For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Astrology 2020: વર્ષ 2020માં થશે મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન

Astrology 2020: વર્ષ 2020માં થશે મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન

|
Google Oneindia Gujarati News

વર્ષ 2020 ઘણા અર્થમાં ખાસ અને અલગ સાબિત થવાનું છે. પંચાગીય ગણતરી પ્રમાણે વર્ષ 2020માં લગભગ તમામ ગ્રહ પોતાની રાશિ બદલશે. એટલે સુધી કે અઢી વર્ષથી એક જ રાશિમાં સ્થિ શનિ પણ જાન્યુઆરી 2020માં પોતાની રાશિ બદલશે, જેના કારણે સાડા સાતીનો નવો તબક્કો શરૂ થશે. તો ગુરુ પણ માર્ગી-વક્રી થતા જુદી જુદી રાશિમાં પ્રવેશશે. એટલે તમામ જાતકોએ પોતાની રાશિ કે લગ્ન પ્રમાણે આ ગ્રહહ પરિવર્તન દરમિયાન નાની નાની ઘટના પર ધ્યાન રાખવી પડશે. ચાલો જાણીએ વર્ષ 2020માં ક્યારે, કયો ગ્રહ રાશિ બદલશે જેથી તેના પ્રમાણે નવા વર્ષમાં પોતાની યોજનાઓ બનાવી શકે.

વર્ષ 2020માં થશે મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન

વર્ષ 2020માં થશે મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન

  • સૂર્યઃ 2020માં સૂર્ય જાન્યુઆરી મહિનામાં 14 તારીખે મકર રાશિમાં ગોચર કરવાની સાથે નવી સફર શરૂ કરશે. સૂર્ય પ્રત્યેક રાશિમાં એક મહિનો રહે છે, એટલે આ વર્ષે 12 રાશિમાંથી ફરતા વર્ષના અંતે તે ધન રાશિમાં પ્રવેશ કરશે
  • મંગળઃ વર્ષ 2020ની શરૂઆતમાં મંગળનું વૃશ્ચિક રાશિમાં ગોચર થશે. બાદમાં 7 ફેબ્રુઆરીએ ધન રાશિમાં પ્રવેશ કરશે. જુદી જુદી રાશિમાં ફરતા વર્ષના અંતે 25 ડિસેમ્બર 2020ના રોજ મંગળનું અંતિમ ગોચર મેષ રાશિમાં થશે.
  • બુધઃ વર્ષ 2020ની શરૂઆતમાં બુધનુ ધનુ રાશિમાં ગોચર યથાવત્ રહેશે. બાદમાં 13 જાન્યુઆરીએ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. જુદી જુદી રાશિમાંથી ગોચર કરતા વક્રી ગતિ સાથે તે 17 ડિસેમ્બર 2020ના રોજ ફરી ધનુ રાશિમાં આવશે.
ગ્રહની ચાલ બદલાશે

ગ્રહની ચાલ બદલાશે

ગુરુવાર

ગુરુનું ગોચર મહત્વનું મનાય છે. વર્ષ 020ની શરૂઆતમાં ગુરુ ધન રાશિમાં ગોચર કરશે. 29 માર્ચે આ જ રાશિમાં ગુરુ વક્રી થશે. બાદમાં માર્ગી ગતિ કરતા 29 જૂને ફરી ધનુ રાશિમાં આવશે. 20 નવેમ્બર 2020ના રોજ તે મકર રાશિમાં પ્રવેશ કરશે.

શુક્રઃ

શુક્ર 9 જાન્યુઆરી 2020માં કુંભથી પોતાની યાત્રા શરૂ કરશે. વર્ષ દરમિયાન જુદી જુદી રાશિમાં થઈને 11 ડિસેમ્બરે 2020 સુધી તે વૃશ્ચિકમાં પ્રવેશ કરશે.

શનિઃ

શનિના રાશિ પરિવર્તનની રાહ દરેક વ્યક્તિ જુએ છે. ગ્રહમાં ન્યાયના ગ્રહ તરીકે જાણીતા શનિની સાડા સાતીથી દરેક વ્યક્તિ ડરેલો રહે છે. એટલે એ જાણવું જોઈએ કે આ વર્ષે કઈ રાશિ પર સાડા સાતી શરૂ થશે. 2020માં શનિનું રાશિ પરિવર્તન થવાનું છે. અઢી વર્ષ બાદ થઈ રહેલું આ રાશિ પરિવર્તન મહત્વનું રહેશે. આ પ્રમાણે શનિ 24 જાન્યુઆરી 2020થી મકર રાશિમાં પ્રવેશ કરશે અને અઢી વર્ષ આ જ રાશિમાં રહેશે. એટલે વૃશ્ચિક રાશિની સાડાસાતી સમાપ્ત થશે અને 24 જાન્યુઆરીથઈ ધનુ રાશિની સાડા સાતીનો અંતિમ તબક્કો શરૂ થશે.

ગ્રહોની ચાલ બદલવાથી જીવન પર અસર પડશે

ગ્રહોની ચાલ બદલવાથી જીવન પર અસર પડશે

રાહુ

વર્ષ 2020ની શરૂઆતમાં રાહુનું ગોચર મિથુન રાશિથી શરૂ થશે અને 23 સપ્ટેમ્બર 2020થી તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વર્ષના બાકીના મહિના પણ તે આ જ રાશિમાં રહેશે.

કેતુ

કેતુ ધનુ રાશિમાં ચછે અને 2020માં આ જ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ 23 સપ્ટેમ્બર 2020માં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. રાહુ અને કેતુ પોતાની પાછલી રાશિ તરફ ગતિ કરશે.

Welcome 2020: જાણો 2020માં ગૃહ પ્રવેશના મુહૂર્તWelcome 2020: જાણો 2020માં ગૃહ પ્રવેશના મુહૂર્ત

English summary
planets rectrograde in 2020 and its effects
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X