નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા
નવરાત્રિ પર્વના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માનુ આ સ્વરૂપ ખૂબ જ શાંત, સૌમ્ય અને મોહક છે. માના આ રૂપને પૂજવાથી વ્યક્તિને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર તેમજ સંયમ જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે જે તમને જીવનમાં આગળ લઈ જવામાં મદદ કરે છે. બ્રહ્મચારિણીનો અર્થ જ છે તપની ચારિણી એટલે કે તપનુ આચરણ કરનાર એટલે કે જે લોકો આની પૂજા કરે છે તેને સાધક હોવાનુ તો ફળ મળે છે.

પૂજા માટે શ્લોક
માને પૂજવા માટે જાતકે આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઈએ. दधांना कर पहाभ्यामक्षमाला कमण्डलम। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।। પૌરાણિક ગ્રંથો અનુસાર આ હિમાલયની પુત્રી હતી તથા નાદરના ઉપદેશ બાદ આ ભગવાનને પતિ તરીકે મેળવવા માટે તેમણે કઠોર તપ કર્યુ. જેના કારણે તેમનુ નામ બ્રહ્મચારિણી પડ્યુ.

કથા
પૂર્વજન્મમાં આ દેવીએ હિમાલયના ઘરે પુત્રી રૂપે જન્મ લીધો હતો અને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા માટે ઘોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાના કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવ્યા. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ-પૂલ ખઈને વીતાવ્યા અને સો વર્ષો સુધી માત્ર જમીન પર રહીને નિર્વાહ કર્યો. ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ઘોર કષ્ટો સહન કર્યા, ઉપવાસ કર્યા. ત્રણ હજાર વર્ષો સુધી તૂટેલા બિલી પત્રો ખાધા અને ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. ત્યારબાદ તેમણે સૂકા બિલી પત્ર ખાવાનુ છોડી દેવાના કારણે જ તેમનુ નામ અપર્ણા પડી ગયુ.

કથાનો સાર
દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ કઠોર તપસ્યાના કારણે દેવીનુ શરીર એકદમ ક્ષીણ થઈ ગયુ. દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ બધાએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કૃત્ય ગણાવ્યુ. પ્રશંસા કરી અને કહ્યુ કે દેવી આજ સુધી કોઈએ આ રીતની કઠોર તપસ્યા નથી કરી. આ તમારાથી જ સંભવ હતુ. તમારી મનોકામના પરિપૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલિ શિવજી તમને પતિ તરીકે મળશે. હવે તપસ્યા છોડીને ઘરે પાછા જાઓ. જલ્દી તમારા તમને બોલાવવા આવી રહ્યા છે. મા બ્રહ્મચારિણી દેવી કૃપાથી સર્વસિદ્ધિ મળે છે. આ દેવીની કથાનો સાર એ છે કે જીવનના કઠોર સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવુ જોઈએ.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
