકોએ અંદર અંદર લગ્ન કરી શકે છે. તેમના સ્વભાવમાં દુશ્મની નથી હોતી. વ્યક્તિગત દુશ્મની અને મિત્રતા પરસ્પર સ્વભાવ પર આધારિત છે.

મેષ અને વૃષભ

મેષ અને વૃષભ

મેષ રાશિ ઉગ્ર સ્વભાવવાળી છે અને વૃષભ રાશિના લોકો સૌમ્ય સ્વભાવના છે. મેષ દિવસનું તાકાતવાન છે જ્યારે વૃષભ રાશિ રાત્રિ પ્રમુખ છે. આ બંને રાશિના લોકો લગ્ન તો કરી શકે છે પરંતુ વૈચારિક મતભેદ હોઈ શકે છે. અને મેષ રાશિનો પુરુષ વૃષભ રાશિની સ્ત્રી પર હાવી રહેશે.

મેષ અને મિથુન

મેષ અને મિથુન

આ બંને રાશિનો સ્વભાવ એકજેવો છે અને પરસ્પર મિત્રતાનો સંબંધ પણ છે. જેને કારણે તેમની વચ્ચે પ્રેમ કે વિવાહ યોગ્ય રહેશે. મેષ અગ્નિ તત્વની રાશિ છે અને વૃષભ વાયુ તત્વની રાશિ છે. અગ્નિ પોતાનું પ્રચંડ સ્વરૂપ ત્યારે જ દર્શાવી શકે છે જ્યારે વાયુ તેની સાથે હોય છે. મિથુન જો મેષ રાશિનો સહયોગ કરે તો મેષ રાશિના પુરુષને જબરજસ્ત સફળતા મળી શકે છે.

મેષ અને કર્ક

મેષ અને કર્ક

મેષ અને કર્ક રાશિના સ્વામી નૈસર્ગિક મિત્ર છે. પરંતુ અગ્નિ અને જળ એકબીજાના વિરોધી છે. તેમની વચ્ચે પ્રેમ તો થશે પરંતુ તેમના વિચારો વચ્ચે આકાશ જમીનનું અંતર રહેશે. સતત ઝઘડા થતા રહેશે. બંને વચ્ચે પ્રેમ સંબંધ યોગ્ય છે પરંતુ લગ્ન કરવા યોગ્ય નથી.

મેષ અને સિંહ

મેષ અને સિંહ

આ બંને રાશિનો અગ્નિ છે. બંને આકર્ષક અને ઉત્તેજક છે. તેમના સ્વામી પણ અંદરોઅંદર મિત્રતા ધરાવે છે. સિંહની શક્તિને જો મેષ સ્વીકારી લે તો આ જોડી અનન્ય બની શકે છે. મેષ રાશિના જાતક જો સમર્પિત રહે તો તેમનું દાંપત્ય જીવન અત્યંત સુખમય રહેશે.

મેષ અને કન્યા

મેષ અને કન્યા

તેમનું વૈવાહિક જીવન સારું હોઈ શકે છે. જો મેષના ક્રોધને કન્યા રાશિ સહન કરી શકે તો ઠીક છે નહીં તો બંને વચ્ચે તકરાર થતી રહેશે. આ બંને રાશિના સ્વામી પણ શત્રુતા ધરાવે છે. એટલે બંને વચ્ચે વિવાહ કરતા પહેલા એકબીજાને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરો.

મેષ અને તુલા

મેષ અને તુલા

તુલા રાશિનું સોંદર્ય મેષને આકર્ષિત કરશે. આ બંને રાશિનો સ્વભાવ ઉગ્ર છે. આકર્ષણ પ્રેમમાં બદલાશે અને જ્યારે પ્રેમ સમર્પણનું સ્વરૂપ ધારણ કરે તો વિવાહ સુખદાયક રહેશે. વિચારધારા એક રહી શકે પરંતુ તુલાની સુંદરતાના નાખર મેષ રાશિએ બર્દાશ્ત કરવા પડશે.

મેષ અને વૃશ્વિક

મેષ અને વૃશ્વિક

આ બંને મંગળની રાશિ છે પરંતુ એક નકારાત્મક છે તો બીજી સકારાત્કમક. મેષનું તત્વ અગ્નિ છે તો વૃશ્વિકનું જળ. આ બંને અંદરોઅંદર લગ્ન તો કરી શકે છે, પરંતુ વિરોધાભાસની સ્થિતિ રહેશે. કારણ કે વૃશ્વિક રાશિ મેષ પર હાવી રહેવાની કોશિશ કરશે. જેના કારણે સતત ઝઘડા થશે.

મેષ અને ધન

મેષ અને ધન

આ બંને રાશિની જોડી ઉદાહરણ બની શકે છે. પણ ત્યારે જ જ્યારે તેઓ ત્રીજા વ્યક્તિની વાત પર વિશ્વાસ ન કરે. આ બંને અગ્નિ તત્વની રાશિ છે. એક વિચાર અને અગાઢ પ્રેમ રહેશે. તેમના પ્રેમથી લોકો જીવ બાળશે. જ્યારે માનસિક તણાવની સ્થિતિ થશે ત્યારે તેનું કારણ કોઈ ત્રીજું જ હશે.

મેષ અને મકર

મેષ અને મકર

મેષનો સ્વભાવ તેજ-તર્રાર છે અને મકરનો સ્વભાવ આળસું છે. જેના કારણે મકર રાશિ પર મેષ રાશિ ગુસ્સે થઈ શકે છે. બંને વચ્ચે તાત્વિક સામ્યતા છે. પરંતુ મકરના ત્યાગ કરવા પર જ સંબંધો સારા રહેશે. આ બંને રાશિ વચ્ચેનો વિવાહ સંબંધ સામાન્ય રહેશે.

મેષ અને કુંભ

મેષ અને કુંભ

કુંભ રાશિ ઘડાનું પ્રતીક છે. જેને કારણે તેમને સમજવા થોડું મુશ્કેલ છે. કુંભ રાશિને ન તો દિલથી જીતી શકાય છે ન તો શરીરથી. મેષ આક્રમક હોવાની સાથે સમજદાર છે. મેષ રાશિ કુંભના મનને જાણી શકે છે. કુંભ રાશિની સ્ત્રી સમર્પણનો ભાવ રાખે છે. એટલે બંને વચ્ચેનું વૈવાહિક જીવન ઉત્તમ રહેશે.

મેષ અને મીન

મેષ અને મીન

આ બંને વચ્ચે તાત્વિક વિષમતા છે. પરંતુ બંનેના સ્વામી નૈસર્ગિક મિત્ર છે. મીના નિશાચર પ્રાણી છે. મેષ ક્ષત્રિય રાશિ છે અને મીન બ્રાહ્મણ રાશિ છે. આ બંને વચ્ચે પ્રેમ અને વૈવાહિક સંબંધ સારો રહેશે પરંતુ ત્યારે જ જ્યારે મીન વધુ સમજૂતી કરે.

English summary
aries man will be good husband only for these zodiac
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X