Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Raksha Bandhan 2024: રાશિ અનુસાર બાંધો રાખડી, દૂર થશે ભાઈના તમામ સંકટ

Raksha Bandhan 2024: શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. શ્રાવણી પૂનમને નાળિયેરી પૂનમ અને બળેવ પણ કહેવામાં આવે છે. આ તહેવાર ભાઇ બહેનને સમર્પિત છે.

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર બંધનને વધુ મજબૂત બનાવે છે. વર્ષ 2024માં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

આ દિવસે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા અને સુખી જીવનની કામના કરે છે.

એવું માનવામાં આવે છે કે, રાખડીનો રંગ અને ડિઝાઈન રાશિ પ્રમાણે પસંદ કરવામાં આવે તો ભાઈના જીવનમાં ઘણા સારા બદલાવ જોવા મળે છે, આમ કરવાથી ભાઈના જીવનમાંથી ઘણી બધી પરેશાનીઓ ટળી જાય છે.

આ સાથે ભાઈ અને બહેનના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવી સ્થિતિમાં આ અહેવાલમાં આપણે જાણીશું કે, રાશિ પ્રમાણે બહેનોએ તેમના ભાઈના કાંડા પર કયા રંગની રાખડી બાંધવી જોઈએ.

મેષ રાશિ માટે રાખડી - મેષ રાશિના જાતકોને લાલ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ મેષ રાશિની હિંમત અને ઉર્જા દર્શાવે છે, અને તેમને આત્મવિશ્વાસ આપે છે. જો તમારો ભાઈ મેષ છે તો તેને આ રંગની રાખડી બાંધો.

વૃષભ રાશિ માટે રાખડી - શુક્રની માલિકી ધરાવતી વૃષભ રાશિની વ્યક્તિને સફેદ કે ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ તેમની શાંતિ અને ધૈર્ય વધારે છે અને તેમને માનસિક સ્થિરતા પ્રદાન કરે છે.

મિથુન રાશિ માટે રાખડી - મિથુન રાશિના વ્યક્તિએ લીલા રંગની રાખડી બાંધવી જોઈએ, મિથુન રાશિ માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. આ રંગ મિથુન રાશિના લોકોના મનને તેજ બનાવે છે અને તેમની વાતચીત કરવાની ક્ષમતાને વધારે છે.

Raksha Bandhan 2024

કર્ક રાશિ માટે રાખડી - સૌમ્ય ગ્રહ ચંદ્રની માલિકીની કર્ક રાશિની વ્યક્તિએ સફેદ, ચાંદી અથવા વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ.

આ રંગ તેમની ભાવનાત્મક સ્થિરતા જાળવી રાખે છે, અને તેમને આંતરિક શાંતિ પ્રદાન કરે છે. બહેનો તેમના કર્ક રાશિના ભાઈને આ રંગોની રાખડી બાંધી શકે છે.

સિંહ રાશિ માટે રાખડી - સિંહ રાશિના વ્યક્તિઓને લાલ, કેસરી અથવા સોનેરી રંગની રાખડી બાંધવી સારી માનવામાં આવે છે.

આ રંગ તેમના આત્મસન્માન અને શક્તિમાં વધારો કરે છે, અને તેમને પ્રેરણા પ્રદાન કરે છે અને તે સૂર્ય ગ્રહને પણ મજબૂત બનાવે છે.

કન્યા રાશિ માટે રાખડી - કન્યા રાશિના જાતકોને લીલા કે આછા પીળા રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ તેમની બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરે છે, અને જીવનમાં સ્થિરતા લાવે છે.

તુલા રાશિ માટે રાખડી - તુલા રાશિના વ્યક્તિને બહેનો ગુલાબી, સફેદ કે વાદળી રંગની રાખડી બાંધી શકે છે. તુલા રાશિના લોકો આ રંગની રાખડી બાંધવાથી શુભ ફળ મળે છે.

સુંદરતા અને સંતુલનનું પ્રતિનિધિત્વ કરતા આ રંગો તુલા રાશિના લોકોને શાંતિ પ્રદાન કરે છે.

વૃશ્ચિક રાશિ માટે રાખડી - બહેનો વૃશ્ચિક રાશિના જાતકોને લાલ અથવા મરૂન રંગની રાખડી બાંધી શકે છે. આ રંગ તેમની હિંમત અને ઉત્સાહ વધારે છે, અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ સફળ રહે છે.

ધન રાશિ માટે રાખડી - ધન રાશિના વ્યક્તિએ પીળા કે કેસરી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ ધન રાશિના લોકોનો ઉત્સાહ અને આશાવાદ વધારે છે અને તેમને નવી ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરે છે.

મકર રાશિ માટે રાખડી - મકર રાશિના વ્યક્તિને કાળા, ભૂરા કે વાદળી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ તેમની ધીરજ અને ટકાઉપણું વધારે છે, અને તેમને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

કુંભ રાશિ માટે રાખડી - કુંભ રાશિના વ્યક્તિએ વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ તેમની સ્વતંત્રતા અને મૌલિકતાને પ્રોત્સાહન આપે છે અને તેમને નવીન વિચારોથી પ્રેરિત કરે છે.

મીન રાશિ માટે રાખડી - મીન રાશિના જાતકોને પીળા કે આછા લીલા રંગની રાખડી બાંધવી શુભ છે. આ રંગ તેમની સંવેદનશીલતા જાળવી રાખે છે અને તેમને માનસિક રીતે મજબૂત બનાવે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X