Navratri 2023 : આ વાહન પર સવાર થઇને આવશે માતા દુર્ગા, જાણો કયા નોરતે કોની પૂજા કરશો?
Navratri 2023 : ગુજરાતીઓ નવરાત્રીની રાહ જોવે છે, માતાની આરાધના સાથે સાથે ગરબે ઘુમે છે. સનાતન ધર્મના પંચાગમાં જણાવ્યા અનુસાર, દર વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી આવે છે, જ્યારે બે ગુપ્ત નવરાત્રી છે.
માન્યતાઓ છે કે, ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીના પાવન પર્વ પર માતા દુર્ગાના નવ સ્વરૂપની ધાર્મિક વિધિ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. જેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે તમને ઇચ્છિત ફળની પ્રાપ્તિ પણ થાય છે.

નવરાત્રીના અવસરે મા દુર્ગા પૃથ્વી પર નિવાસ કરે છે, તેથી દરેક નવરાત્રીમાં મા દુર્ગા કોઈને કોઈ વાહનમાં પૃથ્વી પર આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે.
હાથીને સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, આવી સ્થિતિમાં મા દુર્ગા પોતાની સાથે સુખ અને સમૃદ્ધિ લાવશે. 24 ઓક્ટોબર, 2023ના રોજ દશમીના દિવસે તે કુકડા પર સવારી કરશે, આ વાહન દુ: ખ અને વેદના સૂચવે છે.
એક વરિષ્ઠ પૂજારીએ જણાવ્યું હતું કે, પંચાંગ અનુસાર આ વર્ષે શારદીય નવરાત્રી સોમવાર, 15 ઓક્ટોબર, 2023થી શરૂ થશે, જ્યારે તે મંગળવારના રોજ (24 ઓક્ટોબર, 2023) સમાપ્ત થશે.
આ વર્ષે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે મા દુર્ગા હાથી પર સવારી કરીને આવશે, આ એક શુભ સંકેત છે. અને કુકડા પર સવારી કરીને પાછા જશે. ઉલ્લેખનીય છે કે, કુકડા પર સવારી એ સારી નિશાની નથી.
પૂજારીએ જણાવ્યું હતું કે, શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્ત અને અભિજીત મુહૂર્ત દરમિયાન સવારે 11:44 થી 12:30 સુધી કળશ સ્થાપિત કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે. 24 ઓક્ટોબર, 2023ના રોજ સાંજે 06:27 પછી કરવામાં આવશે.
શારદીય નવરાત્રી 15 થી 24 ઓક્ટોબર, 2023 સુધી ચાલશે
માતા શૈલપુત્રીનું પૂજન : 15 ઓક્ટોબર 2023
માતા બ્રહ્મચારિણીનું પૂજન : 16 ઓક્ટોબર 2023
માતા ચંદ્રઘંટાનું પૂજન : 17 ઓક્ટોબર 2023
માતા કુષ્માંડાનું પૂજન : 18 ઓક્ટોબર 2023
માતા સ્કંદમાતાનું પૂજન : 19 ઓક્ટોબર 2023
માતા કાત્યાયનીનું પૂજન : 20 ઓક્ટોબર 2023
માતા કાલરાત્રીનું પૂજન : 21 ઓક્ટોબર 2023
માતા સિદ્ધિદાત્રીનું પૂજન : 22 ઓક્ટોબર 2023
માતા મહાગૌરીનું પૂજન : 23 ઓક્ટોબર 2023
વિજયાદશમીનું પૂજન - 24 ઓક્ટોબર 2023
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
