• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મકર રાશિ જાન્યુઆરી 2022 (Capricorn Horoscope January): જાન્યુઆરી 2022માં તમને દરેક પ્રકારની ખુશી મળશે

મકર રાશિના જાતકોનું ભવિષ્ય નોકરી, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.
By Desk
|
Google Oneindia Gujarati News

Capricorn Horoscope January 2022: જાન્યુઆરી 2022નો મહિનો મકર રાશિના જાતકો માટે ખુશિઓથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્ર, પારિવારિક જીવન, અંગત સંબંધો, પ્રેમ સંબંધો, આર્થિક પક્ષ માટે શુભ રહેશે. સ્વરાશિની રાશિ તમને વિશેષ લાભ અપાવશે. તમારા સમસ્ત કાર્ય ગતિ પકડશે. જૂના મહિનામાં જે સંકટ આવ્યાં છે તે બધાં જ આ મહિને દૂર થશે. નોકરીયાત લોકોના કાર્યો અને સ્થાનમાં પરિવર્તન થવાની સંભાવના છે. યુવાઓને કોઈ મોટી કંપનીમાં જોબની સારી ઑફર આવી શકે છે. જે લોકો પાસે અત્યાર સુધી કોઈ નોકરી અથવા બિઝનેસ નથી તેમને આ મહિને કોઈ માર્ગ મળી જશે. વેપાર વિસ્તરણની યોજના પર કામ શરૂ કરો. નવા કામ પણ પ્રારંભ કરી શકો છો. આવકના અનેક સાધન પ્રાપ્ત રહેશે. સામાજિક અને અંગત જીવન પ્રભાવશાળી બનશે. પરિવાર સાથે કોઈ મનોરંજક યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે. પરિવારના વડીલોના સ્વાસ્થ્યની પણ ચિંતા રહેશે. નવા પ્રેમ સંબંધ પ્રાપ્ત થશે. જૂના પ્રેમ સંબંધ ફરી એકવાર ઉર્જાથી ભરાઈ જશે. વ્યાપારિક ક્ષેત્રમાં પ્રબળ લાભની સંભાવના બની રહી છે.

ઉપાયઃ આ મહિને પંચમુખી હનુમાનજીના નિત્ય દર્શન કરો.

મહિલાઓ

મહિલાઓ

મકર રાશિની મહિલાઓ દોસ્તી જેટલી મનથી કરે છે, ટૂટવા પર એટલી જ વધુ દુખી થાય છે. તેઓ પોતાના દોસ્તોને સલાહ આપવામાં જરા પણ મોડું નથી કરતી. દોસ્તોની ભલાઈ માટે કંઈપણ કરવા માટે તૈયાર રહે છે. તેઓ પોતાના ફ્રેન્ડ સર્કલમાં બાહરી વ્યક્તિની એન્ટ્રી ત્યાં સુધી પસંદ નથી કરતી, જ્યાં સુધી તે તેમનો દોસ્ત ના બની જાય.

ભરોસો જીતવો ઘણો મુશ્કેલ

ભરોસો જીતવો ઘણો મુશ્કેલ

મકર રાશિની છોકરીઓ બુદ્ધઇમાન, સ્ટ્રોન્ગ, વિશ્વસનીય અને શર્મીલી હોય છે. તેમનો ભરોસો જીતવો ઘણો મુશ્કેલ હોય ચે. અને તેનાથી પણ વધુ મુશ્કેલ હોય છે ખુદના પ્રેમનો ઈઝહાર કરવો.

કળાપ્રિય, ક્રિયાશીલ

કળાપ્રિય, ક્રિયાશીલ

આ રાશિના વ્યક્તિ બીજાઓની સહાયતા કરનારા તથા દાર્શનિક સ્વભાવના હોય છે. તેઓ વિશ્લેષણ તથા સાર ગ્રહણ કરવામાં વિશેષ રૂચિ લેતા હોય છે. આ લોકો કલાપ્રિય, ક્રિયાશીલ અને અતંયત સંવેદનશીલ હોય છે.

ઘણા મહેનતુ અને પ્રેક્ટિકલ

ઘણા મહેનતુ અને પ્રેક્ટિકલ

મકર રાશિવાળા લોકો ઘણા મહેનતુ અને પ્રેક્ટિકલ હોય છે. કૂટનૈતિક, તેજ, ઉદાર, દયાળુ, યથાર્થવાદી અને દરેક વાતની પાછળ તર્ક ઢૂંઢનાર હોય છે. હંમેશા ખિલેલા રહેતા આ લોકો જલદી જ કોઈ વાતનું ખરાબ માની લે છે.

બ્લૂ, કાળો, ભૂરો

બ્લૂ, કાળો, ભૂરો

મકર રાશિના જાતકો માટે કૉટન, લિનેન સારું માનવામાં આવે છે. સિંથેટિકનો ઉપયોગ ના કરો. રંગોમાં તેમને નીલા, કાળા, ભૂરા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ રાશઇના લોકોએ લાલ, સફોદ અને નારંગી રંગથી બચવું જોઈએ.

{promotion-urls}

English summary
Monthly Horoscope of Capricorn in 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X