પિતૃદોષના નિવારણ માટેનો ઉત્તમ સમય એટલે શ્રાદ્ધ

Written By: Desk
Subscribe to Oneindia News

જ્યોતિષમાં રસ ધરાવનારા લોકો વચ્ચે હંમેશા પિતૃદોષને લઈ ચર્ચા થાય છે. ઘણા લોકોને જ્યોતિષો જણાવે છે કે તેમની કુંડળીમાં પિતૃદોષ છે, જેને કારણે તેમની પ્રગતિમાં અડચણો આવી રહી છે, અથવા તેમને સંતાન સુખ નથી મળતુ અથવા તેમના કામ ક્યારેય પૂરાં નથી થતા. આખરે આ પિતૃદોષ છે શું અને કેવી રીતે બને છે, તેની આજે ચર્ચા કરીશું...

જન્મકુંડળીમાં પિતૃદોષ

જન્મકુંડળીમાં પિતૃદોષ

જેમકે નામથી જ જાણી શકાય છે કે જે જાતકની જન્મ કુંડળીમાં પિતૃદોષ ત્યારે બને છે જ્યારે તેમના મૃત પરિજનોનું વિધિ મુજબ શ્રાદ્ધકર્મ કરવામાં ન આવતુ હોય. અથવા જીવંત અવસ્થામાં સંતાન પોતાના માતા-પિતાનો અનાદર કરે. પિતૃઓના અસંતુષ્ટ રહેવાથી વ્યકિતને પિતૃદોષ લાગે છે. સાપની હત્યા કે કોઈ નિર્દોષ વ્યકિતની હત્યા કરવાથી પણ આ દોષ ઉત્પન્ન થાય છે.

અશુભ ફળ

અશુભ ફળ

પિતૃદોષને જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ ફળ દેનારુ કહેવાય છે. જો તમારી કુંડળીમાં પણ પિતૃદોષ છે તો શ્રાદ્ધપક્ષ તેના નિવારણ માટે ઉત્તમ સમય છે. તમારી કુંડળીમાં પિતૃદોષ છે કે નહિં આ કોઈ યોગ્ય જ્યોતિષ તમને જણાવી શકે છે. હવે જાણો તેના નિવારણ માટે શું કરશો?

 પિતૃદોષથી આવે છે આ મુશ્કેલીઓ

પિતૃદોષથી આવે છે આ મુશ્કેલીઓ

  • જો ઘરના બાળકો હંમેશા બિમાર રહેતા હોય.
  • દંપતિને સંતાન સુખ ન મળતુ હોય અથવા વારંવાર ગર્ભપાત થતો હોય.
  • માત્ર દિકરીઓ જ જન્મ લેતી હોય, પુત્ર સુખ મળતુ ન હોય.
  • કારણ વગર ઘરમાં ઝગડા-કંકાસ ચાલ્યા કરવું.
  • વ્યકિતના શિક્ષણ અને કેરિયરમાં મુશ્કેલી આવવી.
  • કુટુંબમાં સુખ-શાંતિનો અભાવ રહેવો.
  • જો ઘરમાં રહેતા માનસિક અશાંતિ જણાતી હોય. મન વિચલિત થયા કરે અને એવું લાગે કે ઘરમાં કોઈ છે.
  • શારીરિક અને માનસિક રૂપે અપંગ સંતાનોનો જન્મ થવો.
પિતૃદોષનું નિવારણ

પિતૃદોષનું નિવારણ

પિતૃદોષ થતા વ્યકિત હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. પરિણામે આ દોષનું નિવારણ કરવું અત્યંત જરૂરી છે. આમ તો પિતૃદોષ નિવારણ માટેની પૂજા વર્ષમાં ગમે ત્યારે કરાવી શકાય છે, પણ આ પૂજા શ્રાદ્ધ દરમિયાન કરાવવી વધુ ઉત્તમ મનાય છે. આ પૂજા શ્રાદ્ધપક્ષ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમાં દિવસે અથવા અમાસના દિવસે કોઈ સંસ્કારી અને યોગ્ય પંડિત દ્વારા જ કરાવવી જોઈએ.

પિંડદાન

પિંડદાન

પિતૃઓની શાંતિ માટે તેમને પિંડદાન કરવામાં આવે છે. યથાશક્તિ ગરીબો, નિશક્તોને દાન-દક્ષિણા, ભોજન કરાવામાં આવે છે. કાગડા અને કુતરાને નિયમિત રોટલી નાખવામાં આવે છે. પીપળાને નિયમિત જળ અર્પણ કરવું. ગૌ સેવા અને ગૌદાનનું પણ ઘણું મહત્વન છે. ભગવાન વિષ્ણુની પૂજા પિતૃદોષથી રાહત અપાવે છે.

English summary
itri Paksha also spelt as Pitru paksha is a 16–lunar day period in Hindu calendar when Hindus pay homage to their ancestor (Pitrs), especially through food offerings.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.