Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pitru Dosha Upay: આ ઉપાયોથી પિતૃઓની નારાજગી કરો દૂર, મેળવો પિતૃદોષમાંથી મુક્તિ

Pitru Dosha Upay: જે ઘરમાં પૂર્વજોના આશીર્વાદ હોય છે, ત્યાં સુખ અને સમૃદ્ધિની કમી નથી હોતી. આવા ઘરમાં હંમેશા સુખ રહે છે એવું માનવામાં આવે છે.

પરંતુ તેનાથી વિપરિત જો પૂર્વજો ખુશ ન હોય તો પરિવાર ક્યારેય સુખી ન હોઈ શકે. ગમે તેટલી મહેનત કરવામાં આવે તો પણ સફળતા મળતી નથી અને ઘરમાં કંકાશ ચાલતો રહે છે.

Pitru Dosha Upay

આપણા પૂર્વજોની આત્માઓને ખુશ કરવા અને પોતાના પરિવાર પર તેમના આશીર્વાદ જાળવી રાખવા માટે વિવિધ ધાર્મિક વિધિઓનો આશરો લેવામાં આવે છે. પૂર્વજો અને પિતૃઓની આત્માની શાંતિ માટે 16 દિવસ સુધી શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમાં તેમને તર્પણ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, પિંડ દાન તેમના આત્માના સંતોષ માટે કરવામાં આવે છે.

જ્યોતિષમાં કાળા તલના કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેની મદદથી પૂર્વજોની નારાજગી દૂર કરી શકાય છે. તલના ઉપાયો વિશે જાણીએ જે પિતૃ દોષથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

પૂર્વજોનો ગુસ્સો વધે એવું કોઈ કામ ન કરો

સૌથી પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી પૂર્વજો નારાજ થાય. તમારે તમારુ આટરણ યોગ્ય રાખવુ જોઈએ અને ઘરના વડીલો સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. તમારા પૂર્વજોને હંમેશા યાદ કરો અને તેમના આશીર્વાદ લો. ઘરની સમૃદ્ધિ અને વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે.

પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા કરો કાળા તલનો અચૂક ઉપાય

1. પિતૃ પક્ષ દરમિયાન તલથી પૂજા અવશ્ય કરવામાં આવે છે. કાળો રંગ શનિનું પ્રતીક માનવામાં આવે છે. તે જ સમયે, પૂર્વજો પણ શનિદેવ સાથે સંબંધિત છે. તમારા રસોડામાં રાખેલા કાળા તલ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ અસરકારક છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષની અમાવસ્યા તિથિએ તમારા પૂર્વજોને યાદ કરીને કાળા તલ પાણીમાં મિક્સ કરીને અર્પણ કરવા.

2. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન આપણા પૂર્વજો વિવિધ પ્રાણીઓના રૂપમાં આપણને મળવા આવે છે. આ જ કારણ છે કે આ સમયે કાગડાને ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન તમારા ભોજનમાં કાળા તલ મિક્સ કરીને કાગડાને ખવડાવો. આ સિવાય શનિદેવને પાણી અને દૂધના મિશ્રણથી અભિષેક કરો.

3. આ સૌથી સરળ ઉપાય છે. તમારે શનિવારે કાળા તલનું દાન કરવું જોઈએ. પૂર્વજો પ્રસન્ન રહેશે અને તમને આશીર્વાદ આપશે અને તમારા પરિવારમાં આવતી પરેશાનીઓ પણ દૂર થશે.

4. પિતૃ પૂજા અથવા અનુષ્ઠાનમાં કાળા તલ અવશ્ય અર્પણ કરો. તમારા પૂર્વજોના ફોટાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. તેમના આશીર્વાદ માંગો અને તેમનો આભાર માનો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X