For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Welcome 2020: જાણો 2020માં ગૃહ પ્રવેશના મુહૂર્ત

Welcome 2020: જાણો 2020માં ગૃહ પ્રવેશના મુહૂર્ત

|
Google Oneindia Gujarati News

હિંદુ ધર્મ શાસ્ત્રમાં મુહૂર્ત ખૂબ અગત્યના ગણાયા છે. કોઈ પણ શુભ કામ કરતા પહેલા મુહૂર્ત જોવા જરૂરી છે. ગૃહ પ્રવેશ માટે પણ મુહૂર્ત જોવા જરૂરી છે, જેથી જે ઘરમાં તમે રહેવા જઈ રહ્યા છો, તે તમને બધી રીતે શુભ ફળદાયી બની રહે. મુહૂર્ત ચિંતામણીના પ્રમાણે નૂતન ગૃહ પ્રવેશ માટે ઉત્તરાભાદ્રપદ, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, રોહિણી, મૃગશિરા, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્ર સર્વશ્રેષ્ઠ હોય છે. આ તિથિમાં સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર હોય તો વધુ શઉભ છે. બીજ, ત્રીજ, પાંચમ, છઠ, સાતમ, દસમ, અગિયારસ, બારસ, અને તેરસે નવા ઘરમાં પ્રવેશ કરવાથી તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.

શુભ મુહૂર્ત 29 જાન્યુઆરીએ

શુભ મુહૂર્ત 29 જાન્યુઆરીએ

વર્ષ 2020માં ગૃહ પ્રવેશ માટેનું સૌથી પહેલુ શુભ મુહૂર્ત 29 જાન્યુઆરીએ છે. 15 જાન્યુઆરી સુધી કમૂરતા હોવાથી મુહૂર્ત નથી. બાદમાં 29 જાન્યુઆરીથી મુહૂર્ત શરૂ થશે. 14 માર્ચથી 13 એપ્રિલ 2020 સુધી ફરી ગૃહ પ્રવેશ નહીં કરી શકાય. 1 જૂનથી 15 નવેમ્બર 2020 સુધી મીન મલમાસમાં ગૃહ પ્રવેશ નહીં કરી શકાય. 1 જૂનથી 15 નવેમ્બર 2020 સુધી દેવશયન કાળ ચાતુર્માસમાં પણ નૂતન ગૃહ પ્રવેશ વર્જિત મનાય છે. 16 ડિસેમ્બરથી ફરી કમૂરતા શરૂ થશે જેમાં તમામ પ્રકારના શુભ કામ વર્જિત મનાયા છે.

નૂતન ગૃહ પ્રવેશ, વાસ્તુશાંતિના મુહૂર્ત 2020

નૂતન ગૃહ પ્રવેશ, વાસ્તુશાંતિના મુહૂર્ત 2020

  • 29 જાન્યુઆરી બુધવાર, મહા શુક્લ 4-5, ઉત્તરા ભાદ્રપદ
  • 30 જાન્યુઆરી ગુરુવાર, મહા શુક્લ 5, ઉત્તર ભાદ્રપદ, અભિજીતમાં
  • 31 જાન્યુઆરી શુક્રવાર, મહા શુક્લ 6, રેવતી
  • 5 ફેબ્રુઆરી બુધવાર, મહા શુક્લ 11, મૃગશિરા
  • 14 ફેબ્રુઆરી, શુક્રવાર, ફાગણ કૃષ્ણ 6, ચિત્રા
  • 26 ફેબ્રુઆરી, બુધવાર, ફાગણ શુક્લ 3, ઉત્તરાભાદ્રપ્રદ
  • 20 એપ્રિલ, સોમવાર, વૈશાખ કૃષ્ણ 13, ઉત્તરાભાદ્રપદ
શુભ કામ પહેલા મુહૂર્ત શુદ્ધિ જરૂરી છે

શુભ કામ પહેલા મુહૂર્ત શુદ્ધિ જરૂરી છે

  • 27 એપ્રિલ સોમવાર, વૈશાખ શુક્લ 4, મૃગશિરા
  • 4 મે, સોમવાર, વૈશાખ શુક્લ 11, ઉત્તરા ફાલ્ગુની
  • 8 મે શુક્રવાર, જેઠ કૃષ્ણ 1, અનુરાધા
  • 18 મે, સોમવાર, જેઠ કૃષ્ણ 11, ઉત્તરા ભાદ્રપદ
  • 25 નવેમ્બર બુધવાર, કારતક શુક્લ 11, ઉત્તરાભાદ્રપદ - રેવતી
  • 30 નવેમ્બર, સોમવાર, કારતક પૂનમ-પ્રતિપદા, રોહિણી
  • 10 ડિસેમ્બર ગુરુવાર, માગસર કૃષ્ણ 10-11

સાવધાન: 30 વર્ષ પછી શનિદેવ પોતાની રાશિમાં પ્રવેશ કરશે, જાણો કેવો હશે પ્રભાવ?સાવધાન: 30 વર્ષ પછી શનિદેવ પોતાની રાશિમાં પ્રવેશ કરશે, જાણો કેવો હશે પ્રભાવ?

English summary
muhurat in 2020 for gruh pravesh know the dates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X