આ રાશિના લોકોને પહેરવું જોઇએ સોનું, ચમકી જાય છે કિસ્મત

ઘણા લોકોને સોનુ પહેરવાનો શોક હોય છે. સોનું એક કિંમતી ધાતુ માનવામાં આવે છે, આ સાથે તેને સ્ટેટસ સિમ્બોલ પણ માનવામાં આવે છે. સોનાના ઘરેણાનું ચલણ સદીઓ જુનું છે. સોનના ઘરેણા સુંદરતા વધારે છે, આ સાથે શરીરને ઘણા અન્ય લાભ પણ મળે છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જ્યોતિશાસ્ત્રમાં માનવામાં આવે છે કે, કેટષ લીક રાશિઓને સોનું પહેરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કઇ રાશિઓને સોનુ પહેરવાથી ફાયદો થાય છે.

તુલા રાશિને સોનું પહેવાથી થશે ફાયદો - તુલા રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તુલા રાશિના લોકો જો સોનું પહેરે છે, તો તેમને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.

gold

મકર રાશિને સોનું પહેવાથી થશે લાભ - જ્યોતિષશાસ્ત્રમાં મકર રાશિના લોકો માટે સોનાના ઘરેણા પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી તેમના ઘણા દોષ દૂર થાય છે, અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

સોનું પહેવાથી થશે તમને આ લાભો - જ્યોતિષશાસ્ત્રમાં સોનાને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોનું પહેરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે, જેના કારણે જીવનમાં સફળતા મળવાની સંભાવના રહે છે.

સોનાની વીંટી પહેરવાથી પણ વૈવાહિક જીવન સુખી બને છે. આ ઉપરાંત તે અનેક પ્રકારના ગ્રહ દોષોને દૂર કરે છે. આ સાથે માન-સન્માન પણ વધે છે.

આ રાશિના લોકોએ સોનું ન પહેરવું જોઈએ - જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક લોકો માટે સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, વૃષભ, વૃશ્ચિક, મિથુન અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ.

આ સાથે જે લોકો શનિ ગ્રહ સાથે સંબંધિત કામ જેમ કે કોલસો, તેલ અથવા લોખંડનું કામ કરે છે, તેમણે પણ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. કારણ કે, તેનાથી તમારા બિઝનેસ પર ખરાબ અસર પડી શકે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X