Married Life Tips: વૈવાહિક જીવનમાં વધી રહ્યા છે ઝગડા? આ ફટકડીના ઉપાયથી થશે ફાયદો

Married Life Tips: આપણા ગુજરાતીમાં કહેવત છે કે, ઘર હોય ત્યાં વાસણ ખખડે પણ ખરા. દરેક વ્યક્તિના લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે, અને ઝગડા પણ થતા રહે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં લગ્નજીવનને સુખી રાખવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેના દ્વારા તમે તમારા લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખી શકો છો.

ઉલ્લેખનીય છે કે, ફટકડીના જ્યોતિષીય ઉપાય કરવાથી નકારાત્મકતા દૂર થાય છે, જેનાથી સંબંધોમાં તિરાડ ખતમ થઈ શકે છે. આ ઉપાયથી તમારા લગ્નજીવનમાં સ્થિરતા આવશે અને તમારું જીવન ખુશખુશાલ રહેશે.

ફટકડીના ઉપાય - જો તમારા દાંપત્ય જીવનમાં વારંવાર ઝઘડા થાય છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે ફટકડીનો આ સરળ જ્યોતિષીય ઉપાય અજમાવી શકો છો.

આ માટે તમારા બેડરૂમની બારી પાસે એક બાઉલમાં ફટકડી રાખો. આ ધીમે ધીમે નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે, અને ઝઘડાના કિસ્સામાં રાહત આપે છે.

Married Life Tips

વિવાહિત મહિલાઓ માટે ફટકડી ઉપાય - જો પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય, તો રાત્રે સૂતા પહેલા પતિના ઓશિકા પર એક ચપટી સિંદૂર રાખો અને સવારે ઉઠ્યા બાદ તે જ સિંદૂર કપાળ પર લગાવો. તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે.

આ સાથે પરિણીત મહિલાએ લાલ સિંદૂર અને અત્તર અન્ય પરિણીત મહિલાને દાનમાં આપવું જોઈએ. આનાથી તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ સૌહાર્દપૂર્ણ રહે છે.

વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે - શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે, સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્નીએ સાથે મળીને પીપળ અને કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. આ સાથે પરિણીત મહિલાએ દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને દેવી દુર્ગાના 108 નામનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમને વૈવાહિક લાભ મળી શકે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X