ચંદ્રનો મિથુન રાશિમાં પ્રવેશ, બનાવશે તમને માલામાલ, જાણો કેવી રીતે?
તમામ રાશિઓ માટે સારા સમાચાર છે કે, ચંદ્રનો મિથુન રાશિમાં પ્રવેશ થયો છે. જે કેટલીક રાશિઓ માટે વરદાન સાબિત થશે. આવો જાણીએ ચંદ્રની આ બદલાયેલી ચાલથી કઈ રાશિઓ પર કેવી અસર થશે.
ચંદ્ર સ્ત્રી જાતિ, શ્વેતવર્ણ, ચંચળ, જલીય પ્રકૃતિ અને વાયવ્ય દિશાનો અધિષ્ઠાતા છે. ચંદ્ર એ મન, ચિત્તવૃત્તિ, સ્વાસ્થ્ય, સંપત્તિ, અનુગ્રહ અને માતૃસુખનો કારક છે. એના દેવતા જળ અને ઋતુ વર્ષા છે. ચંદ્રથી જલીયરોગ કફ, પાંડુ રોગ, માનસિક રોગ, ઉદર તથા મસ્તકનો વિકાર થાય છે. વદ છઠથી સુદ દસમ સુધી ક્ષીણ ચંદ્ર પાપગ્રહ મનાય છે. જ્યારે અન્ય તિથિઓમાં એ શુભ મનાય છે. શુભ ચંદ્ર ચતુર્થ ભાવમાં સંપૂર્ણ ફળ આપે છે. તમામ રાશિઓ માટે સારા સમાચાર છે કે, ચંદ્રનો મિથુન રાશિમાં પ્રવેશ થયો છે. જે કેટલીક રાશિઓ માટે વરદાન સાબિત થશે. આવો જાણીએ ચંદ્રની આ બદલાયેલી ચાલથી કઈ રાશિઓ પર કેવી અસર થશે.

મેષ
તમારા માટે આ સમય ઘણો સારો રહેશે. સ્ત્રીઓને નવા કામમાં દોડ-ધામ કરવાની આવશે. પ્રમોશન થવાની શક્યતા છે.

વૃષભ
કેટલાક જૂના અટકેલા કાર્યોમાં પ્રગતિ આવશે. સ્ત્રીઓ નાણાકીય બાબતોમાં સાવધાન રહે. પૈસા મળવાની શક્યતા છે.

મિથુન
પત્નીનું સુખ અને સહયોગ મળી રહેશે. સ્ત્રીઓ વધુ સ્વાર્થી બનવાથી બચે. તમારા માટે આ સમય ઘણો સારો છે. આર્થિક પ્રગતિ થશે. ઘરમાં લક્ષ્મીનો વાસ થશે.

કર્ક
ધાર્મિક યાત્રાનો યોગ જણાઈ રહ્યો છે. કોઈ સ્થાને ખાસ વ્યકિત સાથે મુલાકાત થઈ શકે છે, જેની સાથે તમારા સંબંધો મધુર રહેશે, જે ભવિષ્યમમાં તમને લાભ કરાવશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

સિંહ
સિંહ રાશિના જાતકોને સારી તકો મળવાની શક્યતા જણાઈ રહી છે. નવા સંબંધોમાં કરેલા પ્રયત્નો ફળીભૂત થશે. ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. કેટલાક લોકોની મનની ઈચ્છાઓ પૂરીં થશે.

કન્યા
આ અઠવાડિયે કેટલાક જાતકોની ઈચ્છાપૂર્તિ થશે. તેમના ઘરનું વાતાવરણ સુખદ રહેશે. પાર્ટીનું આયોજન પણ થઈ શકે છે.

તુલા
કોઈના દ્વારા મદદનો પ્રસ્તાવ મળી રહેવાથી તમને માનસિક રાહત જણાશે. આ સમયે ખર્ચા વધુ થશે. સ્ત્રીઓ પોતાના મનને કાબૂમાં રાખે.

વૃશ્ચિક
તમારી શારીરિક શક્તિ પર ખાસ ધ્યાન આપો. સ્ત્રીઓ પોતાની વાણી પર નિયંત્રણ જાળવે. ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે.

ધન
કુટુંબના સભ્યોને સમય આપો. વિદ્યાર્થિઓ સમયે સમયે પોતાના ગાઈડની સલાહ લેતા રહે. ધન વર્ષા થવાની શક્યતા છે.

મકર
આ સમયે તમે વાદ-વિવાદથી દૂર રહેજો, યાદ રાખજો તમારી કામ કરવાની ક્ષમતા જેટલી વધશે, તેટલું જ સફળતાના શિખરે તમે ઝડપથી પહોંચી શકશો.

કુંભ
નોકરી કરનારા લોકો ઓફિસની હિલચાલ પર ધ્યાન આપે, પદોન્નતિ થવાની શક્યતા છે. તમારી સેલેરી વધી શકે છે.

મીન
કુટુંબમાં ખુશીની લહેર છવાઈ જશે. વિદ્યાર્થિઓ માટે આ સમય સારો વિતશે. બોનસ મળવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
