• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Astro Calendar: જાન્યુઆરી 2018 નું રાશિફળ

અહીં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે કયો દિવસ તમારા માટે શું લઈને આવશે.
By Desk
|
Google Oneindia Gujarati News

પં. અનુજ કે. શુક્લનું જ્યોતિષ કેલેન્ડર: ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે! આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ પં. અનુજ કે. શુક્લનું 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે તમે જાણી શકશો કે, તમારો કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારું કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે.

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિહ્નો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિહ્ન ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈ પણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિહ્નોનો અર્થ-

હૃદય - આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
સ્મિત-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ

મેષ

વ્યક્તિગત અને વ્યવસાયિક સંબંધોમાં તમે વ્યસ્ત રહેશો. નવા વર્ષનો પહેલો માસ તમારા માટે નાણાકીય લાભ લઈને આવ્યું છે. પ્રેમ જીવન માટે આ મહિનો ઉત્તમ ફાયદાકારક રહેશે. પ્રેમી સાથે રોમાંચની પળો વિતાવશો. આ સમય તમારા જીવનમાં ખુશીઓ લઈને આવ્યો છે.

વૃષભ

વૃષભ

તમામ પરિસ્થિતિઓ તમારા માટે સહજ રહેશે. ભાગ્ય તમારી સાથે છે, જે તમારી ઉન્નતિના દ્વાર ખોલશે. તેની સાથે જ આ મહિનો તમારા માટે કેટલીક મુશ્કેલીઓ અને દુઃખના સમાચાર લઈને પણ આવી રહ્યુ છે. જેથી સાવધાન રહેજો અને પોતાનું ધ્યાન રાખજો.

મિથુન

મિથુન

આ મહિનો તમારા માટે અત્યંત શુભ છે. તમારી તમામ ઈચ્છાઓની પૂર્તી થશે. જે પણ કામ કરશો તેમાં સફળતા જરૂર મેળવશો. વેપારીઓને આ સમયે ઘણો સારો નફો કમાવવાની તક મળી રહેશે. નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા દેશો નહિં.

કર્ક

કર્ક

તમારી જવાબદારીઓથી મોઢું ફેરવશો નહિં. તમારી ખુશી તમારા લોકોને ખુશ રાખવામાં જ છે. આ સમયે પ્રેમનો ભરપૂર પ્રેમ મળતો રહેશે. આર્થિક સ્થિતિ સામાન્ય છે. વેપારના કેટલાક મુદ્દાઓ તમને ચિંતા કરાવશે.

સિંહ

સિંહ

આ મહિનો સિંહ રાશિના જાતકો કે જેઓ કંઈ નવું કરવા ઈચ્છે છે તેમની માટે ઉત્તમ છે. વધુ રાહ જોશો નહિં, આગળ વધો. ભાગ્ય તમારી સાથે છે. કરેલી મહેનત જરૂર તમને સફળતા અપાવશે. વિદ્યાર્થીઓને અભ્યાસને લઈ ચિંતા રહેશે.

કન્યા

કન્યા

તમારા કામોમાં અસ્થાયી અડચણો આવશે, જેથી નિરાશ થશો નહિં. થોડા સમય બાદ તમારી ગાડી ફરી પાટે ચઢી જશે. મિલકતને લગતા કામો કરવા માટે આ મહિનો સારો છે, તેના દ્વારા ઘણો સારો નફો કમાઈ શકશો. કૌટુંબિક મુદ્દાઓ તમને હેરાન કરતા રહેશે.

તુલા

તુલા

નોકરી કરનારા જાતકો તેમના બોસ સાથે સારો વ્યવહાર કરે, તેમના સંપર્કમાં રહે. તમારા માટે આ સમય ક્યારેક તડકો તો ક્યારેક છાંયડા જેવો રહેશે. જીવનની ગાડી જેમ ચાલે છે તેમ આગળ ચાલતી જશે. જમીન કે મકાનની ખરીદી અને વેચાણ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

સ્ત્રીઓ તેમના સંબંધોમાં ઉતાવળી ન બને. પ્રેમીઓ આ સમયે નિરાશ રહેશે. તેમની ઈચ્છાઓ પૂરી થશે નહિં. જો કે હતાશ થશો નહિં. તમારા પાર્ટનરને થોડો સમય આપો. ભાગ્યનો ઘણો સારો સાથ તમને મળી રહેશે. મિલકત દ્વારા નફો કમાવવાનો આ ઉત્તમ સમય છે.

ધન

ધન

ધન રાશિના પ્રેમી યુગલો આ સમયે એકબીજા સાથે પૂરતો સમય વિતાવી ખુશ રહેશે. આ સમયે ખુશ રહેવા માટે કોઈ કારણ શોધવા જવાની જરૂર પડશે નહિં. વેપારીઓ ઘણો સારો નફો મેળવી શકશે. કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ ઉપરાંત કોઈ મોટો ફાયદો થવાથી તેની ઉજવણી કરશો.

મકર

મકર

મકર રાશિના જાતકો માટે આ સમય મુશ્કેલીભર્યો જણાઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ ઠીક-ઠાક રહેશા. કૌટુંબિક ઉપરાંત વેપારના પ્રશ્નોથી તમે હતાશ રહેશો. ઉપરાંત આ સમયે તમારુ આરોગ્ય પણ તમને સાથ આપશે નહિં, જેથી તમારા કામો પૂરા ન થતા તમે હતાશામાં સરી શકો છો.

કુંભ

કુંભ

કુંભ રાશિના જે જાતકો આ સમયે કંઈક નવું કરવા ઈચ્છે છે તેઓ જરૂર આગળ વધે. તેમની માટે મહિના અંતનો સમય ઉત્તમ છે. ભાગ્ય તમારી સાથે છે. તમને જરૂર સફળતા પ્રાપ્ત થશે. પ્રેમી યુગલો એકબીજાને મોંધી ગિફ્ટોનું આદાન-પ્રદાન કરશો અને સાથે રોમેંટિક સમય વિતાવશો.

મીન

મીન

તમારા માટે નવા વર્ષની શરૂઆત કેટલાક જૂના પ્રશ્નોને સાથે લઈને આવી રહી છે. જેથી કેટલીક ચિંતાઓ તમારો પીછો છોડશે નહિં. આ સમયે આળસ કરવાથી બચજો, નહિંતર તમારા અનેક કામો અધૂરાં રહી જશે. સફળતા માટે મહેનત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

English summary
Astro calendars show when the stars favour particular zodiac sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X