
PM Modi Horoscope: પીએમ મોદી માટે કેવું રહેશે વર્ષ 2021, જાણો શું કહે છે ભવિષ્યફળ
- નામઃ નરેન્દ્ર દામોદર દાસ મોદી
- જન્મ તારીખઃ 17 સપ્ટેમ્બર 1950
- જન્મ સમયઃ સવારે 11 વાગ્યે
- જન્મ સ્થળઃ વડનગર (ગુજરાત)
- લગ્નઃ રાશિ
- લગ્નઃ વૃશ્ચિક- સ્વામી મંગળ
- રાશિઃ વૃશ્ચિક- સ્વામી મંગળ
પીએમ મોદી માટે વર્ષ 2020 મિશ્રિત રહ્યું છે. તેમણે અર્થવ્યવસ્થાના મોર્ચે જ્યાં પડકારોનો સામનો કરવો પડ્યો ત્યાં કોરોના વાયરસના પ્રકોપે તેમની મુશ્કેલીઓ ઘણી વધારી દીધી છે. જો કે વિશેષ રૂપે વર્ષ 2021ના બીજા છ મહિનામાં હાલાત અનુકૂળ થવાની સંભાવના છે. દેશ દુનિયામાં તેમનું સન્માન વધશે, જ્યારે તેમના આર્થિક ફેસલાના સકારાત્મક પરિણામ મળવાનું અનુમાન છે. વર્તમાનમાં નરેન્દ્ર મોદીની ચંદ્રમાની મહાદશા ચાલી રહી છે, જે 29 નવેમ્બર 2021 સુધી ચાલશે. જેમાં વર્તમાનમાં શુક્રની અંતર્દશા ચાલી રહી છે, જે 30 મે 2021 સુધી રહેશે. જે બાદ લગ્નેશ મંગળની મહાદશા શરૂ થશે.

મે 2021 સુધી સંઘર્ષ ચાલુ રહેશે
પ્રધાનમંત્રી મોદીનો લગ્નેશ મંગળ લગ્નમાં દશા સ્વામી ચંદ્રમા સાથે યુતિ એટલે કે નવમા અને લગ્નેશનો સંબંધ તેમની કુંડલીમાં એક પ્રમુખ રાજયોગ છે અને આ બંને ગ્રહોની યુતિને કોઈની પણ કુંડલીમાં એક સારું ધન યોગ માનવામાં આવે છે. જો કે, આવા લોકોના વિરોધિઓની કમી નથી થતી. જ્યારે શુક્ર- શનિનું દશમમાં એક સાથે હોવું સારું છે, પરંતુ બંને સૂર્ય એટલે કે શત્રુની રાશિ સિંહમાં વિરાજમાન છે જે સંઘર્ષ તરફ સંકેત કરે છે.

કેટલાક ફેસલાના કારણે ચર્ચામાં રહેશે પીએમ મોદી
દિલચસ્પ વાત એ છે કે શુક્રની અંતર્દશામાં કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો. દેશભરમાં લૉકડાઉન, ગરીબો માટે મફત ખાદ્યાન્નની યોજના, ખેડૂત બિલ સહિત કેટલાય મોટા ફેસલા લીધા. આ દરમ્યાન કરોડો લોકોના રોજગાર પર અસર પડી. કેટલાય ફેસલાને લઈ તેમણે ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે. કુલ મિલાવી આ સ્થિતિ મે 2021 સુધી ચાલુ રહેવાની સંભાવના છે. સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા, દેશ- વિદેશના મોર્ચે તેમણે વધુ પ્રયત્નો કરવા પડશે.

બીજા છ મહિનામાં મોદીનો પ્રભાવ વધશે
30 મે 2021થી ચંદ્રમામાં સૂર્યની અંતર્દશા શરૂ થશે, જે 30 નવેમ્બર 2021 સુધી ચાલશે. સૂર્ય દશમા ભાવનો સ્વામી થઈ સન્માન પ્રતિષ્ઠાના એકાદશ ભાવમાં વિરાજમાન છે, જેની સાથે જ ઉચ્ચનો બુધ બેઠો છે. આ દરમ્યન દેશ- વિદેશમાં પીએમ મોદી પ્રત્યે સમ્માન અને તેમના પ્રભાવમાં ખાસ્સો વધારો થશે. આ અવધીમાં થનાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સફળતા મળી શકે છે. મે 2021ની આસપાસ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને જમ્મુ-કાશ્મીર જેવા પ્રમુખ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની ઉમ્મીદ છે. આ ઉપરાંત સ્વાસ્થ્યના મોર્ચે તેમના ફેસલાના સકારાત્મક પરિણામ મળી શકે છે.

વિદેશને મોર્ચે સ્થિતિ મજબૂત થશે
2021 વિશેષ રૂપે બીજા છ મહિનામાં પીએમ મોદીની આગેવાનમાં ભારત એશિયા જ નહિ આખી દુનિયામાં પોતાના પ્રભાવને વધારવામાં સફળ થઈ શકે છે. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા સાથે કરેલ સામરિક ગઠબંધન ક્વેડ અને અન્યદેશો સાથે સામરિક સંબંધોની પણ મજબૂતી મળી શકે છે. કેટલાક પાડોસી દેશો સાથે સંબંધોમાં ઉતાર- ચઢાવ અથવા તણાવની સ્થિતિ બની રહી શકે છે. આની સાથે જ અર્થવ્યવસ્થાની જબૂતી માટે કરાયેલ ફેસલાના સકારાત્મક પરિણામ પણ મળી શકે છે.
Mithun (Gemini) Career Horoscope 2021: કરિયરમાં ઉતાર-ચઢાવ બની રહેશે