For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rahu-Mars conjunction: 45 દિવસ રાહુ-મંગળની યુતિ, પીડા ભોગવશે બધી રાશિવાળા

27 જૂન, 2022થી 10 ઓગસ્ટ, 2022 સુધી મેષ રાશિમાં મંગળ અને રાહુની યુતિ થઈ રહી છે. જાણો શું થશે માનવજીવન પર અસર...

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 27 જૂન, 2022થી 10 ઓગસ્ટ, 2022 સુધી મેષ રાશિમાં મંગળ અને રાહુની યુતિ થઈ રહી છે. 45 દિવસ આ બંને ગ્રહોની યુતિથી અંગારક યોગ બનશે જે બધી રાશિના જાતકો માટે અશુભ ફળકારક હશે. મંગળ 27 જૂને સવારે 5.40 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ પહેલેથી જ મેષ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. તેથી અહીં આ બંને ગ્રહો એકસાથે આવવાથી અંગારક યોગ બનશે. મંગળ 10 ઓગસ્ટે રાત્રે 9.09 કલાકે વૃષભ રાશિમાં જશે. આ રીતે અંગારક યોગની અસર 45 દિવસ સુધી રહેશે.

પ્રજાને દુઃખનો અનુભવ થશે

પ્રજાને દુઃખનો અનુભવ થશે

राहुरंगारकश्चैक राशि ऋक्षगतो तथा ।
महाभयं च शस्यानां न च वृष्टि: प्रजायते ।।

એટલે કે અજ્ઞાત ભયના કારણે પ્રજાને દુઃખનો અનુભવ થશે. આ સંયોગ વરસાદી સિઝનમાં હોવાને કારણે અમુક જગ્યાએ ચોમાસાના અભાવે અને પાકની વાવણી બાદ વરસાદમાં વિલંબ થવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ જશે. કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થઈ શકે છે. મંગળ-રાહુ 16 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભરણી નક્ષત્રમાં ભ્રમણ કરશે. આ ખાસ કરીને અપ્રિય છે.

રાશિઓ પર પ્રભાવ

રાશિઓ પર પ્રભાવ

તમામ રાશિઓ અંગારક યોગના પ્રભાવમાં આવશે. મનુષ્યોમાં પરસ્પર દુશ્મની અને ગુસ્સો વધશે. ઉન્માદ, હિંસા, હિંસક પ્રદર્શન, રમખાણો જેવી સ્થિતિ સર્જાશે. 16 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ખાસ કષ્ટદાયક સમય રહેશે. પાડોશી દેશો સાથે વિરોધ, યુદ્ધ જેવી સ્થિતિ રહેશે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં સરકારોનો વિરોધ થશે. ઉચ્ચ પ્રતિષ્ઠિત રાજકારણીઓને નુકશાન થવાની પણ સંભાવના છે.

શું ઉપાય કરવા?

શું ઉપાય કરવા?

  • રાહુ-મંગળના અંગારક યોગની અસરથી બચવા માટે તમામ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાન ચાલીસા, સુંદરકાંડ વાંચો. દર મંગળવારે મંદિરમાં હનુમાનજીના દર્શન કરો.
  • મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરો. શિવને કાચુ દૂધ અર્પણ કરો.
  • રાહુની પીડાથી છુટકારો મેળવવા માટે નિયમિત રીતે ચંદનનુ તિલક લગાવો. ચંદનનુ દાન કરો.

English summary
Rahu-Mars conjunction for 45 days, Angarak Yoga will be formed, all zodiac signs will suffer. read details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X