• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2016: જાણો કેવી રીતે શરૂઆત થઇ નવરાત્રીની?

By desk
|

પૌરાણિક કથા -એક સમયે બૃહસ્પતિએ બ્રહ્માજીને કહ્યુ- હે સૃષ્ટિના રચયિતા. ચૈત્ર અને આસોમાસના શુક્લપક્ષમાં નવરાત્રીના વ્રત અને ઉત્સવ ઉજવાય છે,આ વ્રત કરવાથી કયું ફળ મળે છે, અને તેની વિધી શુ છે? સૌ પ્રથમ આ વ્રત કોણે કર્યુ? આ અંગે વિસ્તારથી કંઈક જણાવો. આ સાંભળી બ્રહ્માજી બોલ્યા હે બૃહસ્પતિ! હવે હું તમને નવરાત્રીના વ્રતનો મહિમા અને તેની કથા વિસ્તારથી જણાવવા જઈ રહ્યો છું.

ગરબા રમતા જો કોઇના છોકરીથી થાય આંખો ચાર, તો આ રીતે શરૂ કરો વાતચીત

બ્રહ્માજીએ કહ્યું:પ્રાચીનકાળમાં મનોહર નગરમાં પીઠત નામનો એક અનાથ બ્રાહ્મણ રહેતો હતો, તે ભગવતી દુર્ગામાતાનો મોટો ભક્ત હતો. જેને ત્યાં સર્વગુણ સંપન્ન "સુમતિ" નામના કન્યાએ જન્મ લીધો. આ કન્યા બાલ્યકાળમાં પોતાની બહેનપણીઓ સાથે પિતાના ઘરમાં રમતા-રમતા શુક્લપક્ષમાં જેમ ચંદ્ર વધતો જાય એટલી ઝડપી મોટી થવા માંડી. તેના પિતા પ્રતિદિન જ્યારે દુર્ગામાતાની પુજા-હવન કરતા તે સમયે આ દિકરી અચુક ત્યાં હાજર રહેતી. એક દિવસ સુમતિ પોતાની બહેનપણીઓ સાથે રમવામાં મગ્ન થઈ જતા પૂજામાં હાજરી આપી શકી નહિ.

પુત્રીનીઆ અસાવધાની જોઈ પિતા તેના પર ખુબ ક્રોધાયમાન થયા અને કહ્યુ, અરે દુષ્ટ પુત્રી ! આજે તે ભગવતીની પૂજા કરી નથી, જેથી હુ તારા લગ્ન કોઈ કુષ્ઠ રોગી કે દરિદ્ર મનુષ્ય સાથે તારા વિવાહ કરી નાખીશ. પિતાના આ વચના સાંભળી સુમતિને ધણુ દુ:ખ થયુ અને તેણે પિતાને કહ્યુ, હું તમારી પુત્રી છું અને દરેક રીતે તમને આધિન છું. તમારા દરેક આદેશને હું રાજી-ખુશીથી પાળીશ. રાજાથી કે કુષ્ઠ વ્યકિતથી કે, દરિદ્રથી જેની સાથે તમે ઈચ્છો મારા વિવાહ કરો પરંતુ અંતે તો થશે તે જ જે મારા ભાગ્યમાં લખાયેલુ હશે. મારો વિશ્વાસ અતુટ છે જેનુ જેવુ કર્મ તેવુ તેનુ ફળ.

કર્મ કરવુ મનુષ્યને આધિન છે, પરંતુ તેનુ ફળ આપવુ ભગવાનના હાથમાં છે. દિકરીના આ વચનો સાંભળી ક્રોધિત થયેલા બ્રાહ્મણે પાતોની પુત્રીને એક કુષ્ઠરોગી સાથે પરણાવી દીધી અને કહ્યુ, હે પુત્રી- તારા કર્મોનુ ફળ ભોગવ, જોઈએ ભાગ્યના ભરોસે તું શું કરે છે? પિતાના આવા કટુ વચનો સાંભળી સુમતિ વિચારમાં પડી ગઈ. મારુ નસીબ ખરાબ છે કે મને આવો પતિ મળ્યો. આ રીતે પોતાના દુ:ખોની ચિંતા કરતાતે પોતાના પતિ સાથે જંગલમાં રહેવા ચાલી ગઈ. નિર્જન વનમાં તેણે પોતાના પતિ સાથે ગમે-તેમ કરી એક રાત્રી ગુજારી.

નવરાત્રી 2016: નવરાત્રીમાં "સ્ટાઇલિશ" અને "ટ્રેન્ડી" દેખાવો આ રીતે

માતા ભગવતીએ સુમતિની આ દયનીય દશા જોઈ તેના પુર્વ જન્મના પ્રતાપે તેની સામે પ્રગટ થતા કહ્યુ- હે દયનીય બ્રાહ્મણી ! હું તારા પર પ્રસન્ન છું. તુ ચાહે તે વરદાન મારી પાસેથી માંગી શકે છે. દુર્ગામાતાના આ વચનો સાંભળી સુમતિએ કહ્યુ, તમે કોણ છો? બ્રાહ્મણીના આ વચન સાંભળી દેવીબોલી હું આદ્યશક્તિ ભગવતી છું. પ્રસન્ન થઈ હું પ્રાણીઓને તેમના કષ્ટો દુર કરી તેમને સુખ પ્રદાન કરુ છું. હું તારા પુર્વ જન્મના પ્રતાપે તારા પર પ્રસન્ન છું.

હવે હું તને તારા પુર્વ જન્મનુ વૃતાંત સંભળાવુ છું સાંભળ! તું પુર્વ જન્મમાં ભીલની અત્યંત પતિવ્રતા સ્ત્રી હતી. એક દિવસ તારા પતિ નિષાદે ચોરી કરી. ચોરીને કારણે સિપાઈઓ તમને બંનેને પકડી જેલમાં નાખી દીધા. તેમણે તમને બંનેને ભોજન પણ કંઈ આપ્યુ નહિ. આ રીતે નવરાત્રીના દિવસોમાં તમે કંઈ ખાધુ નહિં ને પાણી પણ પીધુ નહીંં. આ રીતે તમારા નવ દિવસનો વ્રત થયા. જે તમારાથી અજાણતા થયુ. આ વ્રતને પ્રતાપે હું તને ઈચ્છિત વરદાન આપવા માંગુ છું. આ રીતે માતા દુર્ગાના વચનો સાંભળી બ્રાહ્મણી પ્રસન્ન થઈ બોલી હે દુર્ગે ! કૃપા કરી તમે મારા પતિનો કુષ્ઠ રોગ દુર કરો. દેવીએ કહ્યુ તથાસ્તુ..

આ રીતે માતા દુર્ગાની કૃપાથી તેના પતિનુ શરીર ક્રાન્તિમય બની ગયું. આ જોઈ બ્રાહ્મણી માતાની સ્તુતિ કરવા લાગી-હે દુર્ગા ! તમે દુ:ખોને દુર કરનારી છો, ત્રણે લોકોની મુશ્કેલ હરનારી છો, રોગીના રોગ હરનારી, પ્રસન્ન થઈ ઈચ્છિત વરદાન આપવાવળી અને દુષ્ટોનો નાશ કરનારી જગતની માતા છો. હે અંબે ! નિર્દોષ હોવા છતાં મારા વિવાહ કુષ્ટ રોગી સાથે કરી ઘરેથી કાઢી મુકવામાં આવી. પિતાથી તિરસ્કૃત થઈ નિર્જન વનમાં ભટકતી હતી પરંતુ તમે મારો ઉદ્ધાર કરી દીધો છે, હે દેવી તમને પ્રણામ કરુ છું. મને ક્ષમા કરો.

બ્રહ્માજીએ બૃહસ્પતિને કહ્યુ-બ્રાહ્મણીની આ સ્તુતિ સાંભળી દેવી ખુબ પ્રસન્ન થઈ અને બ્રાહ્મણીને કહ્યું- હે બ્રાહ્મણી ! તારાથી ઉદાલય નામક અતિ બુધ્ધિમાન, ધનવાન, કિર્તિમાન અને જિતેન્દ્રિય પુત્ર જન્મ લેશે. આ વરદાન આપી દેવીએ બ્રાહ્મણીને કહ્યુ હે બ્રાહ્મણી- તારી અન્ય કોઈપણ ઈચ્છા હોય તે માંગી લે. ભગવતી દુર્ગાના આ વચનો સાંભળી સુમતિ એ માતાને ક્હયુ, હે દુર્ગામાતા તમે ખરેખર મારા પર પ્રસન્ન છો તો કૃપા કરી મને નવરાત્રીનુ વ્રત અને તેની સંપુર્ણ વિધી જણાવો.

જાણો માતા દુર્ગાએ કોને જણાવી નવરાત્રી વ્રતની વિધી

બ્રાહ્મણીના વચનો સાંભળી માતા એ કહ્યું - હું તને સંપુર્ણ પાપ દૂર કરનાર નવરાત્રીની વિધી જણાવુ છું. જેને સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આસો માસના શુક્લ પક્ષની શરૂઆતથી નવ દિવસ સુધી વ્રત કરવુ જો આખા દિવસનુ વ્રત ન થાય તો એકટાણુ કરવુ. ઘટની સ્થાપના કરવી અને વાટિકા બનાવી નિત્ય જલ ચઢાવવું. મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી દેવીની મુર્તિની સ્થાપના કરવી પૂજા કરવી.

મોસંબીના ફળથી અર્ધ્ય આપવાથી રૂપની પ્રાપ્તિ

મોસંબી - નારંગીનુ ફળ અર્ધ્ય માટે વાપવાથી રૂપની પ્રાપ્તિ થાય છે. જાયફળ થી અર્ધ્ય આપતા કિર્તી, દાખથી અર્ધ્ય આપતા કાર્યસિધ્ધિ થાય છે. આમળાથી અર્ધ્ય આપતા સુખ પ્રાપ્ત થાય છે, અને કેળાના ફુલથી અર્ધ્ય આપતા આભુષણોની પ્રાપ્તિ થાય છે. તેજ રીતે ફુલ અને ફળ અર્ધ્ય કરી વ્રત સમાપ્ત થતા નવમાં દિવસે હવન કરવુ. ખાંડ, ધી, ઘંઉ, મધ, તલ, બિલી, નારિયળ, કદમ્બથી હવન કરવું. ઘંઉથી હવન કરતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, ખીર અને ચમ્પાના ફુલથી ધન અને બીલીના પાનથી તેજ અને સુખની પ્રાપ્તિ થાય છે.

આમળાથી હવન કરવાથી કિર્તિ પ્રાપ્તિ

આમળાથી હવન કરતા કિર્તિ અને કેળાથી પુત્રની, કમળથી સન્માનની પ્રાપ્તિ થાય છે. વ્રત કરનાર વ્યકિત વિધી-વિધાન સાથે હવન કરી આચાર્યને પ્રણામ કરે અને તેને દક્ષિણા આપે. આ રીતે વ્રત કરનારની દરેક ઈચ્છા પુરી થાય છે. આ દિવસો માં કરેલા દાનનુ સોગણુ ફળ મળે છે. આ વ્રત કરનારને અશ્વમેધ યજ્ઞ જેટલુ ફળ મળે છે. હે બ્રાહ્મણી, મનોકામના પુર્ણ કરનાર આ વ્રતને તીર્થ, મંદિર કે ઘરમાં વિધી અનુસાર કરવુ.

દુર્લભ મોક્ષ પ્રાપ્ત થાય છે

બ્રહ્માજી બોલ્યા- હે બૃહસ્પતિ ! આ રીતે બ્રાહ્મણીને વ્રતની વિધી અને ફળ બતાવી દેવી અન્તર્ધ્યાન થયા. જે વ્યકિત આ વ્રત ભક્તિપૂર્વક કરે છે તે આ લોકમાં સુખ મેળવી દુર્લભ મોક્ષની પ્રાપ્તિ કરે છે, હે બૃહસ્પતિ ! આ આ દુર્લભ વ્રતનુ મહાત્મય છે. જે મેં તમને જણાવ્યુ છે. આ સાંભળી બૃહસ્પતિએ ખુશ થઈ બ્રહ્માજીને કહ્યુ તમે મારા પર મોટી કૃપા કરી છે. તમારી ઘણી કૃપા મને આ નવરાત્રી વ્રતનુ મહાત્મ્ય સંભળાવવા.

English summary
"Navratri 2016 starts from 1st October 2016. Here is Story of Maa Durga.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more