કુંડળી પણ કહે છે કે રાહુલ નહીં બની શકે પીએમ

Posted By:
Subscribe to Oneindia News

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. બધી પાર્ટીઓ સામ દામ દંડ ભેદની નીતિથી પાર્ટીના પ્રચારમાં લાગી ગઇ છે. જ્યાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સહારે ભાજપ ફરી એકવાર સત્તા હાસલ કરવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ રાહુલ ગાંધીના ખભા પર કોંગ્રેસની કમાન છે. સર્વે રિપોર્ટ અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાહુલ ગાંધીને નિષ્ફળ સાબિત કર્યાં છે, તેમ છતાં કોંગ્રેસને હજુ પણ તેમના પર વિશ્વાસ છે કે તેઓ રાહુલ ગાંધીની આગેવાનીમાં જરૂર લોકસભા ચૂંટણીમાં વિજયી જશે, જો કે, પંડિતો અનુસાર કોંગ્રેસનું સત્તામાં પરત આવવું મુશ્કેલ લાગી રહ્યું છે અને જો જોડ તોડ કરીને સત્તામાં આવી પણ જાય તો રાહુલ ગાંધીનું પીએમ બનવું ઘણું મુશ્કેલ છે.

1- રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970ના રોજ સવારે 5.50 વાગ્યે દિલ્હીમાં મિથુન લગ્નમાં થયો છે. રાહુલનો જન્મ વૃષભ લગ્ન, વૃશ્ચિક રાશિમાં અને મેષ નવાંશમાં થયો. વૃશ્ચિક રાશિવાળા ઉત્તમ કદ કાઠીના હૃષ્ટ-પૃષ્ટ હોય છે.

2- રાહુલની કુંડળીમાં લગ્નમાં સૂર્ય અને મંગળ, દ્વીતિય ભાવમાં શુક્ર, તૃતીય અને ભાગ્ય ભાવમાં કેતુ અને રાહુ, પંચમમાં ગુરુ, 11માં સ્થાનમાં નીચનો શનિ, ષષ્ટ ભાવમાં નીચનો ચંદ્ર અને દ્વાદશ ભાવમાં બુધ છે. આટલી ઉમર થઇ ગઇ હોવા છતાં પણ રાહુલ ગાંધીને દાંપત્ય સુખ નથી મળ્યુ, જેના કારણે એક સપ્તમ ભાવમાં સ્વામી મંગળ પર શનિની દ્રષ્ટિ પડી રહી છે.

3- શનિ ભાગ્ય અને દશમ ભાવનો સ્વામી હોવા છતાં દામ્પત્ય સુખથી હજુ સુધી વંચિત રાખ્યા અને આગળ પણ વિવાહના યોગ નથી.

વધુ તસવીરો થકી જાણીએ

સ્વાસ્થ્ય સારું રહેશે

સ્વાસ્થ્ય સારું રહેશે

રાહતની વાત એ છે કે શનિનો ગોચર ભ્રમણ ઉચ્ચનો થઇને ષષ્ટ ભાવથી ભ્રમણ કરી રહ્યો છે. જેના કારણે શત્રુઓ પર પ્રભાવ બની રહેશે. અન્ય મામલાઓમાં આ વર્ષ ઉત્તમ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય ઠીક કહી શકાય છે.

વાણીનો પ્રભાવ રહેશે

વાણીનો પ્રભાવ રહેશે

એકાદશ લાભ ભાવનો સ્વામી ગુરુ જે અષ્ટમેશ થઇને દ્વીતિય ભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે, તે તેમની વાણીને પ્રભાવી બનાવશે. દ્વીતિય ભાવમાં જન્મ સમયે સૂર્ય અને મંગળ પણ છે. આ પ્રકારને ગુરુને બળ મળશે.

પાર્ટીને મજબૂત બનાવશે

પાર્ટીને મજબૂત બનાવશે

પરાક્રમ ભાવ તૃતીય ચંદ્રની મહાદશામાં અંતર ભાગ્ય અને રાજ્ય ભાવનો અંતર ચાલી રહ્યો છે, આ લાભદાયક થઇ શકે છે. આગામી ચાર રાજ્યોની ચૂંટણી થવા જઇ હી છે. જો પોતાની નીતિઓને જનહીત માટે પસંદ કરશે તો આ વર્ષે લાભ થઇ શકે છે. આવનારા સમયમાં ગ્રહોના ઉત્તમ યોગના કારણે રાહુલ કોંગ્રેસ પાર્ટીને સશક્ત અને સફળ નેતૃત્વ પ્રદાન કરી શકે છે.

ઉતાર ચઢાવ આવશે

ઉતાર ચઢાવ આવશે

ફેબ્રુઆરી 2008થી 2018 સુધી તેમની કુંડળીમાં ચંદ્રમાંની મહાદશા ચાલી રહી છે, પરંતુ ચંદ્રમાં મારકેશ પણ છે. ચંદ્રમાની મહાદાશમાં 2017 સુધી ઘણા ઉતાર ચઢાવ રહેશે કારણ કે ચંદ્રમા નીચ રાશિનો થઇને છઠ્ઠા ભાવમાં બેસેલો છે.

પીએમ બનવું મુશ્કેલ

પીએમ બનવું મુશ્કેલ

વડાપ્રધાન બનશે તે હજુ નક્કી નથી પરંતુ સામ દામ દંડ ભેદની રાજનીતિથી તેઓ વર્ષ 2014માં પારંગત થઇ જશે. એ જરૂરી નથી કે સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી કોઇ વિશેષ જાદૂ ચલાવી શકશે. તેઓ જ્યાં જશે ત્યાં ભીડ એકઠી થતી રહેશે અને લોકો તેમની સભાઓમાં ધીરે ધીરે આક્રોશનો સ્વર પણ ઉઠાવતા રહશે, પરંતુ જનતા તેમને પીએમ બનાવવા માટે વોટ કરે એ ઘણું મુશ્કેલ જણાઇ રહ્યું છે.


English summary
According Horoscope, Rahul Gandhi will not become PM. He will still be impressive but he will not fruitful for his congress party in coming Loksabha election 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.