મંગળનુ રાશિ પરિવર્તન 10 ઓગસ્ટથી, પ્રેમ સંબંધો પર થશે અસર
મંગળનુ રાશિ પરિવર્તન બુધવાર 10 ઓગસ્ટ, 2022ના રોજ થવાનુ છે. આવો જાણીએ દરેક રાશિના પ્રેમ જીવન પર અસર
નવી દિલ્લીઃ મંગળનુ રાશિ પરિવર્તન બુધવાર 10 ઓગસ્ટ, 2022ના રોજ થવાનુ છે. મંગળ પોતાની રાશિ મેષ રાશિમાંથી ભ્રમણ પૂર્ણ કર્યા બાદ મંગળ રાત્રે 9.09 કલાકે શુક્ર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને તેજ અને અગ્નિનુ પ્રતીક કહેવામાં આવે છે. મંગળ શરીરમાં બળ, પરાક્રમ, શક્તિ, રક્તનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે શુક્ર પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ, સેક્સ, વૈવાહિક સુખનુ પ્રતિનિધિત્વ કરે છે. કુંડળીમાં શુક્ર અને મંગળના સંયોગની અસર માણસના પ્રેમ સંબંધ પર જણાવવામાં આવી છે. કુંડળીના કોઈપણ ઘરમાં શુક્ર અને મંગળ એક સાથે હોય તો વ્યક્તિ લગ્નેતર સંબંધ સ્થાપિત કરે છે. તેને ઘણી સ્ત્રીઓ કે પુરૂષો સાથે પ્રેમ સંબંધ થાય છે. ચાલો જાણીએ મંગળનુ વૃષભ રાશિમાં જવુ કઈ રાશિ માટે કેવુ રહેશે.

મેષથી કન્યા રાશિ સુધી પ્રભાવ
- મેષ: વિવાહિત જીવનમાં સંઘર્ષ થશે, અવિશ્વાસની લાગણી ઉત્પન્ન થશે, પ્રેમ સંબંધોમાં તિરાડ પડશે. ધન પ્રાપ્ત થશે.
- વૃષભ: જીવનસાથી સાથે મતભેદો વધશે, પ્રેમ સંબંધો મજબૂત બનશે, સ્ત્રી-પુરુષ વચ્ચે લગ્નેતર સંબંધો બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
- મિથુનઃ તમને ભૌતિક સુખ મળશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે, નવા પ્રેમ સંબંધો બની શકે છે. અવિવાહિતોના લગ્ન થશે.
- કર્કઃ તમને આર્થિક સુખ મળશે. પૈસા આવશે, વૈવાહિક સુખ મળશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે.
- સિંહ: જમીન, મકાન, મિલકતના કાર્યોમાં લાભ થશે, દાંપત્યજીવન સુખી રહેશે. પ્રેમ સંબંધો પ્રગાઢ બનશે.
- કન્યા: ભાગ્યનો વિજય થશે, પૈસા અનેક રીતે આવશે, દાંપત્યજીવનમાં તકરાર શક્ય છે, પ્રેમ સંબંધો તૂટી શકે છે.

તુલાથી મીન રાશિ સુધી અસર
- તુલા: શારીરિક પીડા, ક્રોધનો અતિરેક, ભૌતિક સુખ-સુવિધાઓનો અભાવ, દાંપત્યજીવન પરેશાનીભર્યુ રહેશે. અકસ્માતનો ભય.
- વૃશ્ચિકઃ જીવનસાથી સાથે પ્રેમ વધશે, નવા સંબંધો બનશે, ભૌતિક સુખોમાં વધારો થશે, ભાગીદારીના કામમાં લાભ થવાની સંભાવના છે.
- ધન: શત્રુઓ શાંત રહેશે, રોગોમાં ઘટાડો થશે, જો કે લોહી સંબંધિત કોઈ જૂના રોગ ઉભરી શકે છે. આર્થિક લાભ થવાની સંભાવના.
- મકર: પ્રગતિ થશે, વિદેશ યાત્રા થઈ શકે છે, લાભની સંભાવના છે, પ્રેમ સંબંધો મજબૂત બનશે, ભૌતિક સુખની પ્રાપ્તિ થશે.
- કુંભ: આર્થિક પ્રગતિ થશે, પૈસા આવશે, તમે જમીન, મિલકત ખરીદી શકશો, પ્રેમ અને દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ આવશે.
- મીન: ભાઈ-બહેનો તરફથી લાભ થશે, ધનનો યોગ પ્રાપ્ત થશે, મિલકતની પ્રાપ્તિ થશે, આર્થિક લાભની શક્યતાઓ પ્રબળ છે.

બજાર પર પ્રભાવ અને ઉપાય
વૃષભ રાશિમાં મંગળના આગમનને કારણે રૂ, કપાસ, કાપડ, ચંદન, કુમકુમ, ગનપાવડર, શણ, ઘી, સોનુ, ચાંદી, તાંબુ, સ્ટીલ અને શેરબજારમાં તેજી આવવાની સંભાવના છે. અન્નાદિ વગેરેમાં ઉતાર-ચઢાવ આવશે.
શું ઉપાય કરવો
વૃષભ રાશિમાં મંગળના રાશિ પરિવર્તન દરમિયાન તમામ રાશિના લોકોએ પરવાળા સાથે ઓપલ પહેરવુ જોઈએ. આ બંનેને એક જ વીંટી અથવા પેન્ડન્ટમાં પહેરીને મંગળવાર કે શુક્રવારે પહેરવાથી પરેશાનીઓથી રક્ષણ મળશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
