મંગળ ગોચરઃ 10 ઓગસ્ટ સુધીનો સમય આ 3 રાશિઓ માટે ખૂબ શુભ, મળશે ખુશીઓ અને સફળતા

જાણો કઈ કઈ રાશિઓ માટે તે ભાગ્યશાળી છે જેમના માટે જુલાઈ 2022ના બાકીના દિવસો અને ઓગસ્ટ 2022ના પહેલા 10 દિવસ ખૂબ જ સારા રહેવાના છે.

નવી દિલ્લીઃ મંગળ ગ્રહ જમીન, લગ્ન, સાહસનો કારક છે જે અત્યારે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. મંગળ 27 જૂને મેષ રાશિમાં ગોચર કર્યુ હતુ અને 10 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન 3 રાશિના લોકો માટે મંગળ ખૂબ જ શુભ સાબિત થશે. જાણો કઈ કઈ રાશિઓ માટે તે ભાગ્યશાળી છે જેમના માટે જુલાઈ 2022ના બાકીના દિવસો અને ઓગસ્ટ 2022ના પહેલા 10 દિવસ ખૂબ જ સારા રહેવાના છે.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો માટે મંગળ ગોચર સારુ છે. આગામી દિવસોમાં મિથુન રાશિના લોકોની આવકમાં વધારો થશે. વેપારીઓને ધનલાભ થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. વધેલા ખર્ચ તમને પરેશાન નહિ કરે છતાં બજેટ બનાવીને ખર્ચ કરો. કામ વધુ સારુ થશે. જીવનસાથીનો સહયોગ મળશે.

કર્ક

કર્ક

કર્ક રાશિના લોકો માટે પણ મેષ રાશિમાં મંગળ ખૂબ જ ફળદાયી છે. તે ઘણા પૈસા અપાવશે, કારકિર્દીમાં પ્રગતિ કરશે. નવી નોકરીની ઑફર આવી શકે છે. નોકરી બદલવાની, ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થવાની પૂરી શક્યતાઓ છે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ પણ થઇ શકે છે. વેપારીઓનુ નેટવર્ક વધશે. પ્રોપર્ટી સંબંધિત કામ કરનારાઓ માટે સમય ઘણો સારો છે.

સિંહ

સિંહ

મંગળ ગોચર સિંહ રાશિના લોકોને પણ લાભ આપશે. ભાગ્ય તમારો સાથ આપશે. વિદેશથી ધનલાભ થશે. કાર્યમાં સફળતા મળશે. અત્યાર સુધી અટકેલા કામ પૂર્ણ થશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં તમને સફળતા મળશે. તમે બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો. પરીક્ષા-ઇન્ટરવ્યૂમાં તમને સફળતા મળશે. એકંદરે આ સમય સારો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X