• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માસિક રાશિફળ (Monthly Horoscope): સપ્ટેમ્બર 2020નું રાશિફળ

By Desk
|
Google Oneindia Gujarati News

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા માસિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે તમારો મહિનો કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મેષ

મેષ

મહિનાનો આરંભ સારી સફળતાઓ સાથે થશે. આવકમાં સતત વધારો થતો રહેશે. ગુરુ અને શનિનુ ગોચર ભાગ્યની ઉન્નતિ માટે તકો આપશે. શિક્ષા પ્રતિસ્પર્ધામાં પણ સારી સફળતા મળશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ તેમજ પ્રાદુર્ભાવના પણ યોગ. પ્રેમ સંબંધોમાં ઉદાસીનતા રહેશે. ત્રીજા સપ્તાહથી ગ્રહ ગોચરમાં પરિવર્તનથી અમુક પારિવારિક કંકાશ તેમજ માનસિક અશાંતિનો સામનો પણ કરવો પડશે તેમછતાં કોર્ટ કચેરી બાબતે નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત. 21, 22 અને 23 તારીખથી સંભાળવુ.

વૃષભ

વૃષભ

ગ્રહ ગોચરની અનુકૂળતા ભાગદોડ કરાવશે પરંતુ સફળતાની દ્રષ્ટિએ મહિનો ઉત્તમ રહેશે. મકાન વાહન ખરીદવાનુ સપનુ પૂરુ થઈ શકે છે. મિત્રો તેમજ સંબંધીઓ સાથે પણ સહયોગના યોગ. પોતાની યોજનાઓને ત્યાં સુધી ગોપનીય રાખો જ્યાં સુધી તેને પૂરી ના કરી લો નહિતર કામમાં અડચણની સંભાવના રહેશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગો સાથે જોડાયેલા કામો પૂરા થશે તેમછતાં ગુપ્ત શત્રુઓ તથા ષડયંત્રનો શિકાર થવાથી બચવુ. મહિનાના મધ્યથ ગ્રહ ગોચરનુ પરિવર્તન તણાવ દૂર કરશે. 17, 18 તારીખે જરા સંભાળીને રહેવુ.

મિથુન

મિથુન

આ મહિનો તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. બૃહસ્પતિની શુભ દ્રષ્ટિના પ્રભાવના કારણે પરિવારમાં માંગલિક કાર્યો થશે. લગ્ન વિવાહ સંબંધિત વાતો પણ સફળ રહેશે. પોતાના અદમ્ય સાહસ અને પરાક્રમના બળ પર વિષમ પરિસ્થિતિઓને પણ સામાન્ય કરી લેશો પરંતુ ત્રીજા સપ્તાહથી પારિવારિક કંકાશ અને તણાવમાં વધારો થઈ શકે છે માટે પરિવારમાં અલગાવવાદ પેદા ન થવા દેવો. યાત્રા સાવચેતીપૂર્વક કરવી અને સામાન ચોરી થવાથી બચાવવો. કાર્યક્ષેત્રમાં પણ ઉચ્ચ અધિકારીઓ સાથે મધુર સંબંધો જાળવી રાખવા. 26, 27 તારીખે થોડુ સંભાળવુ.

કર્ક

કર્ક

આ મહિનો તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. કાર્ય વેપારની દ્રષ્ટિએ તો સારો રહેશે પરંતુ આરોગ્ય પર પ્રતિકૂળ પ્રભાવ કરશે. પોતના અને માતાપિતાના આરોગ્ય પ્રત્યે ચિંતનશીલ રહેવુ. તમારા પોતાના જ લોકો નીચુ દેખાડવાની કોશિશ કરી શકે છે માટે અતિ સ્વાર્થી લોકોથી સાવચેત કહેવુ. ઝઘડા વિવાદ બહાર જ ઉકેલી લો તો વધુ સારુ રહેશે. શાસન સત્તાનો પૂર્ણ સહયોગ મળશે અને સરકારી સેવા માટે ફોર્મ ભરવાની પણ અનુકૂળ તક છે. મકાન વાહનના પણ યોગ છે. 1 અને 2 તારીખે સંભાળીને રહેવુ.

સિંહ

સિંહ

આખો મહિને તમારા માટે સારી સફળતા આપશે. કોઈ પણ મોટાથી મોટુ કાર્ય આરંભ કરવુ હોય અથવા કોન્ટ્રાક્ટ પર સાઈન કરવા હોય તો અતિ ઉત્તમ અવસર છે તેનો લાભ ઉઠાવવો. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલા મામલા ઉકેલાશે. ચૂંટણી સંબંધી નિર્ણય લેવા ઈચ્છતા હોય તો સારો મોકો છે. પોતાની જિદ તેમજ આવેશ પર નિયંત્રણ રાખીને કાર્ય કરશો તો સફળતાની સંભાવના સર્વાધિક રહેશે. સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ મળશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ તેમજ પ્રાદુર્ભાવના યોગ. 4 અને 5 તારીખથી જરા સંભાળીને રહેવુ.

કન્યા

કન્યા

મહિનાના આરંભમાં વ્યર્થ ભાગદોડ અને ખર્ચ વધુ રહેશે. કોઈ સંબંધી અથવા મિત્ર દ્વારા કષ્ટજદાયક સમાચાર મળી શકે છે. વાહન સાવેચતીપૂર્વક ચલાવવુ, દૂર્ઘટનાથી બચવુ. આરોગ્ય ખાસ કરીને આંખનુ ધ્યાન રાખવુ. ત્રીજા સપ્તાહથી ગ્રહ ગોચરમાં આવેલા પરિવર્તનના ફળ સ્વરૂપ કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ હેતુ ફોર્મ ભરવાથ સફળતા મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે પરંતુ પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે સંબંધ બગડવા ન દેવા. ષડયંત્રના શિકાર થવાથી બચવુ. 6 અને 7 તારીખથી જરા સંભાળવુ.

તુલા

તુલા

સંપૂર્ણ માસ તમારા માટે સારી સફળથા અપાવશે. નવા લોકો સાથે મેલમિલાપ વધશે. વિદેશ યાત્રા અથવા વિદેશી નાગરિકતા માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે મહિનો વધુ ઉત્તમ છે માટે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે પોતાને તૈયાર કરો. લગ્ન વિવાહ સંબંધિત વાત સફળ રહેશે. સાસરિયા પક્ષથી પણ સહયોગની આશા. દૈનિક વેપારીઓ માટે પણ મહિનો ઉત્તમ રહેશે. કોર્ટ કચેરીના કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત. 3, 4 અને 5 તારીખે જરા સંભાળીને રહેવુ.

વૃશ્ચિક

વૃશ્ચિક

રાશિ સ્વામી મંગળનો અશુભ પ્રભાવ તમારી આવનારી મુશ્કેલીઓને દૂર કરશે. આ સમયના મધ્યમાં કોઈને પણ વધુ ધન ઉધાર ન આપવુ નહિતર નુકશાનની સંભાવના રહેશે. પોતાના સાહસ ને પરાક્રમના બળ પર વિષમ સ્થિતિને સામાન્ય તો કરી લેશો પરંતુ પરિવારના મોટા સભ્યો સાથે મતભેદ વધુ થઈ શકે છે તેને વધવા ન દો. ત્રીજા સપ્તાહથી ગ્રહગોચરમાં આવેલા પરિવર્તનના પ્રભાવથી મકાન-વાહનનનો યોગ બનશે. નવા કોન્ટ્રાક્ટની પ્રાપ્તિ તેમજ પ્રતીક્ષિત કાર્યનો સંપન્ન હોવાના યોગ. 11 અને 12 તારીખે સંભાળીને રહેવુ.

ધન

ધન

સંપૂર્ણ મહિનો તમારા માટે શુભ ફળદાયક રહેશે. સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણય અને કરેલા કાર્યની પ્રશંસા પણ થશે. વિદ્યાર્થીઓ માટે મહિનો કોઈ વરદાનથી કમ નથી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મેળવવા માટે પૂરી ઉર્જા લગાવી દો. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. લગ્ન કરવા માંગતા હોય તો અવસર અનુકૂળ રહેશે. ત્રીજા સપ્તાહથી ગ્રહ ગોચરમાં વધુ પરિવર્તન આવશે અને તે પણ શુભ રહેશે. કોર્ટ કચેરી મામલે પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત. 13 અને 14 તારીખે સાચવવુ.

મકર

મકર

સંપૂર્ણ માસ તમારા માટે મિશ્ર પરંતુ ફળદાયી રહેશે. આર્થિક પક્ષ મજબૂત હશે, આવકના સાધનો વધશે. ઘણા દિવસોથી ગયેલુ ધન પણ પાછુ આવવાની આશા રાખી શકો છો. ઝઘડા વિવાદથી દૂર રહેવુ. જમીન જાગીર સાથે સંબંધિત મામલાનો ઉકેલ આવશે. યાત્રાનો લાભ મળશે. ધર્મ-કર્મ મામલે ઉત્સાહથી રસ લેશો અને દાન-પુણ્ય પર કરશો. રાજનેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો ગાઢ બનશે. ચૂંટણી સંબંધિત નિર્ણય લેવા પણ તમારા માટે લાભકારી રહેશે. 11 અને 12 તારીખે સંભાળીને રહેવુ.

કુંભ

કુંભ

મહિનાના આરંભથી ગ્રહ ગોચર અત્યાધિક ભાગદોડ કરાવશે. ભાવનાઓમાં વહીને લીધેલા નિર્ણય તમારા માટે જ નુકશાનકારક રહેશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ હેતુ ફોર્મ ભરવા અથવા યાત્રા કરવી સફળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. સંતાન સંબંધી ચિંતથી પણ મુક્તિના યોગ. ત્રીજા સપ્તાહથી ગ્રહ ગોચરમાં આવેલા પરિવર્તનના પ્રભાવ સ્વરૂપ કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળશે પરંતુ આરોગ્ય પર વિપરીત પ્રભાવ પડી શકે છે માટે સાવચેત રહેવુ. 17 અને 18 તારીખે સંભાળીને રહેવુ.

મીન

મીન

તમારા માટે મહિનો ઘણા પડકારભર્યો હોઈ શકે છે ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સાવચેતી રાખવી. સાહસ પરાક્રમમાં વૃદ્ધિ થશે અને તમારા દ્વારા લેવાયેલા નિર્ણયની પ્રશંસા પણ થશે. અતિ ત્સાહમમાં પરિવારના વરિષ્ઠ સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દેવા. જમીન-જાગીર સંબંધિ મામલાનો ઉકેલ આવશે. ત્રીજા સપ્તાહથી ગ્રહ ગોચરમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપ પારિવારિક કકાશ તેમજ માનસિક અશાંતિ વધી શકે છે તેમછતાં લગ્ન વિવાહ સંબંધી વાત સફળ રહેશે. 19 અને 20 તારીખે સંભાળીને રહેવુ.

English summary
Read monthly horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X