For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેંગશુઈ ટિપ્સ : ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે ક્રિસ્ટલ

ઘરમાં આવતી નકારાત્મક ઊર્જાથી હેરાન છો તમે? તો ચિંતા ના કરો તમારા માટે આમે ફેંગશુઇ ટિપ્સ લઈને આવ્યા છીએ. આ ટિપ્સ વિશે વધુ વાંચો અહીં..

By Desk
|
Google Oneindia Gujarati News

ઘણીવાર એવું બને છે કે, આપણું કામમાં મન લાગતું નથી અથવા કુટુંબના સભ્યો વચ્ચે અનબન રહ્યા કરતી હોય અથવા વિના કારણે વિવાદ સર્જાઈ જતા હોય છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યુ હોય તો સમજી લેવું કે તે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ છે. ઘરમાં સાફ-સફાઈ ન થવાથી, કોઈ બિમારી રહેવાથી અથવા કોઈ વ્યક્તિના આવવાથી પણ ક્યારેક નકારાત્મક ઊર્જા આવી જતી હોય છે. આ કારણે તે ઘરમાં રહેનારા સભ્યોને હેરાન થવું પડે છે. તેને દૂર કરવા માટે ફેંગશુઈ ક્રિસ્ટલ બોલનો પ્રયોગ જણાવામાં આવ્યો છે.

ક્રિસ્ટલ બોલ

ક્રિસ્ટલ બોલ

ઘરની પૂર્વ દિશા, જ્યાંથી સવારનો તડકો ઘરમાં આવે છે તે જગ્યાએ ક્રિસ્ટલ બોલ રાખવો. જ્યારે સૂર્યના કિરણો તેના પર પડશે ત્યારે ક્રિસ્ટલ પરાવર્તિત થઈ આખા ઘરમાં પ્રકાશ ફેલાવશે. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થશે.

ક્રિસ્ટલ બાઉલ

ક્રિસ્ટલ બાઉલ

ઘરની ઈશાન દિશામાં ક્રિસ્ટલ કે સફેદ કાંચથી બનેલા વાટકામાં પાણી ભરો. તેમાં ગુલાબના કેટલાક ફૂલ નાખો. નિયમિત પાણી અને ફૂલ બદલતા રહો. તેનાથી ઘરના સભ્યો વચ્ચે તાળમેળ સારો રહેશે અને ધનનું આગમન વધે છે.

ક્રિસ્ટલનો કાચબો

ક્રિસ્ટલનો કાચબો

જો તમને વેપારમાં મહેનત અનુસાર પરિણામ ન મળતુ હોય તો વેપાર સ્થાને કે ઓફિસમાં જ્યાં તમે બેસો છો ત્યાં સફેદ ક્રિસ્ટલનો કાચબો સ્થાપિત કરો.

ક્રિસ્ટલ કે કાંચના નાના ટૂકડા

ક્રિસ્ટલ કે કાંચના નાના ટૂકડા

હંમેશા તમને ઘરમાં કોઈની ઉપસ્થિતિ જણાતી હોય અને હંમેશા તમને એવું લાગતુ હોય કે તમારી આસપાસ કોઈ છે, જે તમને જોઈ રહ્યુ છે. આવું ત્યારે થાય છે જ્યારે ઘરમાં નકારાત્મક ઊર્જાનુ પ્રમાણ અતિશય વધારે હોય. આવા સમયે જો તમે ઘરમાં દરેક ખૂણામાં ક્રિસ્ટલ કે કાંચના નાના-નાના ટુકડા પર કપૂર રાખો.

ક્રિસ્ટલનું પાત્ર

ક્રિસ્ટલનું પાત્ર

જો કોઈ યુવક કે યુવતીના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય. બધુ જ સારુ રહેવા છતાં લગ્નની વાત થતા થતા અટકી જતી હોય તો પીળા ક્રિસ્ટલના પાત્રમાં નિયમિત મીણબત્તીનો દિવો કરો.

ક્રિસ્ટલની બોટલ

ક્રિસ્ટલની બોટલ

આર્થિક સ્થિતિ સારી ન રહેતી હોય. ધનનું આગમન ઓછુ અને ખર્ચ વધારે છે તો વાદળી ક્રિસ્ટલની બોટલમાં પાણી ભરી ઘરમાં દક્ષિણ-પૂર્વ ખૂણામાં મની પ્લાન્ટ લગાવો.

English summary
Crystals are used in feng shui in a variety of ways, all with one single goal - to create good feng shui energy in your home. The word crystal comes from the Greek word krystallos, meaning frozen light.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X