Panchak Calendar 2021: જાણો વર્ષ 2021માં ક્યારે પંચક આવશે

Panchak Calendar 2021: જાણો વર્ષ 2021માં ક્યારે પંચક આવશે

Panchak Calendar 2021: હિન્દુ ધર્મ અને વૈદિક જ્યોતિષમાં પંચકનું જબરું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. પંચકનું નામ સાંભળતાં જ કેટલાય લોકો ડરી જાય છે. અશુભની આશંકા કરવા લાગે છે. જણાવી દઈએ કે ભારતીય જ્યોતિષમાં મુહૂર્તનું જબરું મહત્વ છે. પંચકમાં જો કોઈ કાર્ય થાય છે તો તેની આવૃત્તિ પાંચ વાર થાય છે. શુભ કાર્ય માટે તો આ ઠીક છે, પરંતુ અશુભ કાર્યોમાં તેનો વિચાર જરૂર કરવો જોઈએ. મુખ્યતઃ મૃત્યુ વગેરેમાં પંચચકનો વિચાર પ્રમુખતાથી કરાય છે. માનવામાં આવે છે કે પંચકમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો પરિવારમાં પાંચ લોકોના મૃત્યુની આસંકા રહે છે. માટે પંચકમાં મરનાર વ્યક્તિના અંતિમ સંસ્કારમાં લોટના પાંચ પુતળાં બનાવીને પણ સળગાવવામાં આવે છે જેથી પરિવાર પરથી પંચકનો ભાર હટી જાય.

ચંદ્રના કુંભ-મીન રાશિમાં ભ્રમણને પંચક કહેવાય છે

ચંદ્રના કુંભ-મીન રાશિમાં ભ્રમણને પંચક કહેવાય છે

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રામાના ઘનિષ્ટ નક્ષત્રના ચોથા તબક્કા સુધી ગોચર પંચક કહેવાય ચે. જેમાં ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર હોય છે. રાશિ મુજબ જોઈએ તો પ્રત્યેક મહિને ચંદ્રામાના કુંભ અને મીન રાશિમાં ભ્રમણને પંચક કહેવાય છે.

પંચકમાં શું ના કરવું

પંચકમાં શું ના કરવું

  • ઘર માટે ઈંધણ એકઠું કરવું
  • લાકડાં, કોલસા, કંડા એકત્રિત કરવા કે ખરીદવા.
  • ઘરની છત નખાવવી
  • દાહ સંસ્કાર કરવા
  • નવા બિસ્તર, પલંગ, ખાટલા બનાવવા
  • દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કરવું
પંચક દોષ લાગી જાય તો કેવી રીતે દૂર કરવો

પંચક દોષ લાગી જાય તો કેવી રીતે દૂર કરવો

પ્રાચીન ઋષિ મુનિઓ અને ખગોળ ઋષિઓએ બહુ સમજી વિચારીને પંચક કાળ જણાવ્યો છે. જેમાં અમુક કાર્યો જ કરવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ કેટલીયવાર પરિસ્થિતિઓ એવી થઈ જાય છે જ્યારે પંચકમાં કેટલાંક કાર્ય કરવાં જરૂરી થઈ જાય છે, એવામાં પંચક દોષ લાગે છે. આ દોષ દૂર કરવા માટે કેટલાક ઉપાયગ કરવા જોઈએ.
જો લાકડાંનો સામાન ખરીદવો જરૂરી હોય છે તો ખરીદી લો પરંતુ પંચક કાળ સમાપ્ત થવા પર ગાયત્રી મંત્રના જાપ અને ગાયત્રી હવન કરવો જોઈએ. પંચકમાં કોઈનું મૃત્યુ થાય તો પંચક દોષ દૂર કરવા માટે દેહ સાથે લોટના પાંચ પુતળાં બનાવી તેમનો પણ અંતિમ સંસ્કાર કરવો જોઈએ.

  • જો મકાનમાં પંચક દરમ્યાન છત નાખવી જરૂરી હોય તો ગાયત્રી મંત્રના જાપ કરવાની સાથે મજૂરોને મિઠાઈ પણ ખવડાવો અને બધું શુભ થવાના આશિર્વાદ લો.
  • જો પંચક કાળમાં બિસ્તર બનાવી લીધા છે અથવા પલંગ ખરીદી લીધો છે તો તેનો ઉપયોગ પંચક વિતિ ગયા બાદ શરૂ કરો.
  • પંચક કાળમાં દક્ષિણ દિશા તરફ યાત્રા કરવી વર્જિત માનવામાં આવી છે, પરંતુ જો કરવી પડે તો હનુમાન મંદિરમાં જઈ દર્શન કરો અને શ્રીફળ, ફળ વગેરે અર્પિત કરો. તે બાદ યાત્રા પ્રારંભ કરો.

આ છે વર્ષ 2021ના પંચકનો સમય

  • 15 જાન્યુઆરી સાંજે 5.04થી 20 જાન્યુઆરી બપોરે 12.37 વાગ્યા સુધી
  • 12 ફેબ્રુઆરી રાત્રે 2.11 વાગ્યેથી 16 ફેબ્રુઆરી રાત્રે 8.55 વાગ્યા સુધી
  • 11 માર્ચે સવારે 9.19 વાગ્યાથી 16 માર્ચ સવારે 4.45 વાગ્યા સુધી
  • 7 એપ્રિલ બપોરે 3 વાગ્યેથી 12 એપ્રિલ સવારે 11.30 વાગ્યા સુધી
  • 4 મે રાત્રે 8.41 વાગ્યેથી 9 મે સાંજે 5.30 વાગ્યા સુધી
  • 1 જૂન રાત્રે 3.57 વાગ્યેથી 5 જૂન રાત્રે 11.27 વાગ્યા સુધી
  • 28 જૂન સવારે 12.57 વાગ્યેથી 3 જુલાઈ સવારે 6.15 વાગ્યા સુધી
  • 25 જુલાઈ રાત્રે 10.46 વાગ્યેથી 30 જુલાઈ બપોરે 2.03 વાગ્યા સુધી
  • 22 ઓગસ્ટે સવારે 7.57 વાગ્યેથી 26 ઓગસ્ટ રાત્રે 10.28 વાગ્યા સુધી
  • 18 સપ્ટેમ્બરે બપોરે 3.26 વાગ્યેથી 23 સપ્ટેમ્બર સવારે 6.45 વાગ્યા સુધી
  • 15 ઓક્ટોબરે રાત્રે 9.14 વાગ્યેથી 20 ઓક્ટોબરે બપોરના 2.03 વાગ્યા સુધી
  • 12 નવેમ્બરે રાત્રે 2.51 વગ્યેથી 16 નવેમ્બરે રાત્રે 8.14 વાગ્યા સુધી
  • 9 ડિસેમ્બરે સવારે 10.10 વાગ્યેથી 14 ડિસેમ્બરે રાત્રે 2.04 વાગ્યા સુધી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X