પોતાની રાશિ મુજબ કરો વૃક્ષારોપણ, બગડેલા ગ્રહો થઈ જશે શાંત, મળશે સુખ અને સમૃદ્ધિ
ગ્રહોને અનુકૂળ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વેદ અને પુરાણોમાં પણ અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જાણો રાશિ મુજબ ઉપાય.
નવી દિલ્લીઃ જ્યારે ગ્રહો અશુભ હોય ત્યારે જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે અને જ્યારે ગ્રહો અનુકૂળ હોય છે ત્યારે તમામ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. ગ્રહોને અનુકૂળ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વેદ અને પુરાણોમાં પણ અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક ગ્રહોને અનુકૂળ વૃક્ષો વાવવાનુ છે.

વેદોમાં પ્રકૃતિને સાક્ષાત ભગવાન કહેવામાં આવ્યા છે. તેથી જો આપણે પ્રકૃતિનુ રક્ષણ કરીશુ, પ્રકૃતિનુ જતન કરીશુ તો ગ્રહો પણ આપણા માટે અનુકૂળ બનશે. ગ્રહોના મૂળ વૃક્ષો અને છોડ અલગ-અલગ હોય છે પરંતુ તે મોટાભાગે મળતા નથી. તેથી સરળતાથી ઉપલબ્ધ હોય તેવા છોડ પણ વાવી શકાય છે. આવો જાણીએ કઈ રાશિ પ્રમાણે કયા છોડ વાવવા જોઈએ-
- મેષ- મની પ્લાન્ટ, રાતરાણી, આસોપાલવ
- વૃષભ- દુર્વા, તુલસી, જામફળ
- મિથુન- ચંપા, કેળા, તુલસી
- કર્ક- આસોપાલવ, ચાંદની, ગુલાબ
- સિંહ- તુલસી, રાતરાણી
- કન્યા- તુલસી, મની પ્લાન્ટ, અમરવેલ
- તુલા- દુર્વા, તુલસી, ચાંદની, ગુલાબ અથવા જામફળ
- વૃશ્ચિક- મીઠો લીમડો, અમરવેલ, કેળા, આસોપાલવ
- ધન- કેળા, તુલસી, નાગ ચંપા
- મકર- તુલસી, મેરીગોલ્ડ, મોગરા, મારવા
- કુંભ- રાતરાણી, ગિલોય, તુલસી, દુર્વા
- મીન- તુલસી, આસોપાલવ, મીઠો લીમડો, જામફળ












Click it and Unblock the Notifications
