એપ્રિલ 2017 નું જ્યોતિષ કેલેન્ડર

Posted By:
Subscribe to Oneindia News

ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ (પં. અનુજ કે. શુક્લ) 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારુ કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે માટે જુઓ જ્યોતિષ કેલેન્ડર.

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈપણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ-

હૃદય- આ  દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
વિજળી- આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
મકાન-  આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
સ્માઈલ- આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
ઉદાસી- આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
સ્ટાર- આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
સિક્કા- જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકોને 4, 7, 18, 25, 27 ના રોજ પ્રેમ જીવન માટે સારો રહેશે. 2, 21, 23 તારીખે ભાગ્ય તમારી સાથે છે. તારીખ 9 ના રોજ તમને ધન લાભ થયી શકે છે. જો તમે ધર ખરીદીવાનુ કે વેંહચવાનુ વિચારી રહા હોય તો તમે તારીખ 28ની રોજ આ કામ કરવાનો શુભ રહશે.

વૃષભ

વૃષભ

તારીખ 9, 21, 23, 30 ના દિવસો તમારા માટે ઉદાસી ભરેલા રહેશે, પરિણામે ઉદાસીમાંથી બહાર નિકળવાનો પ્રયત્ન કરજો. 2, 7,28 તારીખે ભાગ્ય તમારી સાથે છે. અને 5 તારીખે તમે ખુશ રહશો.

મિથુન

મિથુન

આ માસ દરમિયાન નવી મિલકતની લે-વેંચ થઈ શકે છે. 8, 26, 30 તારીખ નાણાકીય દ્રષ્ટિએ પણ આ ઘણો સારો રહેશે. આ માસ દરમિયાન તમને ધન , પ્રેમ અને ખુશી સાથે ભાગ્યનો પણ સાથ મળશે.

કર્ક

કર્ક

તમારી માટે આ માસ સામાન્ય રહેશે. નવી મિલકત ખરીદી માટે આ સમય તમારા માટે સારો રહેશે. 15 , 27 ભાગ્ય તમારી સાથે રહશે અને સાથે આ માસના અંતમાં નાણાકીય લાભ પણ થઇ શકે છે. જેથી ધરમાં ખુશીનો માહોલ રહશે.

સિંહ

સિંહ

14, 21, 25 તારીખ પ્રેમ અને રોમાંસ માટે ઉત્તમ છે. 2, 23 તારીખ નાણાકીય ફાયદો લઈને આવશે. 3,6, 30 તારીખે ભાગ્ય તમારી સાથે છે. આ માસ તમારા માટે સામાન્ય કહેશે.

કન્યા

કન્યા

આ માસ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી રહેશે, ઈચ્છિત કામો કરવા માટે આ માસ ઉત્તમ છે. 2, 12 , 15 તારીખ પ્રેમ અને રોમાંસ માટે ઉત્તમ છે. 4, 17 , 30 તારીખ દરમિયાન નવી મિલકતની લે-વેંચ થઈ શકે છે

તુલા

તુલા

આ માસ દરમિયાન કેટલીક મુશ્કેલીઓને કારણે તમે ઉદાસ રહેશો.પરંતુ તારીખ 2, 7 તામારા માટે પ્રેમ અને રોમાંસ માટે ઉત્તમ છે. 12 ,17 તારીખે ભાગ્ય તમારી સાથે રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

મિલકતની ખરીદી-વેચાણ માટે 8, 21 તારીખ સારી રહેશે, તેમછતાં કેટલેક અંશે આ માસમાં તમને ઉદાસી છવાયેલી રહેશે.સાથે તારીખ 2 ,10, 18 તામારા માટે ખુશીનો સમય છે.

ધન

ધન

5, 9, 20, 28, 29 તારીખના રોજ ખુશીઓ છવાયેલી રહેશે અને 10, 18, 23ના રોજ ભાગ્ય તમને સાથ આપશે. આમ જોવા જતા ધન રાશિના જાતકોને આ મહિનામાં મળશે નસીબનો સાથ. તો તમે કંઇક મહત્વનું કરવાનું વિચારી રહ્યા હોવ તો ઉપરોક તારીખો તમારા માટે સાબિત થઇ શકે છે લકી

મકર

મકર

1, 3, 8, 14, 16, 30 ના રોજ જીવનમાં ખુશીઓ છવાયેલી રહેશે. આમ એકાંદરે એપ્રિલ મહિનામાં મકર રાશિના જાતકો પાસે પ્રેમીના સાથને સાથે ખુશીના અનેક મોકા પણ મળશે. તો જો તમે મકર રાશિના જાતકો હોવ તો આ તમારા માટે એક સારા સમાચાર છે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો માટે પ્રેમ જીવન આ માસ દરમિયાન સારુ રહેશે. નાણાકીય ફાયદો પણ ઘણો સારો રહેશે. તો જો કુંભ રાશિના જાતકો આ મહિનામાં કોઇ નવો વેપાર કે કંઇ નવી વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા છે. તો કેલેન્ડમાં જોઇને આ વસ્તુઓ કરજો જેથી કરીને તમને ફાયદો સૌથી વધારે મળે.

મીન

મીન

6, 12, 19, 21 તમારી લવ-લાઈફ માટે સારો જણાઈ રહ્યો છે. જ્યારે 1, 2, 9, 10, 16, 24 તમારા જીવનમાં ઉદાસી લઈને આવશે. આમ એંકાદરે મીન રાશિ માટે પ્રેમનો મહિનો સાબિત થશે એપ્રિલ મહિનો. જો કે પ્રેમની સાથે સાથે ઉદાસી પણ આવશે.

English summary
Astro calendars show when the stars favour particular zodiac sign
Please Wait while comments are loading...