16 જાન્યુઆરીએ મૌની અમાસ, ગ્રહ પીડા દૂર કરવા કરો આ ઉપાય
વર્ષમાં આવનારી અમાસમાં ત્રણ અમાસ સૌથી વધુ મહત્વ ધરાવે છે. એક સોમવતી અમાસ, બીજી શનૈશ્ચરી અમાસ અને ત્રીજી મૌની અમાસ. આ વર્ષે મૌની અમાસ 16 જાન્યુઆરીએ આવી રહી છે. હિંદુ ધર્મમાં આ અમાસને સૌથી મોટી અમાસ ગણવામાં આવે છે, કારણ કે આ દિવસે પવિત્ર નદીઓનો સ્નાન, દાન કરી પુષ્ણફળ મેળવવાનો મહિમા છે. શિવમહાપુરાણમાં માગસર મહિનાની અમાસ એટલે કે મૌની અમાસનું મહત્વ જણાવતા સ્વયં ભગવાન શિવ કહે છે કે, જે મનુષ્ય આ દિવસે ગંગા, યમુના વગેરે સપ્ત નદીઓમાં સ્નાન કરી સાચા મનથી દાન કરે છે તેના પર સમસ્ત ગ્રહ નક્ષત્રોની કૃપા રહે છે.

મૌની શબ્દ મૌનથી ઉત્પન્ન
મૌની શબ્દ મૌનથી ઉત્પન્ન થયો છે એટલે કે આ દિવસે મૌન રહી વ્રત કરવું જોઈએ. આ દિવસે તમારા મનને કામ, ક્રોધ, મોહ વગેરેથી દૂર રાખવો જોઈએ. ચંદ્ર મનનું પ્રતિનિધિત્વ કરે છે અને અમાસના દિવસે આકાશમાં ચંદ્ર દેખાતો નથી. પરિણામે મનની સ્થિતિ આ દિવસે અત્યંત નબળી હોય છે. પરિણામે મૌન રહી ચંદ્રને બળ પ્રદાન કરવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે મૌની અમાસના દિવસે શિવ અને વિષ્ણુ બંનેની પૂજા કરવાનું મહત્વ છે.

મૌની અમાસ 2018
માગસર કૃષ્ણ અમાસ ની 16 જાન્યુઆરી 2018ની મંગળવારે સવારે 5.11 વાગ્યે અમાસ શરૂ થશે અને 17 જાન્યુઆરી બુધવારે સવારે 7.47 વાગ્યે પૂરી થઈ જશે.
શું કરશો
બ્રહ્મમુહૂર્તમાં ઉઠો, અને જો તમારી આસપાસ પવિત્ર નદી હોય તો ત્યાં સ્નાન કરો નહિંતર તમારા ઘરમાં જ નાહ્વાના જળમાં ગંગાજળ નાખી સ્નાન કરો. સ્નાન કરતી વખતે મનમાં શિવ કે વિષ્ણુનું ધ્યાન કરતા રહો. સ્નાન બાદ રોજની જેમ પૂજા-પાઠ કરો અને પછી દાન ધર્મ કરો. ગરીબોનું ભોજન, કાચુ અનાજ, ધાન્ય, વસ્ત્ર, ચંપલ, છત્રી વગેરેનું દાન કરી શકાય છે. આ દિવસે ગાયને ચારો ખવડાવો.

ગ્રહ પીડાને દૂર કરો
- શિવપૂરાણના કથન અનુસાર માઘી અમાસ એટલે કે મૌની અમાસના દિવસે ગ્રહોની પીડા શાંત કરવા માટેના ઉપાય કરવામાં આવે છે. જો તમે કોઈ ને કોઈ ગ્રહની પીડાથી હેરાન છો તો આ દિવસે શિવનો અભિષેક કરો. નવગ્રહ યંત્રની પૂજા કરો.
- નવગ્રહોના મંત્રોનો જાપ કરી તેમના નિમિત દાન કરો.
- આ દિવસે પીપળામાં કાચુ દૂધ અને જળ ચઢાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમને મળતી રહેશે. નવગ્રહોની શાંતિ થશે અને ધન, સુખ, વૈભવ પ્રાપ્ત થશે.

આ દિવસે મંગળ વૃશ્ચિકમાં જશે
મૌની અમાસના દિવસે મંગળ તુલા રાશિથી નીકળી વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. આ દ્રષ્ટિએ પણ આ દિવસનું ઘણું મહત્વ છે. મંગળ પોતાની સ્વરાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. પરિણામે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો સુખો ભોગવી શકશે. લાંબા સમયથી તેમના અટકેલા કામો આગળ વધશે. અટકેલું નાણું પાછુ મળશે. જેમની કુંડળીમાં મંગળ વક્રી છે, મંગળની મહાદશા કે અંતર્દશા ચાલી રહી છે, દેવું ઉતરવાનું નામ લેતુ નથી તેવા જાતકો આ દિવસે મંગળની અનુકૂળતા માટે કાળા પત્થરના શિવલિંગ પર મસૂરની દાળ અર્પિત કરો.